AnandToday
AnandToday
Saturday, 04 May 2024 18:30 pm
AnandToday

AnandToday

તા. મી મે ના રોજ લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરો - જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી

ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ૧૨ પૈકી કોઈ પણ એક ફોટો ઓળખપત્ર હોય તો પણ મતદાન કરી શકાશે

બીએલઓ દ્વારા આપવામાં આવતી કાપલી સાથે ફોટો ઓળખ પત્ર જરૂરી

આણંદ, 
 લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં  ૭ મી તારીખના મંગળવાર ના રોજ યોજાનાર છે. ચૂંટણીના દિવસે મતદાનનો સમય સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો છે. વહેલી સવારના ઠંડકના સમયમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે.

આણંદ જિલ્લામાં યોજાનાર લોકશાહીના પર્વમાં મતદારો પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ અપીલ કરતાં જણાવ્યું છે કે, બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે ફરીને કાપલીઓ આપવામાં આવી રહી છે. જે કાપલીમાં તમારું મતદાન મથક, ભાગ અને નંબર દર્શાવવામાં આવ્યો છે. તેની સાથે ચૂંટણી કાર્ડ અથવા જો ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય ૧૨ દસ્તાવેજો પૈકી કોઈપણ એક ફોટો ઓળખ પત્ર હોવું જરૂરી છે.

આ ઉપરાંત મતદાનના દિવસે વધુ ગરમી હોય તો પણ લોકશાહીના આ પર્વમાં પોતાનું યોગદાન આપવા તેમણે અપીલ કરી છે. શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે તમામ મતદાન મથકો ખાતે પીવાના પાણીની સુવિધા, બેસવાની સુવિધા, મંડપ, દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા, શૌચાલયની વ્યવસ્થા જેવી અનેક મિનિમમ ફેસીલીટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આણંદ જિલ્લાના મતદારોને અપીલ કરતાં તેમણે જણાવ્યું છે કે તમે પણ મતદાન કરો તમારા ફેમિલી મેમ્બર્સ પણ મતદાન કરે તમારા પડોશીઓ પણ મતદાન કરે અને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે તેવો અનુરોધ કર્યો છે.
**