AnandToday
AnandToday
Thursday, 18 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે એર બલુનના માધ્યમથી અપાયો સંદેશો

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી  દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણીના સંદર્ભે એર બલુન લોન્ચ  કરાયો

જિલ્લાના મતદારોને બલુન પર ‘‘આણંદ કરશે મતદાન : મતદાન તારીખ ૭, મે - ૨૦૨૪ ના મંગળવાર’’ નો સંદેશ અપાયો


આણંદ ટુડે | આણંદ
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જિલ્લાના મતદારો દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિના સંનિષ્ટ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા તથા પ્રોત્સાહન પુરૂ પાડવા કલેકટ કચેરીના બિલ્ડીંગ ઉપર ‘‘આણંદ કરશે મતદાન : મતદાન તારીખ ૭, મે-૨૦૨૪ના મંગળવાર’’ નો સંદેશ આપતો એર બલુન લોન્ચ કરવામાં આવ્યો છે. 

આ એર બલૂન લોન્ચીગ સમયે લોકશાહીના પર્વમાં અચૂક મતદાન કરવાના સંદેશ સાથેના ત્રિરંગી ફુગ્ગાઓ પણ આસમાનમાં છોડીને લોકશાહીના મહાપર્વમાં જિલ્લાવાસીઓને મતદાન થકી સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતા લાછુન તથા ચૂંટણી સાથે સંકળાયેલ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****