AnandToday
AnandToday
Friday, 05 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 06 એપ્રિલ : 06 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતીય જનતા પાર્ટી નો આજે સ્થાપના દિવસ

ભારત દેશના રાજકીય ઈતિહાસમાં 6 એપ્રિલ ના દિવસનું વિશેષ મહત્વ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની સ્થાપના આ દિવસે 1980 માં થઈ હતી. આ નવા પક્ષનો જન્મ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી એ સ્થાપેલા ભારતીય જનસંઘમાંથી થયો હતો. 1977માં ઇમરજન્સીની ઘોષણા પછી, જનસંઘ અન્ય ઘણા પક્ષો સાથે ભળી ગયો અને જનતા પાર્ટીનો ઉદય થયો. પાર્ટીએ 1977ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને 1980માં જનતા પાર્ટીનું વિસર્જન કરીને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં આવ્યો.

ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારબાદ ગુજરાતના નરેન્દ્ર મોદી રાજકીય ફલક પર ઉભરીને આવ્યા, ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યાર બાદ દેશના વડાપ્રધાન  પછી ભાજપનો એજન્ડા વિકાસ બની ગયો અને ગુજરાત મોડલ અને ભારત દેશ  દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું . 

* ભારતના ક્રિકેટ ખેલાડી (116 ટેસ્ટ અને 129 વન ડે રમનાર) દિલીપ વેંગસરકરનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1956)
તે સમયે તેની પાસે ગાવસ્કર પછી ભારત માટે ટેસ્ટ (116), રન (6,868), અને સદી (17)નો બીજો સૌથી વધુ રેકોર્ડ હતો 
વિકેટ પર, વેંગસરકર તરત જ ઓળખી શકાય તેવા હતા. તે મહાન ભારતીય બેટ્સમેનોમાં સૌથી ઉંચા હતા એટલું જ નહીં, દરેક બોલનો સામનો કરતા પહેલા તેની એક સ્થાપિત દિનચર્યા હતી
80'ના દાયકામાં, તે નિર્વિવાદપણે ભારતના મુખ્ય બેટ્સમેન હતા અને તે 16 વર્ષ સુધી ટીમમાં નિયમિત હતા 

* સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત ઉર્દૂ શાયર જીગર મુરાદબાદીનો જન્મ (1890)

* હિન્દી અને બંગાળી ફિલ્મોના સફળ અભિનેત્રી સૂચિત્ર સેનનો બાંગ્લાદેશ ખાતે જન્મ (1931)
તેમની યાદગાર હિન્દી ફિલ્મ આંધી છે

* ભાજપના એક સમયના આગેવાન નેતા સંજય જોશીનો નાગપુર ખાતે જન્મ (1962)

* બૉલીવુડ ફિલ્મોના અભિનેતા અને નિર્માતા સંજય સુરીનો શ્રીનગર ખાતે જન્મ (1971)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સ્પીડ, ફિરાક, હિન્દી મીડીયમ, ઝન્કાર બીટ, રાઝી વગેરે છે 

* નીઓપોલીટન પીઝા કંપનીના ચેરમેન અને એમડી મુકુંદ પુરોહિતનો જન્મ (1971)
તેઓ ભારત અને કેનેડા વચ્ચેના સબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે 

* સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત નાટ્યકાર અને સાહિત્યકાર ચં. ચી. મહેતા (ચંદ્રવદન મહેતા)નો સુરત ખાતે જન્મ (1901)

* અમેરિકામાં સ્થાઈ ગુજરાતી કવિયત્રી મનીષા જોશીનો ગુજરાતના માંડવી ખાતે જન્મ (1971)

* ગુજરાતના મહિલા રાજકીય આગેવાન રેશ્મા પટેલનો ઉપલેટા ખાતે જન્મ (1985)

* દાંડી યાત્રાનું સમાપન થયું (1930)
તે સંસ્થાનવાદી ભારતમાં અહિંસક સવિનય આજ્ઞાભંગના કાર્યનું નેતૃત્વ મોહનદાસ કરમચંદ ગાંધીએ કર્યું હતું

* ભારતીય જનતા પાર્ટીની સ્થાપના (1980)

>>>> લોકપ્રિયતા વિકૃતિ છે, પ્રકૃતિ નહીં. એ માણસને બેઇમાન બનાવી દે છે. માણસ જન્મે છે ત્યારથી એની મથામણ જીવનને અર્થપૂર્ણ બનાવવાની હોય છે. ઘણા લોકો શોહરતને જીવનનો અર્થ ગણી લે છે. એ એકલતા અને અલગાવ લાવે છે. એ તમને જીવનની વાસ્તવિકતાથી દુર લઈ જાય છે. લોકપ્રિયતા ફર્જી આત્મગૌરવ આપે છે, જે નશાની જેમ ઉતરી પણ જાય છે. મોટાભાગના લોકપ્રિય લોકોનું જીવન હવા ભરેલા ફુગ્ગા જેવું નકલી અને બરડ હોય છે. તમે આંગળી ખોસીને હવા કાઢી શકો. લોકપ્રિય લોકોને તેમના જેવા જ ફર્જી ચાહકોની વાહવાહીની અને એટેન્શનની, ડ્રગ્સની જેમ, લત પડી ગઈ હોય છે. ચાહકોને પણ તમે ફેમસ છો એટલે તમારામાં રસ પડે છે. તમે અસલમાં કોણ છો એ ન તો તેમને ખબર છે કે ન તો એ જાણવાની તમાન્ના. નકલી વાહવાહીના કારણે જ લોકપ્રિય લોકો છેવટે ટોક્સિક બની જાય છે ને તેમનાથી ટીકા કે ઉપેક્ષા સહન નથી થતી. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)