AnandToday
AnandToday
Tuesday, 16 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ

તા. 17 એપ્રિલ : 17 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

શ્રીલંકાના સૌથી મહાન ક્રિકેટ ખેલાડી મુથૈયા મુરલીધરનનો આજે જન્મદિવસ

ટેસ્ટમાં 800 વિકેટ અને વન-ડે ઈન્ટરનેશનલમાં 534 સાથે ત્રણ વર્લ્ડ કપ ફાઇનલ્સ રમવા સાથે શ્રીલંકાના સૌથી મહાન ક્રિકેટ ખેલાડી (133 ટેસ્ટ, 350 વન ડે અને 13 ટી-20 રમનાર) મુથૈયા મુરલીધરનનો જન્મ (1972)
તેમની દૂસરા બોલિંગની કાયદેસરતા પર મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા સત્તાવાર રીતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો 
એક ડઝનથી વધુ વર્ષો સુધી મુરલી શ્રીલંકાના સર્વવ્યાપક મેચ-વિનર રહ્યા .

* ભારત રત્નથી સન્માનિત દેશના બીજા રાષ્ટ્રપતિ 1962-67) અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-62) સર્વપલ્લી રાધાકૃષ્ણનનું ચેન્નઈ ખાતે અવસાન (1975)
તેમનો જન્મ દિવસ 5 સપ્ટેમ્બર, ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે

* અમેરિકન ફાઇનાન્સર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર જે. પી. મોર્ગનનો જન્મ (1837)
જેમણે સમગ્ર ગિલ્ડેડ યુગ દરમિયાન વોલ સ્ટ્રીટ પર કોર્પોરેટ ફાઇનાન્સ પર પ્રભુત્વ જમાવ્યું અને બેંકિંગ પેઢીના વડા તરીકે જેના વડા હતા તે આખરે જેપી મોર્ગન એન્ડ કંપની તરીકે જાણીતી બની, તે 19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઔદ્યોગિક એકત્રીકરણની લહેર પાછળનું પ્રેરક બળ હતું

* ભારતના ક્રિકેટ ખેલાડી (57 વન ડે અને એક માત્ર ટી-20 રમનાર) દિનેશ મોંગીયાનો ચંદીગઢ ખાતે જન્મ (1977)

* અંગ્રેજી બિલિયર્ડ્સના વ્યાવસાયિક ખેલાડી અને નોંધપાત્ર કલાપ્રેમી સ્નૂકર ખેલાડી ગીત સેઠીનો દિલ્હી ખાતે જન્મ (1961)

* ભારતના ક્રિકેટ ખેલાડી (4 વન ડે રમનાર) જતીન પરાજપઈનો મુંબઈ ખાતે જન્મ (1972)

* તેલુગુ ઉપરાંત કન્નડ, તમિલ, મલયાલમ અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી સૌંદર્યા (કે. સત્યનારાયણ સોમ્યા)નું બેંગલુરું ખાતે અવસાન (2004)

તેમનુ કન્નડ ફિલ્મ 'દ્વીપા' માટે નિર્માતા તરીકે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો

* હિન્દી ફિલ્મ ગીતકાર અને ઉર્દૂ શાયર આરઝૂ લખન્વીનું અવસાન (1951)

* ભારતના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) નૌમલ માખીજાણો પાકિસ્તાનમાં જન્મ (1904)

* બૉલીવુડ ફિલ્મોમાં સંગીતકાર મોન્ટી શર્માનો મુંબઈ ખાતે જન્મ (1970)
તેઓ ગીતો સાથે ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ ખુબ લોકપ્રિય છે 

* બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી નયના ગાંગુલી નો કોલકાતા ખાતે જન્મ (1994)

* ભારતીય ફિલ્મોના અભિનેતા, નિર્માતા, ગાયક સિદ્ધાર્થનો ચેન્નાઇ ખાતે જન્મ (1979)

>>>> મોટાભાગના લોકોને એ સમજાતું જ નથી કે કોઈક તેમની એનર્જીને ખાલી કરી રહ્યું છે. અંગ્રેજીમાં Energy vampires અથવા Emotional vampire શબ્દ છે; તેમને વેલિડેશન અને એટેન્શનની ભૂખ હોય. તમારે એ આપતા જ રહેવું પડે. તેમના માટે તેમની લાગણીઓ જ સર્વોપરી હોય. આત્મમુગ્ધ હોય. તેમની સમસ્યાઓમાં તેમને ખુદનો નહીં, બીજાઓનો જ દોષ દેખાય. પોતાને પીડિત તરીકે પેશ કરે. સકારાત્મક ટીકા પણ સહન ન કરે. તમારે તેમને નિયમિત પંપાળતા રહેવું પડે. સેલ્ફ અવેરનેસને નામે શૂન્ય હોય. તેમને એ સમજવાની તમા જ ન હોય કે તેમના અમુક વ્યવહારના કારણે જ લોકો અમુક રિએક્શન આપે છે. તેમની હાજરીમાં તમને ઉત્સાહ ન અનુભવાય, ઊંઘ આવે, થાક લાગે, મજા ન આવે. Emotional vampire લોકોને આ રીતે ઓળખી શકાય. If you want a great relationship, be an energy giver, not energy taker. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)