બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી બબીતાનો મુંબઈ ખાતે જન્મ (1948)
તેમની યાદગાર ફિલ્મોમાં ફર્ઝ, હસીના માન જાયેગી, રાઝ, કિસ્મત, અંજાના, ડોલી, કલ આજ ઔર કલ વગેરે છે
તેમના લગ્ન અભિનેતા રણધીર કપૂર સાથે 1971માં થયા છે
તેમની બે દીકરીઓ કરિશ્મા અને કરીના પણ હિન્દી ફિલ્મ અભિનેત્રી છે
બબીતાના પિતા હરિ શિવદાસની અભિનેતા હતા
* ભારતીય શાસ્ત્રીય વાંસળીના પ્રણેતા તરીકે ઓળખાતા વાંસળીવાદક અને સંગીતકાર પંડિત પન્નાલાલ ઘોષ (અમલ જ્યોતિ ઘોષ)નું અવસાન (1960)
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સંગીતના વાદ્ય તરીકે વાંસળીને લોકપ્રિય બનાવવાનો શ્રેય અનેય છે
* જર્મન રાજકારણી એડોલ્ફ હિટલરનો ઑસ્ટ્રિયનમાં જન્મ (1889)
તે 1933 થી 1945માં તેમના મૃત્યુ સુધી જર્મનીના સરમુખત્યાર હતા, નાઝી પાર્ટીના નેતા તરીકે સત્તા પર આવ્યા, 1933માં ચાન્સેલર બન્યા અને પછી 193 માં ફ્યુહરર અંડ રીચસ્કાન્ઝલરનું બિરુદ ધારણ કર્યું
* પદ્મ ભૂષણ અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત ઉડિયા લેખક ગોપીનાથ મોહંતીનો કટક ખાતે જન્મ (1914)
તેમની નવલકથા, અમૃતરા સંતના માટે 1955માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારના તેઓ પ્રથમ વિજેતા છે
* પ્રથમ વિશ્વ યુદ્ધના પાઇલટ તરીકે યાદ કરવામાં આવતા સર એગબર્ટ 'બર્ટી' કેડબરીનો બ્રિટનમાં જન્મ (1893)
તેઓ બહુરાષ્ટ્રીય કન્ફેક્શનરી જાયન્ટ કેડબરીના મેનેજિંગ ડિરેક્ટર પણ હતા, અને તેમની ક્રિકેટ કારકિર્દી માટે ઉલ્લેખ જોવા મળે છે
* આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી (2014-19) અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા એન. ચંદ્રબાબુ નાયડુનો જન્મ (1950)
*
* અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડી (14 વનડે અને 12 ટી-20 રમનાર) નિસર્ગ પટેલનો ભારતમાં અમદાવાદ ખાતે જન્મ (1988)
*
* 42 વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની શરૂઆત કરવા પછી 47 વર્ષ 302 દિવસની વયે ટેસ્ટ પ્રવેશ કરનાર, બીજા સૌથી વૃદ્ધ ટેસ્ટ ડેબ્યુટન્ટ પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી - ઑફ-સ્પિનર (2 ટેસ્ટ રમનાર) મીરાન બખ્શનો જન્મ (1907)
આ અગાઉ માત્ર જેમ્સ સાઉથર્ટન (49 વર્ષ 119 દિવસ) પ્રથમ ટેસ્ટ રમ્યો ત્યારે તેની ઉંમર સૌથી વધુ હતી
* મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (2010-18) મુકુલ સંગમાનો જન્મ (1965)
*
* ક્લાસિકલ ભજન સાથે હિન્દી અને બંગાળી ફિલ્મોના ગાયિકા જુથિકા રોયનો જન્મ (1920)
*
* ઉર્દૂ શાયર અને હિન્દી ફિલ્મ ગીતકાર શકીલ બદાયુનીનું અવસાન (1970)
*
* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય લોક કલાકાર અને શાસ્ત્રીય ગાયક કોમલ કોઠારીનું અવસાન (2004)
*
* બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી અને મોડલ મમતા કુલકર્ણીનો મુંબઈ ખાતે જન્મ (1972)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં આશિક આવારા, વક્ત હમારા હૈ, ક્રાંતિવીર, કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, આંદોલન, બાઝી, ચાઇના ગેટ, અને છુપા રૂસ્તમ વગેરે છે
* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત બંગાળી અભિનેત્રી દેબોલીના દત્તનો કોલકાતા ખાતે જન્મ (1977)
*
* ટીવી અભિનેત્રી રતન રાજપૂતનો પટના ખાતે જન્મ (1987)
*
* સની દેઓલ, ડિમ્પલ કાપડિયા, રાજ કિરણ, સુપ્રિયા પાઠક, પ્રેમ ચોપરા, અનુપમ ખેર, પરેશ રાવલ અને અનુ કપૂર અભિનિત ફિલ્મ 'અર્જુન' રિલીઝ થઈ (1985)
ડિરેક્શન : રાહુલ રવૈલ
સંગીત : આર.ડી. બર્મન
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી- 1985 માં 'અર્જુન' ફિલ્મનું 'મમૈયા કેરો કેરો મામા...' (શૈલેન્દ્ર સિંહ) ગીત 15માં નંબર ઉપર રહ્યું હતું.
'અર્જુન'પરેશ રાવલની ડેબ્યુ - પ્રથમ ફિલ્મ છે. પરેશ રાવલને નિર્માતા કરીમ મોરાનીએ એક નાટકમાં જોયા પછી કાસ્ટ કરવામાં આવ્યો હતો. અનુપમ ખેર અને શફી ઈનામદાર પણ 'અર્જુન' સમયે નવોદિત હતા.
'અર્જુન'માં અમૃતા સિંહ કામ કરવાની હતી, જેનું સ્થાન ડિમ્પલ કાપડીયાએ લીધું હતું જ્યારે તેજ વર્ષે આવેલી મનમોહન દેસાઈની બ્લોકબસ્ટર ફિલ્મ 'મર્દ'માં ડિમ્પલ કામ કરવાની હતી, જેનું સ્થાન અમૃતા સિંહે લીધું હતું.
>>>> જગતમાં સદ અને અસદ ચાલ્યા જ કરે છે. આપણા સહુમાં એ બંને ભાવો મોજૂદ હોય છે. આપણા માટે જે સત્ય હોય ઘણીવાર અન્ય માટે એ નકામી ચીજ હોઇ શકે. પરસ્પર જો સમજણ હોય તો માણસ એકબીજાના અવગુણ ભુલી સંબંધો થકી છલકાઈ જતો હોય છે. જગતમાં અનેક ખરાબ બાબતો હશે. અહીં સ્વાર્થ છે. અંધકાર છે. ઝઘડા છે. યુધ્ધ છે. અનેક કાવાદાવાઓ અને કકળાટ પણ છે. આમછતાં અનેક જગ્યાએ વહેતી સારપની સરવાણીઓ આ બધી કલુષિતતને ધોઇ નાખે છે. જગતમાં હંમેશાં અસદ ઉપર સત્યનો વિજય થતો હોય છે. આરંભે એકધારી ગતિથી આગળ વધતું અસત્ય અધવચ્ચે જ થાકી જાય છે. સત્યની સવારી ધીમેથી નિકળે છે પણ એના મુકામ સુધી અવશ્ય પહોંચે છે. સત્યને ઉજાગર કરી જીવતા માણસો ઉપર જ દુનિયા ટકી રહી છે. સારપ છે એટલે જ કદાચ આ સંસાર છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)