AnandToday
AnandToday
Wednesday, 17 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન ,અમિત ચાવડાએ જનસર્મથન સાથે ઉમેદવારી નોંધાવી

સ્વાભિમાન સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા અને ભવ્ય રોડ શો યોજાયો

આણંદ

આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આજે શક્તિ પ્રદર્શન સાથે નામાંકન પત્ર ભર્યું હતું . ઉમેદવારીપત્ર ભરતા પહેલા વહેલી સવારથી બોરસદ, અલારસા, ભેટાસી સુંદણ આણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થાનોએ પૂજન અર્ચન કરી ભગવાનના આર્શીવાદ મેળવ્યા હતા ત્યાર બાદ આણંદ વ્યાયામ શાળા ના  તળાવના કિનારે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જનમેદની ને સંબોધન કરીને જંગી મતોથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો

 આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પુર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને શ્વેત નગરી આણંદના સળગતા  પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી. 

આણંદ લોટીયા ભાગોળ તળાવ ખાતે યોજાયેલી સ્વાભિમાન સભા સંપન્ન થયા બાદ લોટીયા ભાગોળ બ્રિજ પાસે આવેલ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ ખાતેથી રેલીનો પ્રારંભ કરાયો હતો આ રેલી ગામડીવડ, સ્ટેશન રોડ થઈને રેલ્વે ગોદીએ આવી પહોંચી હતી. રેલીમાં જિલ્લાભરમાંથી આવી પહોંચેલા કોંગી કાર્યકરો જોડાયા હતા. ત્યારબાદ અમિત ચાવડા, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી સહિત અગ્રણીઓ જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા . જ્યાં અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.નામાંકનપત્ર ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આણંદ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .