આણંદ
આણંદ અક્ષરફાર્મમાં રામ નવમી અને સ્વામી નારાયણ જયંતિ ઉપક્રમે ૧૪ એપ્રિલ થી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી સંકીર્તન દ્વારા કથામૃતનો લાભ આપી રહ્યા છે. ચૈત્ર સુદ નવમીના દિવસે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રગટ્યા દિને ભગવાન ના અવતરણના વધામણા અંતર્ગત કથા લાભ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અયોધ્યામાં ૫૦૦ વર્ષ બાદ શ્રી રામ મંદિરમાં રામ લલ્લાની આરતી ઉતારવામાં આવી એનું આપણને સૌને ગૌરવ છે. ભગવાન પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા અને માયામાં ડૂબતા અનેક જીવોને ભવસાગર પાર ઉતારી અનંત જીવોનું કલ્યાણ કરે છે અને ધર્મનું સ્થાપન કરેછે. જે માટે ૨૪૩ વર્ષ પૂર્વે એટલે કે ઇ.સ. ૧૭૮૧માં ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા હતા અને એ સહજાનંદ સ્વામી મહારાજ - ભગવાન સ્વામીનારાયણ સૌ માટે સહજ બન્યા હતા.
આજે ચૈત્ર સુદ નવમીના દિવસે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના વધામણા થયા હતા એમનો અપાર મહિમા ને પાર પામી શકાતો નથી. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ સુરીલા કંઠે સંગીત વાદ્યોની સંગત સાથે ભગવાનના આગમનના એમની લીલાના પદો, તેમના પ્રસંગો નિરૂપીને કથાને વધુ રોચક બનાવી હતી. કથાના અંતમાં ઠાકોરજીને પારણામાં ઝુલાવી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. આજની કથા બાદ આણંદ મંદિરે પણ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય સમય રાત્રે ૧૦.૧૦ વાગ્યે આરતી કરવામાં આવી હતો. આજે સૌ સંતો, હરિભક્તોએ મોટી સંખ્યામાં નિર્જળા ઉપવાસ કરીને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. આવતી કાલે તા.૧૮ એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થનાર છે. આજની સભામાં એલિકોનના સી.એમ.ડી શ્રી પ્રાયશ્ચિન ભાઈ,ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, ઝાયડસના ડો.પ્રજ્ઞેશભાઈ ગોર, એસ.પી. યુનિના વાઇસ ચાન્સેલર, શ્રી નિરંજનભાઇ સહિત અનેક મહાનુભાવ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા.