AnandToday
AnandToday
Monday, 06 May 2024 00:00 am
AnandToday

AnandToday

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલએ દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને સંતો દ્વારા મતદારોને મતદાન કરવા સામુહિક અપીલ  

આણંદ ટુડે | વડતાલ
ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે. 
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી છે. રવિસભામાં પણ જાગૃતિનો સંદેશ મળતો હતો. ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે , આપણે આઝાદ થયા એને ૭૫ વર્ષ થયા છતાં આપણે હજી આપણી જાતને આ દેશના માલિક સમજતા નથી થયા...
એટલેજ આપણે મત ને દાન કહીએ છીએ હકીકતમાં આપણે આ દેશ ચલાવવા આપણો પ્રતિનિધિ એપોઇન્ટ કરવાનો છે અને એના માટે આપણા મતાધિકારનો ઉપયોગ કરી આ દેશની સમૃદ્ધિની ચિંતા કરી શકે અને સાંસ્કૃતિ વારસાનું જતન કરી શકે...આપણા નાગરિકોનું દેશના દુશ્મનોથી રક્ષણ કરી શકે અને આપણને ગૌરવ અપાવી એવા શ્રેષ્ઠ પ્રતિનિધિ કહેતા પ્રધાનમંત્રીનું ચયન કરવાનો રૂડો લોકશાહીનો  અવસર આપણા આંગણે આવીને ઉભો છે...
પણ કમનસીબી એ વાતની છે કે આપણે આપણા મતનો અધિકાર કરવા માટે ઉદાસીન રહીએ છીએ અને એટલેજ દેશમાં મતની ટકાવારી ૬૦%ની આસપાસ જ રહે છે જે વધે અને વધુમાં વધુ લોકો લોકશાહીના આ પર્વમાં સામેલ થાય અને પોતાની ફરજ અદા કરે એ હેતુથી વડતાલ શ્રી સ્વામિનારાયણ  સંસ્થાને અનોખી પહેલ કરી છે અને આજે દેવોના શણગારમાં મતદાન કરવાની અપીલ કરતા સ્લોગનો ગર્ભ ગૃહમાં ઠાકોરજીની શોભામાં મુક્યા છે જેથી આ નિત્યદર્શન કરતાં હરિભક્તોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય.
આમેય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની જ્યા ભગવાનશ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી  લખી છે એ સામાજિક જાગૃતિનું કેન્દ્ર રહ્યું છે અને આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે જરૂરી અનેક આજ્ઞાઓ કરે છે જેમાં અધિકારને બદલે શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં પોતાની ફરજો ઉપર વધુ ધ્યાન આપાયું છે.
આવી દેવસ્થાનની પહેલ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ માટે ઉત્તમ ઉદાહરણ બને અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે આ અનુકરણીય પહેલને અઢળક અભિનંદન