AnandToday
AnandToday
Monday, 08 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 09 એપ્રિલ : 09 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હિન્દી ફિલ્મોના અભિનેત્રી અને રાજકીય નેતા જ્યાં બચ્ચનનો આજે જન્મદિવસ

નવ વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોના અભિનેત્રી અને વર્ષ 2004થી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સભ્ય જયા બચ્ચનનો જબલપુર ખાતે જન્મ (1948)
તેમની યાદગાર ફિલ્મોમાં જંજીર, ગુડ્ડી, શોલે, અભિમાન, ઉપહાર, ચુપકે ચુપકે, મિલી, નૌકર, બાવર્ચી, પરિચય, શોર, કભી ખુશી કભી ગમ, કલ હો ન હો, સિલસિલા વગેરે છે 
તેમના લગ્ન 1973મા અમિતાભ બચ્ચન સાથે થયા છે
તેમનો દીકરો અભિષેક બચ્ચન ફિલ્મ અભિનેતા છે

* ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા શ્રીમદ્ રાજચંદ્રનું ૩૩ વર્ષની વયે અવસાન (1901)
તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે 
તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા
૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું.
૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં

* કેન્યાની ટીમના ક્રિકેટ ખેલાડી (63 વન ડે અને 25 ટી- 20 રમનાર) હિરેન વરિયાનો મુંબઈ ખાતે જન્મ (1984)

* ગુજરાતની ક્રિકેટ ટીમના ખેલાડી, જમણા હાથનો બેટ્સમેન અને મધ્યમ-ગતિના બોલર પ્રિયંક પંચાલનો અમદાવાદ ખાતે જન્મ (1990)

* ભારતીય શાસ્ત્રીય સરોદ વાદક અને સંગીત વિદ્વાન શરણ રાનીનો દિલ્હી ખાતે જન્મ (1929)
15મીથી 19મી સદી સુધીના 379 સંગીતનાં સાધનોનો તેમનો ખાનગી સંગ્રહ, હવે નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે "શરણ રાની બકલીવાલ ગેલેરી ઓફ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ" નો ભાગ છે

* હિન્દી ફિલ્મોના નિર્માતા નિર્દેશક શક્તિ સામન્તાનું મુંબઈ ખાતે અવસાન (2009)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં આરાધના, અમર પ્રેમ, કટી પતંગ, અમાનુષ, કશ્મીર કી કલી, એન ઇવનિંગ ઈન પેરિસ, હાવડા બ્રિજ વગેરે છે 

* એક્સિસ બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ અને સામાજિક કાર્યકર અમૃતા ફડનવીસનો નાગપુર ખાતે જન્મ (1979)
તેમના લગ્ન 2005મા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલ દેવેન્દ્ર ફડનવીસ સાથે થયા છે

* બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી સ્વરા ભાસ્કરનો દિલ્હી ખાતે જન્મ (1988)
તેમની લોકપ્રિય ફિલ્મોમાં તનુ વેડ્સ મનુ, પ્રેમ રતન ધન પાયો, ચિલ્લર પાર્ટી, ગુઝારિશ, મન્ટો વગેરે છે 

* ટીવી અભિનેત્રી અનિતા કંવલનો લખનૌ ખાતે જન્મ (1954)

* અન્ના હજારે એ લોકપાલ મુદ્દે કરેલ ઉપવાસ આંદોલન સમાપ્ત કર્યું (2011)

* પ્રથમ ગુજરાતી ફિલ્મ 'નરસિહ મહેતા' રજૂ થઇ (1932)

>>>> આપણે જ્યારથી સમજણા થઈએ છીએ, ત્યારથી એક મોહરુ પહેરતા થઈએ છીએ. એ આપણી આઇડેન્ટિટી બની જાય છે. આપણે તેને ઉતારતા નથી. આપણે સૌ એકટર બની અસલમાં જે છીએ તે એક્ટિંગ નીચે છુપાવી રાખીએ છીએ. અમેરિકન ફોટોગ્રાફર ફિલિપ હાલ્સમેન, સેલિબ્રિટી લોકો કૂદકા ભરતા હોય તેવા ફોટા લેવા માટે જાણીતા છે. 40 અને 50ના દાયકામાં સક્રિય ફિલિપે તેના કેમેરા સામે જે લોકોને કૂદકા મરાવ્યા હતા. આવી ફોટોગ્રાફીનો શોખ કેમ? ફિલિપે તેનું ગહન કારણ આપ્યું હતું: "તમે કોઈ વ્યક્તિને કૂદકો મારવાનો કહો, ત્યારે તેનું સમગ્ર ધ્યાન કૂદકો ભરવામાં હોય અને તે વખતે તેના ચહેરા પરનું મોહરું સરકી જાય અને અસલી વ્યક્તિ દેખાય."

સંકલન : વિજય ઠક્કર (આણંદ)