AnandToday
AnandToday
Sunday, 05 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 6 મે : 6 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતીય રમતવીર શૂટર ગગન નારંગનો આજ જન્મદિવસ

ભારતીય રમતવીર - શૂટર ગગન નારંગનો ચેન્નાઇ ખાતે જન્મ (1983)
જેઓ ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ દ્વારા સમર્થિત છે અને તેમણે લંડનમાં 2012 સમર ઓલિમ્પિકમાં પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

* વલસાડ ખાતે જન્મેલ વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની ભુલાભાઈ દેસાઈનું અવસાન (1946) 
બીજા વિશ્વ વિગ્રહ સમયે ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્રણ સૈનિકો પર રાજદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો હતો, તેના બચાવ પક્ષની કામગિરી માટે તેઓ જાણીતા બન્યા
૧૯૨૮ના ભારતના બંધારણના સુધારા સુચવવા આવેલા સાયમન કમીશનના વિરોધમાં રહ્યા. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ બાદ બ્રિટિશ સરકારે એક તપાસ કમિશન નીમ્યું હતુ. ભુલાભાઈ દેસાઈ આ તપાસમાં ખેડૂતોના પ્રતિનિધી બન્યા હતા

* યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન તરીકે (1997-2007) સેવા આપનાર સર એન્થોની ચાર્લ્સ લિન્ટન બ્લેર કેજી - ટોની બ્લેરનો જન્મ (1953)

* ભારતમાં હિન્દી ફિલ્મોના સંગીતકાર બુલો સી. રાનીનો પાકિસ્તાનમાં જન્મ (1920)
તેમની યાદગાર ફિલ્મોમાં જોગન, દરોગાજી, મજબુર, આબરૂ વગેરે છે

* ભારતના વિખ્યાત ભરતનાટ્યમ ડાન્સર, લેખક અને કોરિયોગ્રાફર લીલા સેમસનનો કુકુનુર ખાતે જન્મ (1951).

* ઉત્તર પ્રદેશના સતત નવ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ભાજપના આગેવાન સુરેશકુમાર ખન્નાનો શાહજ્હાનપુર ખાતે જન્મ (1953).

* કોંગ્રેસના બે વખત પ્રમુખ રહેલ રાજકીય આગેવાન અને વકીલ મોતીલાલ નહેરુનો પ્રયાગરાજ - અલ્હાબાદ ખાતે જન્મ (1861)
તેમના પુત્ર જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.

* ભારતના ક્રિકેટ ખેલાડી (3 વનડે રમનાર) લક્ષ્મી રતન શુક્લાનો પશ્ચિમ બંગાળના હાવરા ખાતે જન્મ (1981)
તેઓ ઘરેલું ક્રિકેટમાં લગભગ બે દાયકા સુધી રમ્યા, તેમાં હાર્ડ-હિટિંગ શૈલીથી 6,217 રન બનાવ્યા અને મધ્યમ ગતિની બોલિંગ વડે 172 વિકેટો લીધી હતી
2010-11માં આસામ સામે રમતા તેમણે 250 રન બનાવ્યા અને રિદ્ધિમાન સાહા સાથે છઠ્ઠી વિકેટ માટે 417 રન ઉમેર્યા તે બંગાળની ટીમ માટે કોઈપણ વિકેટ માટે તે રેકોર્ડ સ્ટેન્ડ છે 
તેમણે રમેલ 137 મેચમાં બંગાળ માટે 100 મેચ રમનાર તે પ્રથમ ખેલાડી છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ અને 1 વનડે રમનાર) પંકજ સિંગનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1987)

* હિન્દી ટીવી શ્રેણી ઓફિસ ઓફિસમાં તેની ભૂમિકા માટે જાણીતા અને મરાઠી ફિલ્મો અને સિરિયલોના અભિનેત્રી આશાવરી જોશીનો મુંબઈ ખાતે જન્મ (1965)

* સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત મરાઠી નાટ્યકાર શાન્તા કાલિદાસ ગાંધીનું અવસાન (2002) 

* પેરિસમાં એફિલ ટાવર તમામ લોકો માટે ખુલ્લુ મુકાયું (1889)

>>>> બુદ્ધિમાન ઓછાબોલા હોય છે. તેમનામાં નિરીક્ષણ કરવાની અને સાંભળવાની ક્ષમતા વધુ હોય છે. તેમને ખબર હોય છે કે જ્ઞાનને તમે જેવું અભિવ્યક્ત કરો, તેવું તે શબ્દોની જાળમાં ફસાઈને વિકૃત થઈ જાય છે. અરબી કહેવત છે; "તમે જેમ જેમ બુદ્ધિમાન થતા જાવ, તેમ તેમ બોલવાનું ઓછું થાય." બુદ્ધિ નદી જેવી હોય છે. જેટલી છીછરી તેટલો વધુ અવાજ, જેટલી ઊંડી એટલી શાંત. આ જ વાત ગુજરાતીમાં જુદી રીતે કહેવાઈ છે; અધુરો ઘડો છલકાય વધુ. બોલતી વખતે મગજ આઉટગોઇંગ હોય છે; શબ્દો બહાર જતા હોય છે. સાંભળતી વખતે ઇનકમિંગ હોય છે; શબ્દો અંદર આવતા હોય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)