AnandToday
AnandToday
Wednesday, 01 May 2024 18:30 pm
AnandToday

AnandToday

સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે તો ચાર ચાંદ લાગી જાય.

મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામતનો ખેલ નહિ થાય

ભાજપે કાશ્મીરમાં સંવિધાન લાગુ કરી તિરંગો ફરકાવીને સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કર્યું છે. 

પીએમ મોદીએ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર

ઇન્ડિયા ગઠબંધને વોટ જેહાદનો નારો આપીને લોકતંત્રનું કર્યું અપમાન,કોંગ્રેસે વિરોધ પણ ન કર્યો

વડાપ્રધાન મોદીએ વલ્લભ વિદ્યાનગરમાં વિજય વિશ્વાસ સભા ગજવી

આણંદ -ખેડા લોકસભા અને ખંભાત વિધાનસભાના બેઠકના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પી.એમ નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ સભા યોજાઈ

ભાજપની વિજય વિશ્વાસ સભામાં આણંદ -ખેડા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ સહિત હજારો લોકો  ઉપસ્થિત રહ્યા.


આણંદ ટુડે | આણંદ
મોદી આવતા પહેલા દેશમાં બે સંવિધાન ચાલતા હતા.કાશ્મીરમાં હિન્દુસ્તાનનું સંવિધાન લાગુ ન હતું કલમ ૩૭૦ દીવાલ બનીને બેઠી હતી મે કાશ્મીરમાંથી ધારા ૩૭૦ જમીનદોસ્ત કરી સરદાર સાહેબને સૌથી મોટી શ્રધ્ધાંજલિ આપી છે વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું .કાશ્મીરમાં સંવિધાન લાગુ કરી તિરંગો ફરકાવીને સરદાર સાહેબની સ્વપ્ન સાકાર કર્યું છે. તેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદ શહેર પાસેના વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સભામાં જણાવ્યું હતું 
ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાત ના પ્રવાસે આવ્યા છે 
પ્રચારના બીજા દિવસે આણંદ શહેર પાસેના વલ્લભ વિદ્યાનગર  ખાતે આણંદ ખેડા લોકસભા બેઠક અને ખંભાત વિધાનસભાના બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં વિજય વિશ્વાસ સભાનું ભવ્ય આયોજન કરાયું હતું. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં  પીએમ મોદીએ જણાવ્યું કે, મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિંદુસ્તાન વિકસિત ભારત હોવું જોઇએ. વિકસિતનો મતલબ શું છે તે આણંદ ખેડાવાળાને સમજાવવું ન પડે. તેમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય તેમને ખબર છે. એના માટે મારી પળે પળ આપના માટે. મારી પળે પળ દેશના માટે. એટલે મે દેશને ગેરેન્ટી આપી છે. 24*7 ફોર 2047. આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઇએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે અને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો ચાર ચાંદ s લાગી જાય.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતમાં મે ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણી લડી પણ ખરી છે. ગુજરાતમાં 11 વાગ્યા પહેલા સભા કરવી હોય તો લોઢાના ચણા ચાવવા પડે છે. મારા માટે અચરજ છેકે આણંદમાં વિરાટ કેસરિયા સાગર, આણંદે આજે બધાજ રેકોર્ડ તોડ્યા છે. આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે.
મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે...કોંગ્રેસના ૬૦ વર્ષના શાસનમાં ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય ન હતા પરંતુ મોદીએ ૧૦ વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં ૭૦% શૌચાલય, નલ સે જલ યોજના, ૫૦ કરોડ થી વધુ જન ધન ખાતા શૂન્ય બેલેન્સ થી ખોલાવ્યા છે
વડાપ્રધાન મોદીએ દેશને ગેરંટી આપી હતી અને કોંગ્રેસને ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી દેશમાં SC, ST, અને OBC ની અનામત નહિ હટે, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. કોંગ્રેસ દલિત ST, SC નો હક છીનવા માંગે છે, મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામતનો ખેલ નહિ થાય બંધારણના આધારે મળેલા અનામતમાં છેડછાડ થશે નહિ
કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે કોંગ્રેસ સમાજમાં લડાઈ ઝગડા કરાવે છે તેમ કહેતા પી .એમ મોદીએ પાકિસ્તાન પર પણ આકરા પ્રહાર કર્યા હતા  જે દેશ આતંક export કરતું હતું તે પાકિસ્તાનમાં આતંકના ટાયર નું પંચર થઈ ગયું છે પાકિસ્તાન ના હાથમાં એક સમયે બોમ્બ ગોળા હતા આજે તેના હાથમાં ભિખનું કટોરું છે .
 વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની નબળી સરકાર આતંકના આકાઓને ડોરઝિયર આપતી હતી મોદીની મજબૂત સરકાર જુઓ ડોરઝિયર સમય ખરાબ કરતી નથી આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે 
ભારતમાં કોંગ્રેસ કમજોર થઈ ગઈ છે . મરી રહી છે અને પાકિસ્તાન રડી રહ્યું છે .
વધુમાં મોદીએ ઉમેર્યું હતું કે દુનિયાના વિકાસને ભારત જ ગતિઆપી શકે છે દુનિયામાં ઝગડા થાય ત્યારે ભારતને વિશ્વ બંધુ તરીકે જોવામાં આવે છે  
રશિયા યુક્રેન વચ્ચેની લડાઇ ચાલી રહી હતી ત્યારે ફસાયેલા લોકો બહાર નીકળવા માંગતા હતા ત્યાંથી બહાર નીકળવું હોય તો એક જ પાસપોર્ટ ચાલતો હતો 'તિરંગો ઝંડો' આ હોય છે દેશ ની . કોંગ્રેસે SC, ST, અને OBC ને અંધારામાં રાખ્યા તેમની પરવાહ કરી નથી ઓબીસી ના દરેક પ્રસ્તાવને કોંગ્રેસે ઠુકરાવી દીધો છે આજે ST, SC અને OBC ભાજપની તાકાત બની ગઇ છે . ભાજપે ૨૫ કરોડ ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે 
INDI ગઠબંધન પર પીએમ મોદીએ નિશાન તાકતા કહ્યું કે INDI ગઠબંધન એ વોટ જેહાદ કરોનો નારો આપીને લોકતંત્રનું અપમાન કર્યું છે કોંગ્રેસે તેનો વિરોધ પણ કર્યો નથી . INDI ગઠબંધન નો ઈરાદો ખતરનાક છે
મોદીએ સરદાર સાહેબની ભૂમિ પરથી કોંગ્રેસ અને શાહી પરિવારને ત્રણ ચેલેન્જ આપીને પડકાર ફેંક્યો હતો કોંગ્રેસ અને તેના ચટ્ટેબત્તે દેશને લેખિતમાં ગેરંટી આપે કે સંવિધાન નહિ બદલે અને મુસલમાનોને આરક્ષણ ન આપે અને દેશના ભાગલા પડવાનું કામ નહિ કરે એટલું જ નહિ SC, ST, અને OBC નુ આરક્ષણ નહિ છીનવે . દેશ ના જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં વોટ બેંક ની ગંદી રાજનીતિ ન કરે અને OBC ના કોટા ઓછા કરીતે તેમાંથી મુસલમાનોને આરક્ષણ નહિ આપે .
અંતમાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યો નથી તમારા દર્શન કરવા આશીર્વાદ લેવા આવ્યો છું અને મારો ઉત્સાહ વધારવા આવ્યો છું
આપણો વિજય પાક્કો છે ગમે તેટલી ગરમી હોય પહેલું કામ મતદાન પછી જલપાન  .આ વખતે મતદાનનો જૂનો રેકોર્ડ તોડવા અને દરેક પોલિંગ બુથ જીતવા હાકલ કરીને આણંદ ખેડા લોકસભા અને ખંભાત વિધાનસભાના ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.