AnandToday
AnandToday
Thursday, 02 May 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
તા. 3 મે  Dt. 3 MAY

ભારતીય સિનેમાનો પાયો નાંખનાર ફિલ્મ રાજા હરીશચંદ્ર

દાદાસાહેબ ફાળકેએ  3 મે, 1913ના રોજ પહેલીવાર ભારતીય ફિલ્મ“રાજા હરિશચંદ્ર” બનાવીને ઈતિહાસ રચ્યો હતો.  પ્રથમ ભારતીય મૂક ફિલ્મ “રાજા હરિશચંદ્ર” મુંબઈમાં પ્રદર્શિત થઈ (1913)
આ ફિલ્મનું નિર્માણ ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખાતા દાદા સાહેબ ફાળકેએ કર્યું હતુ, 40 મિનિટ લાંબી ફિલ્મ બનાવીને દાદા સાહેબ ફાળકેએ ભારતીય સિને જગતનો પાયો નાંખ્યો હતો. આ ફિલ્મ રાજા હરિશચંદ્રના જીવન પર આધારિત હતી
આ ફિલ્મ સાયલન્ટ હોવાથી લોકોને સમજવામાં તકલીફ ન પડે તે માટે સીનની વચ્ચે ટાઇટલ પ્લેટ મૂકાવી હતી. જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં વાર્તા સમજાવે

* ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મહાન અભિનેત્રીઓમાંના એક અને રાજ્ય સભાના સભ્ય રહેલ નરગીસ દત્ત (ફાતિમા રશીદ)નું મુંબઈ ખાતે 52 વર્ષની વયે અવસાન (1981)
તેમની યાદગાર ફિલ્મોમાં મધર ઇન્ડિયા, આવારા, અંદાઝ, આગ, અદાલત, કાલા બાઝાર વગેરે છે
રાજ કપૂર સાથે તેમની જોડી ખુબ જામી, તેની શરૂઆત આગ ફિલ્મથી થઇ 
તેમનું પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (રાત ઔર દિન) અને ફિલ્મફેર એવોર્ડ (મધર ઇન્ડિયા) સાથે અનેક વખત સન્માન થયું છે 
તેમના લગ્ન અભિનેતા સુનિલ દત્ત સાથે થયા હતા, દીકરો સંજય દત્ત સફળ અભિનેતા છે
પતિ સુનિલ દત્ત કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યા અને દીકરી પ્રિયા દત્ત મુંબઈથી બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા

* રાજસ્થાન રાજ્યના ત્રીજી વખત મુખ્યમંત્રી બનેલ કોંગ્રેસના આગેવાન અશોક ગેહલોતનો જોધપુર ખાતે જન્મ (1951)
તેઓ પ્રથમ વખત 1998માં અને બીજી વખત 2008 બાદ પણ પાંચ વર્ષ પછી હાલ 2018થી મુખ્યમંત્રી છે

* ભારતીય જનતા પાર્ટીના બીજી પેઢીના યુવા "ટેક્નોક્રેટિક" નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રમોદ મહાજનની મુંબઈ ખાતે અવસાન (2006)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને ચાર વખત ખજૂરહોના સાંસદ રહેલ ભાજપના આગેવાન ઉમા ભારતીનો જન્મ (1959)

* ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકીર હુસૈનનું નવી દિલ્હી ખાતે અવસાન (1969)
તેઓ તા.13 મે 1967એ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા
તેઓ 1962-67 દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (41 ટેસ્ટ, 19 વનડે રમનાર) સાદિક મોહમ્મદનો ભારતમાં ગુજરાતના જૂનાગઢ ખાતે જન્મ (1945)
સાદિક પ્રખ્યાત મોહમ્મદ ભાઈઓમાં સૌથી નાનો હતો. તેમના મોટા ભાઈઓ હનીફ, વઝીર અને મુશ્તાક, બધા ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા, જ્યારે સૌથી મોટો ભાઈ રઈસ ટેસ્ટમાં 12મો ખેલાડી હતો
સાદિક પછીથી અમ્પાયર બન્યો, તેના પારિવારિક વ્યવસાયમાં કામ કર્યા પછી તેણે પહેલા મલેશિયા, પછી કરાચી અને અંતે પાકિસ્તાનને કોચિંગ આપ્યું

* ભારતીય શૈક્ષણિક, રાજકારણી અને બિન-કારકિર્દી રાજદ્વારી વી. કે. (વેંગાલીલ કૃષ્ણન) કૃષ્ણ મેનનનો કેરાલા રાજ્યમાં જન્મ (1896) 
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી કેટલાક લોકો દ્વારા તેમને ભારતના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા હતા

* સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત ભરત નાટ્યમ નૃત્યાંગના, પ્રશિક્ષક, કોરિયોગ્રાફર વિજી પ્રકાશ (વિજયા લક્ષ્મી પ્રકાશ)નો જન્મ (1956)
જે ભારતીય અને શક્તિ ડાન્સ કંપની અને ભરત નાટ્યમની શક્તિ સ્કૂલના સ્થાપક છે અને પ્રકાશ 1976થી યુએસએમાં કામ કરે છે

* ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી (2014-19) રહેલ ભાજપના આગેવાન રઘુબર દાસનો જન્મ (1955)

* ભારતીય લેખિકા, અભિનેત્રી અને અગ્રણી સામાજિક કાર્યકર શકુંતલા પરાંજપયેનું અવસાન (2000)
તેઓ 1958-64 દરમિયાન મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા અને 1964-70 દરમિયાન રાજ્યસભાના નામાંકિત સભ્ય તરીકે સેવા આપી હતી
તેમના દીકરી સાંઈ પરંજપયે ફિલ્મ મેકર છે

* દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ પર્સનાલિટી ભાલજી પેંઢરેકર નો જન્મ (1897)

* કલાકાર પરિવાર રમેશ દેવ અને સીમા દેવના પુત્ર અને મરાઠી ફિલ્મોના અભિનેતા અજીન્કય દેવનો મુંબઈ ખાતે જન્મ (1963)

>>>> સાધારણત: એવું કહી શકાય કે વ્યક્તિને જીવનનો ઉદ્દેશ્ય મળતો હોય અને આજુબાજુના લોકો સાથે બિરાદરીની ભાવના મજબૂત થતી હોય ત્યારે તે ધર્મને સ્વીકારે છે. ધર્મ એક વ્યક્તિગત બાબત છે, અને વ્યક્તિએ વ્યક્તિ તેનાં જુદાં જુદાં કારણો હોય છે- એ કારણો સામાજિક, પારિવારિક કે ભાવનાત્મક હોઈ શકે. ઘણા લોકો ધર્મમાં વિશ્વાસ રાખ્યા વગર પણ જીવતા હોય છે. ભૌતિક જીવનમાંથી ઉપર ઉઠવાની લાલસા પેદા થાય, ત્યારે ધર્મની શરણમાં જવું જોઈએ. નિર્વાણ અથવા મોક્ષ અથવા મુક્તિનો અસલી અર્થ એ જ છે.

સંકલન : વિજય એમ. ઠક્કર