AnandToday
AnandToday
Saturday, 13 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 14 એપ્રિલ : 14 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના પ્રથમ કાયદામંત્રી અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર નો આજે જન્મદિવસ

ભારતના પ્રથમ કાયદામંત્રી અને 'બંધારણના ઘડવૈયા' ડૉ. બાબાસાહેબ આંબેડકર (ભીમરાવ રામજી આંબેડકર)નો જન્મ (1891)
તેઓ કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા
તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા

* તમિલનાડુના તિરુચુલીમાં જન્મેલા અર્વાચીન ભારતીય તત્વજ્ઞ ઋષિ રમણ મહર્ષિ (વેંકટરામન અય્યર)નું અવસાન (1950)
મહર્ષિએ પોતે કોઈ ગ્રંથ નથી લખ્યો પણ તેમનાં ઉપદેશવચનો, આધ્યાત્મિક વાર્તાલાપો, ગ્રન્થોના સ્વરૂપે ઘણાંએ સાચવ્યાં છે
રમણ મહર્ષિના તત્વજ્ઞાનમાં મુખ્યત્વે વેદાંતદર્શનનો અદ્વૈતસિદ્ધાન્ત જ છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. રમણ મહર્ષિ આત્માને ખરો ગુરુ માને છે. 

* ગુજરાતના 23માં ગવર્નર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી માર્ગરેટ આલ્વાનો મંગલુરું ખાતે જન્મ (1942)
તેમણે રાજસ્થાન, ઉત્તરાખંડ અને ગોવાના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે

* દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત હિન્દી અને બંગાળી ફિલ્મોના નિર્દેશક, સિનેમેટોગ્રાફર અને પટકથા લેખક નીતિન બોઝનું કોલકાતા ખાતે અવસાન (1983) 

* હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ પ્લેબૅક સિંગર શમસાદ બેગમણો પાકિસ્તાનમાં જન્મ (1919)
તેમણે ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ફિલ્મ ગીતો ગાયા છે 

* ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી (2007-12) જય નારાયણ વ્યાસનો જન્મ (1947)

* 'સરદારી બેગમ' માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત અભિનેત્રી અને ઝી ટીવીના અંતાક્ષરી શૉના હોસ્ટ અનુ કપૂરના સહાયક હોસ્ટ (1994-2001) રહેલ રાજસ્વરી સચદેવનો મુંબઈ ખાતે જન્મ (1974)
તેમણે અભિનેતા વરુણ વડોલા સાથે લગ્ન કર્યા છે

* ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અને અવકાશ આયોગના અધ્યક્ષ તરીકે સેવા આપનાર ભારતીય અવકાશ વૈજ્ઞાનિક કૈલાસવદિવૂ સિવાનનો કન્યાકુમારી ખાતે જન્મ (1957)
તેમણે અગાઉ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરના ડિરેક્ટર તરીકે સેવા આપી છે

* ભારતીય સિનેમાના પ્રણેતા કહેવાતા ગાયક અને અભિનેત્રી ખુર્શીદ બાનોનો પાકિસ્તાન ખાતે જન્મ (1914)
તેમણે ભારતમાં ત્રીસથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેની શરૂઆત લૈલા મજનુ સાથે કરી હતી
તેણીની કારકિર્દી 1930 અને 1940 ના દાયકામાં ચાલી હતી અને 1948માં પાકિસ્તાન સ્થળાંતર થઈ ગયા હતા 

* સરોદ વગાડવામાં તેમની સદ્ગુણીતા માટે જાણીતા અને મૈહર ઘરાનાના ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર અલી અકબર ખાનનો બાંગ્લાદેશમાં જન્મ (1922)
તેમના પિતા, અલ્લાઉદ્દીન ખાન દ્વારા શાસ્ત્રીય સંગીતકાર અને વાદ્યવાદક તરીકે પ્રશિક્ષિત થયા અને તેમણે અસંખ્ય શાસ્ત્રીય રાગો અને ફિલ્મ સ્કોર પણ રચ્યા

* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) ગોગુમલ કિસનચંદનો ચેન્નાઇ ખાતે જન્મ (1916) 

* બૉલીવુડ ફિલ્મોના ગાયક કુણાલ ગાંજાવાલાનો પુના ખાતે જન્મ (1972)
તેમની લોકપ્રિયતાનો આરંભ મર્ડર ફિલ્મના 'ભીગે હોઠ તેરે, પ્યાસા દિલ મેરા...' થી થયો છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (5 ટેસ્ટ રમનાર) ગોગુમલ કિસનચંદનો પાકિસ્તાનમાં જન્મ (1925) 

>>>> કોઈની પાસેથી એમના ક્ષેત્રના અનુભવોનો નીચોડ જાણવા માટે સવાલો પૂછવા જોઈએ. પ્રશ્નો પૂછવા એ કળા છે. જવાબની ક્વોલિટી પ્રશ્નની ક્વોલિટી પર નિર્ભર કરે છે. સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન એ છે જે ઉત્તર આપનારી વ્યક્તિને ગહેરાઇથી વિચારવા માટે મજબૂર કરે. "તમે ફલાણું પુસ્તક વાંચ્યું? અને "તમને ફલાણા પુસ્તકમાંથી પાંચ મહત્વની બાબત કઈ લાગી?" એ બંને પ્રશ્ન વચ્ચે આભ-જમીનનો ફરક છે. પ્રશ્નનો આધાર આપણી જિજ્ઞાસાની ગહેરાઇ પર નિર્ભર કરે છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)