ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક રાજા રવિ વર્માનો કેરલના કિલિમનૂરમાં જન્મ (1847)
વર્ષ 1873માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું
રાજા રવિ વર્મા પહેલા એવા ચિત્રકાર હતા જેમણે હિંદુ દેવી-દેવતાઓના અને પુરાણોના પ્રસિદ્ધ પ્રસંગોને ચિત્ર દ્વારા પહેલીવાર દ્રશ્યમાન કર્યાં હતાં, દેવદેવીઓ અને પૌરાણિક પાત્રો કેવાં દેખાતાં હશે તેની કલ્પના રવિ વર્માએ કરી જે આજ સુધી જનમાનસમાં સ્થિર થયેલી છે
તેમણે તૈલચિત્રો તો કર્યાં જ, ઉપરાંત લિથોગ્રાફીથી પ્રિન્ટ પણ કાઢી જેનું ધૂમ વેચાણ થયું. આ બાબતે મુંબઈની અદાલતમાં તેમની સામે ખટલો મંડાયો કે દેવીદેવતાઓનું નગ્ન અવસ્થામાં ચિત્રણ કરીને તેમણે પ્રજાની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. 'બાલકૃષ્ણનું સ્તનપાન,' 'વિશ્વામિત્ર-મેનકા,' 'દ્રૌપદી વસ્ત્રાહરણ' જેવા પ્રસંગોનાં ચિત્રો કામોદ્દીપક હોવાનો આક્ષેપ કરાયો. રવિ વર્માએ વકીલ રોક્યા વગર અદાલતમાં પોતાનો બચાવ કર્યો. તેમણે નિવેદન કર્યું કે કૃષ્ણલીલાની કથાઓ થતી જ હોય છે, એમાં કશું અશ્લીલ નથી. વેરુળ અને અજંતા-ઇલોરાની ગુફાઓ લલિતકલાનું સર્વમાન્ય ઉદાહરણ છે. કોણાર્કના સૂર્યમંદિરમાં રતિવિષયક શિલ્પો કોતરાયાં છે. કલાક્ષેત્રને નૈતિકતાના માપદંડથી ન મૂલવાય. કલાકારને સૃષ્ટિ છે તેથી વધારે સુંદર, શાતાદાયક પોતાના સર્જનમાં નિરૂપવાનો અધિકાર છે. જે લોકોને જ્ઞાાતિપ્રથાને કારણે મંદિરપ્રવેશનો લાભ નહોતો મળતો તેમને મેં ચિત્રો દ્વારા દેવદર્શન સુલભ કરી આપ્યાં છે. અંતે રવિ વર્મા નિર્દોષ ઠર્યા હતા
* હિન્દી અને પ્રાદેશીક ભાષાની ફિલ્મોના ગાયિકા સ્વર્નલતા નો કેરાલા રાજ્યમાં જન્મ (1973)
*
* દૂરદર્શન દ્વારા નિર્મિત રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણ માં સીતાની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયાનો મુંબઈ ખાતે જન્મ (1965)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (17 ટેસ્ટ, 120 વનડે અને 27 ટી -20 રમનાર) આશિષ નહેરાનો દિલ્હી ખાતે જન્મ (1979)
તે 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતની ટીમનો ભાગ હતા
તે વનડેમાં બે 6 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય છે
* પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી અને અંગ્રેજી ફિલ્મોના અભિનેતા ઈરફાન પઠાણનું મુંબઈ ખાતે અવસાન (2020)
તેમની યાદગાર હિન્દી ફિલ્મોમાં સલામ બોમ્બે, મકબુલ, હાસિલ, લાઈફ ઈન અ મેટ્રો, પાનસીંગ તોમર, ધ લંચ બોક્સ, હૈદર, ગુન્ડે, પીકુ, હિન્દી મીડીયમ વગેરે છે
* પાકિસ્તાનમાં જન્મેલા અને ભારતમાં હિન્દી ફિલ્મ નિર્માતા, નિર્દેશક, લેખક કેદાર શર્માનું મુંબઈ ખાતે અવસાન (1999)
તેમની યાદગાર ફિલ્મોમાં નીલ કમલ, બાવરે નૈન, તુમ્હારી યાદ આયેગી, જોગન, ચિત્રલેખા, દેવદાસ વગેરે છે
* આધુનિક ભારતના ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનો દેહરાદૂન ખાતે જન્મ (1958)
*
* મરાઠી ફિલ્મોના અભિનેતા, નિર્માતા, નિર્દેશક, લેખક પ્રિયદર્શન જાધવનો કોલ્હાપુર ખાતે જન્મ (1980)
*
* ફ્રેન્ચ નૃત્યાંગના અને બેલે ડી'એક્શનના સર્જક બેલેમાસ્ટર જીન-જ્યોર્જ નોવેરેનો પેરિસ ખાતે જન્મ (1727)
તેમના જન્મદિવસને હવે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે
* વિશ્વ નૃત્ય દિવસ *
*
* અમિતાભ બચ્ચન (ટ્રિપલ રોલ), વહીદા રહેમાન, ઝીન્નત અમાન, પરવીન બાબી, અશોક કુમાર, અમઝદ ખાન, શક્તિ કપૂર, કાદર ખાન, અરુણા ઈરાની, સુજીત કુમાર, મુકરી અને ઉર્મિલા ભટ્ટ અભિનિત ફિલ્મ 'મહાન' રિલીઝ થઈ (1983)
ડિરેક્શન : એસ. રામનાથન
સંગીત : આર.ડી. બર્મન
'મહાન' ડો. રાજકુમાર અભિનિત હિટ કન્નડ ફિલ્મ 'શંકર ગુરુ' (1978)ની રિમેક હતી. હત્યાનો આરોપ લગાવ્યા બાદ અને અલગ-અલગ નામથી જીવ્યા બાદ ભાગી ગયેલા એક વ્યક્તિની ફિલ્મોની વાર્તા 'મહાન' પહેલાં 'તુમસા નહીં દેખા' (1957) અને 'સનમ તેરી કસમ' (1982)માં પણ જોવા મળી હતી.
ઝીનત અમાન અને પરવીન બાબીએ 'અશાંતિ' (1982) પછી 'મહાન' (1983)માં બીજી અને અંતિમ વખત સાથે અભિનય કર્યો હતો. 'મહાન' એ પરવીન બાબીની છેલ્લી રિલીઝમાંની એક છે કારણ કે વર્ષ 1983માં તે ભારત છોડીને અમેરિકા જતી રહી હતી
એસ.રામનાથને અગાઉ અમિતાભ બચ્ચનની પહેલી સફળ ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા' (1972)નું દિગ્દર્શન કર્યું હતું, જેમાં અરુણા ઈરાની નાયિકા તરીકે હતી. 11 વર્ષ બાદ રામનાથને 'મહાન' (1983)માં ફરીવાર અમિતાભ સાથે કામ કર્યું હતું.
અમિતાભ બચ્ચને 'મહાન'માં ટ્રિપલ રોલ કર્યો છે, જે આજ સુધી તેમનો એકમાત્ર ટ્રિપલ રોલ છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ નેપાળમાં થયું હતું. 'પ્યાર મેં દિલ પી માર દે ગોલી...' ગીત નેપાળના ભક્તપુર દરબાર સ્ક્વેર ખાતે શૂટ કરવામાં આવ્યું હતું. આ સ્મારક સ્થળ 2015માં આવેલા ભૂકંપ દરમિયાન નાશ પામ્યું હતું. 'પ્યાર મેં દિલ પે માર દે ગોલી...' ગીત નેપાળમાં ફિલ્માવાયું હતું. તેજ જગ્યાએ 9 વર્ષ પછી 1992ની 'ખુદાગવાહ' નું ગીત 'મેરે વતન મેં...' શૂટ કરવામાં આવ્યું હતું.
'મહાન' અમિતાભ બચ્ચન અને અમઝદ ખાને સાથે કરેલી અંતિમ ફિલ્મ છે. ઉપરાંત, અમિતાભ અને અશોક કુમાર પણ અંતિમ વખત 'મહાન' માં સાથે જોવા મળ્યા હતાં.
'મહાન'માં પિતા અમિતાભ બચ્ચન પોતાના અવાજમાં વહીદા રહેમાનને ફોન પર ગીત 'જીધર દેખું તેરી તસવીર નજર આતી હૈ...' ગાય છે. બાદમાં 20 વર્ષ પછી 'બાગબાન' (2003)માં હેમા માલિનીને અમિતાભ પોતાના અવાજમાં ફોન પર ગીત સંભળાવે છે.
>>>> આપણે “પરિશ્રમ એ જ પરમેશ્વર”ની સંસ્કૃતિમાં જીવી રહ્યા છે, જ્યાં દરેક માણસ તેના કામથી ઓળખાય છે; હું એડિટર, હું મંત્રી, હું શિક્ષક, હું વકીલ, હું ડોક્ટર વગેરે. આપણું આત્મસન્માન આપણા કામમાંથી આવે છે: “તને ખબર છે હું કોણ છું?” માણસ હોવાની આપણી અસલિયત પર આપણું કામ હાવી થઇ ગયું છે. મારી પાસે મોટું નામ છે અને દામ છે એટલે હું બીજા કરતાં બહેતર છું અથવા બીજા કરતાં વધુ સુખી છું એવું નથી. એડિટર અને વાજપેઈ સરકારમાં મંત્રી રહેલા અરુણ શૌરીને હમણાં એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે લોકો તમને કઈ રીતે યાદ રાખે? તો શૌરીએ કહ્યું હતું, “માત્ર (પુત્ર) આદિત્યના પિતા તરીકે. મને કશું હોવાનું ગૌરવ નથી. એમાં એક મહત્વની વાત શીખવા જેવી હતી કે 'we should not become our jobs.' વ્યવસાય એ વ્યક્તિત્વ નથી. પાણી ઓસરે એટલે બધી સાહેબી જતી રહે!
સંકલન : વિજય ઠક્કર (આણંદ)