આણંદ
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા આણંદના લોકપ્રિય સાસદશ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ) ને આગામી લોકસભાની ચૂંટણી માટે ઘર-ઘર સંપર્કના કારણે વ્યાપક સર્મથન મળી રહેલ છે. આજ રોજ તેઓનું ઉમેદવારી પત્ર રજુ કરવાના દિવસે યોજાયેલ “વિજય સંકલ્પ" રેલીમાં ગુજરાત રાજયના માનનીય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતીમાં વિશાળ જનમેદની વચ્ચે ભવ્યાતિભવ્ય સફળતા મળેલ છે. જેને સૌ સંતોના આર્શિવાદ પ્રાપ્ત થયેલ છે. આમ સૌના સાથ સહકાર તથા આર્શિવાદ, સંગઠનનું સામર્થ્ય તથા પ્રજાના અનુમોદનથી શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ) ફરી એક વખત જવલંત વિજય પ્રાપ્ત કરવા જઈ રહયા છે તેવો સ્પષ્ટ સંદેશ જોવાઈ રહયો છે.
આ સફળતાને સાંખી નહી શકનાર તત્વો દ્વારા સોશ્યલ મિડીયાના માધ્યમ ધ્વારા ખોટી ઓડિયો કિલપ બનાવી વહેતી કરી રહ્યા છે. આવી જ એક ઓડિયો કિલપ શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ) ના પી.એ. તથા ઓડના મુખીના નામના સંવાદની વાયરલ કરી છે. તે સદંતર ખોટી છે. શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ) ખુબ મિતભાષી અને સૌ સમાજને સાથે લઈ ચાલનારા વ્યકિત છે.તેઓ ધ્વારા આ બાબતનું ખંડન કરવામાં આવેલ છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સૌ સમાજની સમરસતા તોડવાનું હીન કૃત્ય કરનારા આવા તત્વોને ઉઘાડા પાડવા વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરશે. ભવિષ્યમાં આવા પ્રકારની ઉશ્કેરણી જનક કોઈ વિડિયો કે ઓડિયો કિલપ કે કોઈ પોસ્ટ અનિષ્ટ તત્વો ધ્વારા વાયરલ કરવામાં આવે તો તેની અવગણના કરવા અને તેને ધ્યાને નહી લેવા અનુરોધ કરેલ છે.