આંણંદ ટુડે | આણંદ,
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અને ખંભાત મતવિસ્તારની પેટા ચૂંટણીને ધ્યાને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નોંધપાત્ર મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાગો તથા ૮૫ વર્ષથી વધુના મતદારોને ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે તેમના ઘરે જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આજે ખંભાત વિધાનસભા મતવિસ્તારોમાં આવેલ મિતલી,વડગામ, માલાસોની, જીણજ, કલમસર, ખડોધી,નાના કલોદરા,ખંભાત તથા ઉંદેલ ખાતે દિવ્યાંગ તથા ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૨૭ જેટલા મતદારોએ ઘેર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ તથા ૮૫ વર્ષથી વધુ ઉંમરના મતદારોના ઘરે જઈને મતદાન કુટીર ઊભી કરીને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.