આણંદ ટુડે | આણંદ
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે .વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ને જોરશોરથી વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે .જે અંતર્ગત ગુજરાતની આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલને બોરસદ વિધાનસભા મત વિસ્તારના કઠોલ, દહેવાણ ,કાલુ અને કાંધરોટી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે બોરસદ પંથકના ગ્રામ્ય વિસ્તારના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. જે દરમિયાન તેઓને વ્યાપક જનસમર્થન મળ્યું છે. પોતાના મિત્રો, સમર્થકો અને કાર્યકરો સાથે કરાઇ રહેલા આ પ્રચાર અભિયાન દરમિયાન મિતેષભાઈ પટેલને ઠેર ઠેર નાગરીકો અને વિવિધ સમાજો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો તેમને મત આપીને જંગી બહુમતીથી આણંદ લોકસભા બેઠક પર ફરીથી વિજય બનાવવા માટે ખાતરી આપી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ આણંદ લોકસભા બેઠક પર મિતેષભાઇ પટેલને રીપીટ કર્યા છે તેમણે આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવ્યો છે . તેઓ સમર્થકો અને કાર્યકરો સાથે બોરસદ તાલુકામાં તમામ વિસ્તારોમાં લોકોને મળ્યા હતા .ડોર ટુ ડોર જન સંપર્ક સાધ્યો હતો અને ગ્રામજનોને મોદી સરકારની અવિરત વિકાસ ગાથા થી માહિતગાર કર્યા હતા .અને લોકસભા ચૂંટણીમાં ભાજપનું કમળ ખિલવવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર દેશનું સુકાન સોંપવા મોદી પરિવારને આહવાન કર્યુ હતું .ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલે રહા ની કેટલી હોય કે પાન બીડીનો ગલ્લો, નાની મોટી દુકાનો અને શોરૂમ ઉપરાંત રસ્તેથી આવતા જતા અને મકાન કે ચોતરા આગળ ઉભેલા અને બેઠેલા અબાલવૃદ્ધ સૌને તેમજ કારચાલક, એકટીવા ચાલક હોય કે સાયકલ સવાર ને પણ પ્રેમથી મળ્યા હતા. એટલું જ નહીં વડીલોના પણ આશીર્વાદ મેળવ્યા હતા અને અને આણંદ લોકસભા બેઠકના સર્વાંગી વિકાસ માટે તેમના કીંમતી મતની માંગણી કરી હતી ત્યારે તેમને દરેક વિસ્તારમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ તેમને મત આપીને જંગી બહુમતીથી આણંદ લોકસભા બેઠક પર ફરીવાર વિજય બનાવવા માટે ખાતરી આપી હતી. ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલે પણ જિલ્લાનો સર્વાંગી વિકાસ કરી પ્રજાલક્ષી કામોને વિશેષ પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી.
બોરસદ તાલુકામાં પ્રચાર દરમિયાન મળેલા વ્યાપક જનસમર્થનને જોતા ભાજપના ઉમેદવાર મિતેશભાઇ પટેલ ની જીત બીજી વખત નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે.
બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મિતેષભાઇ પટેલે હાથ ધરેલ પ્રચાર અભિયાન દરમિયાન તેમની સાથે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય રમણભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, વિરસદ ગામના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ, અશોકભાઈ માહિડા, યુવા મોરચા પ્રમુખ ધર્મેશભાઈ, કિસાન મોરચા મંત્રી કમલેશભાઈ, પૂર્વ મહામંત્રી ભીખાભાઇ પઢિયાર, સિસ્વા ગામના આગેવાન હિતેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, તાલુકા પંચાયતના સભ્ય કીર્તિસિંહ, મહેશભાઈ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.