AnandToday
AnandToday
Monday, 15 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 16 એપ્રિલ : 16 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વર્લ્ડ વોઇસ ડે 

દર વર્ષે 16 એપ્રિલને વિશ્વ અવાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વર્ષ 1999 માં, બ્રાઝિલ દેશમાં રાષ્ટ્રીય અવાજ દિવસની ઉજવણી શરૂ થઈ. તે જ વર્ષે આર્જેન્ટિના, પોર્ટુગલ જેવા દેશોમાં રાષ્ટ્રીય સ્તરે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દાની ગંભીરતાને સમજીને, ડો. નેડિયો સ્ટીફનની અધ્યક્ષતામાં બ્રાઝિલિયન સોસાયટી ઓફ લેરીંગોલોજી એન્ડ વોઈસ, સૌપ્રથમ તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દ્વારા અવાજને અસર કરતા શરૂ કરવામાં આવી હતી. જે પછી, વર્ષ 2002 માં, અમેરિકન એકેડમી ઓફ ઓટોલેરીંગોલોજિસ્ટ-હેડ એન્ડ નેક સર્જરીએ દર વર્ષે 16 એપ્રિલને વિશ્વ અવાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. વિશ્વ અવાજ દિવસ ખાસ કરીને ઓટોલેરીંગોલોજિસ્ટ્સ-(માથા અને ગળાના સર્જનો), ચિકિત્સકો અને આરોગ્ય કાર્યકરો અને સમગ્ર વિશ્વમાં અવાજની તંદુરસ્તી જાળવવા માટે કામ કરતા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવે છે.


* ઉત્તર પ્રદેશ રાજ્યના ગવર્નર (2014-19) રહેલ ભાજપના આગેવાન રામ નાયકનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1934)

* હાલ પંજાબના ગવર્નર, આસામ તથા તામિલનાડુના ગવર્નર તરીકે સેવા આપનાર અને નાગપુરથી ત્રણ વખત સાંસદ રહેલ બનવારીલાલ પુરોહિતનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1940)

* મિસ યુનિવર્સ (2000) અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેત્રી લારા દત્તાનો ઉત્તર પ્રદેશના ગાઝીઆબાદ ખાતે જન્મ (1978)
તેમના લગ્ન ટેનિસ ખેલાડી મહેશ ભુપતી સાથે 2011માં થયા છે

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (103 ટેસ્ટ અને 283 વન ડે રમનાર) અને 12 ટેસ્ટ તથા 34 વન ડે માટે કપ્તાન રહેલ સલીમ મલિકનો જન્મ (1963)
તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીની અંતિમ ટેસ્ટ (ફેબ્રુઆરી 1999) અને અંતિમ વન ડે (જૂન 1999) ભારત સામે રમ્યા હતા
લાંચ લેવાના આરોપમાં ક્રિકેટમાંથી સસ્પેન્ડ થયા પહેલા મલિકે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાં પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું, જો કે તે નિર્દોષ જણાયો હતો અને તેણે તેની કારકિર્દી ચાલુ રાખવાની મંજૂરી આપાઈ હતી.
મલિકે જાન્યુઆરી 1999માં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી પરંતુ મે 2000માં ન્યાયમૂર્તિ કયામની પૂછપરછના પરિણામે તેના પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો 

* હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોના અભિનેત્રી પ્રિયા બેનરજીનો કેનેડામાં જન્મ (1990)

* બૉલીવુડ ફિલ્મોના ગાયક સિદ્ધાર્થ શંકર મહાદેવનનો જન્મ (1993)
તેમણે ગાયેલ ભાગ મિલખા ભાગ ફિલ્મનું 'ઝિંદા...' ગીત ખુબ લોકપ્રિય રહ્યુ છે 
તેમના પિતા શંકર મહાદેવન લોકપ્રિય ગાયક છે

* આધુનિક ભારતીય કલાના પ્રણેતા અને સંદર્ભિત આધુનિકતાવાદના મુખ્ય વ્યક્તિ નંદલાલ બોઝનું કોલકાતા ખાતે અવસાન (1966)
તેઓ પેઇન્ટિંગની "ભારતીય શૈલી" માટે ખુબ જાણીતા છે

* હિન્દી ફિલ્મ નિર્માતા નિર્દેશક શહીદ લતીફનું મુંબઈ ખાતે અવસાન (1966)
તેમની ફિલ્મો સાથે ગીતકાર કેફી આઝમી, દેવ આનંદ અને દિલીપકુમાર સહિત અનેક કલાકરોને પ્રથમ સફળ તક મળી હતી
તેમના લગ્ન કિસ્મત ચુગતાઈ સાથે થયા હતા

* ભારતમાં પેસેન્જર રેલ સેવાના આરંભ સાથે રેલવેના નવા યુગનો આરંભ (1853)
પ્રથમ ટ્રેન બોરી બંદર (મુંબઈ) અને થાને વચ્ચે ચાલી હતી


>>>> પેરેસાઈટ અથવા પરોપજીવી જીવો માટે ગુજરાતીમાં આપણે "લોહી પીવાવાળા" શબ્દ વપરાય છે, પણ જે લોકો આપણને ભાવનાત્મક રીતે સતત પરેશાન કરે અથવા થકવી નાખે તેમને આપણે "લોહી ના પીવો" એમ કહીએ છીએ. જે તમારી માનસિક અથવા ભાવનાત્મક ઉર્જાને ચૂસી લે તે. ઘણા લોકો એવા હોય છે જે તેમની આંતરિક સમસ્યાઓમાં તમને સતત એંગેજ રાખીને તમને ખાલી કરી નાખે. આવા લોકો નેગેટિવ હોય, દુઃખી હોય, ફરિયાદો જ કરતા હોય. ઘણા લોકો એવા હોય જે તમને ઉર્જાથી ભરી દે. તેઓ પોઝિટિવ હોય, ખુશમિજાજી હોય, સમસ્યાઓ સુલઝાવે તેવા હોય.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)