AnandToday
AnandToday
Tuesday, 30 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો.

૧૯૬૨ની પંચાયતની ચૂંટણીમાં એક મતના કારણે હારી જતા જીટોડિયાના રાયમુનભાઈનું  સરપંચ બનવાનુ સ્વપ્ન  દિવાસ્વપ્ન બન્યું

પોતાનો વોટ આપવાનો અધિકાર ગુમાવશો નહીં, મતની કિંમત કેટલી છે એ દરેક નાગરિકે ખ્યાલ રાખવો જોઈએ: વરિષ્ઠ મતદાર શ્રી રાયમુનભાઈ પરમાર

આણંદ, 
એક ચૂટકી સિંદુર કિ કિંમત તુમ ક્યા જાનો ......એક વોટ કી કિંમત તુમ કયાં જાનો...જી...હા ..પહેલી નજરે ફિલ્મી ઢબે લાગતા આ  વિધાન અક્ષરસહ:  આણંદ જિલ્લાના જીટોડિયાના રહેવાસી ૯૧ વર્ષના વરિષ્ઠ મતદાર શ્રી રાયમુનભાઈ હિરાભાઈ પરમારના જીવનમાં સાર્થક બન્યું  છે.

વાત છે ગુજરાત રાજ્ય જ્યારે બૃહ્દ મુંબઈમાંથી વર્ષ ૧૯૬૦માં છુટું પડ્યું તે વેળાની ચૂંટણી પંચાયત અસ્તિત્વમાં હતું.જેમાં પંચાયતના સભ્યો ચૂંટણીમાં મત આપીને  ગામડાઓના સરપંચની પસંદગી કરતાં હતા. 

આણંદના જીટોડિયા ગામનાં  સરપંચ બનવાના સ્વપ્નને સાકાર કરવા  માટે વર્ષ ૧૯૬૨ માં રાયમુનભાઈ પરમાર ચૂંટણી પંચાયતમાં ઉભા રહ્યા હતા. તેમણે પોતાને પણ આત્મવિશ્વાસ હતો કે તે વખતે તો જીટોડિયા ગામના સરપંચ બનશે જ. પરંતુ વિધિની વક્રતા તો કંઈક ઔર જ હતી.તેમણે હાથની લકીરો તો કંઈક ઓૈર જ બતાવતી હતી.

ચૂંટણી પંચાયતનું પરિણામ આવતા જ તેમના સરપંચ બનવાના સ્વપ્ન પણ દિવાસ્વપ્ન બનીને રહી ગયું.કારણ કે તેઓ માત્ર ને માત્ર એક મતથી ચૂંટણી પંચાયતમાં હારી ગયા.આમ, જીતોડિયા ગામના સરપંચ બનતા રહી ગયા હતા. 

આ તો થઈ રાયમુનભાઈ હિરાભાઈ પરમારના સંસ્મરણોની ઝાંખી..હવે તેમની વરિષ્ડ ઉંમરને લઈને મતદાન જાગૃતિના ભાગરૂપે તેમની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા  મુલાકાત લેવામાં આવી ત્યારે તેમણે જિલ્લાના મતદારોને સહપરિવાર મત આપવાનો સંદેશ આપ્યો છે.

જિલ્લા ચૂંટણી તંત્રના મતદાન જાગૃતિના પ્રયાસ અંતર્ગત શ્રી રાયમુનભાઈ જણાવે છે કે, " પોતાનો વોટ આપવનો અધિકાર ગુમાવશો નહીં, મતની કિંમત કેટલી છે એ દરેક નાગરીકે ખ્યાલ રાખવો જોઈએ, મત આપવાનું ચૂકશો નહી...મને ખબર છે કે તમારા મતની કેટલી કિંમત છે? માટે દરેક નાગરિકે સમય ફાળવીને અવશ્ય મતદાન કરવું જોઈએ અને હવે ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી જ રહ્યો છે તો તમામ યુવાઓ સહીતના મતદારોએ મતદાન કરવોની અપીલ પણ તેમણે કરી હતી.
-૦-૦-૦-