આણંદ ટુડે | આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે તા.૭ મેના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદ સ્થિત કિન્નર સમાજના અખાડાની મુલાકાત લીધી હતી.આ મુલાકાત વેળાએ પેટલાદના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પ્રગ્નેશ જાની તથા મામલતદારશ્રી પણ જોડાયા હતા.
આ પ્રસંગે કિન્નર સમાજના આગેવાન શ્રી આરતીકુંવરબા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કિન્નર સમાજને ચૂંટણીના દિવસે કિન્નર સમાજના તમામ મતદારો મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કિન્નર સમાજના આગેવાન શ્રી આરતીકુંવરબા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીને કિન્નર સમાજ તરફથી ૧૦૦ ટકા મતદાન કરવામાં આવશે તે માટેની બાંહેધરી આપી હતી.
-૦-૦-૦-