આણંદ
ભારતીય પત્રકાર સંઘ (AIJ) આણંદ જીલ્લાના પત્રકારોની બેઠક શુકવારના રોજ આણંદ ખાતે મળી હતી .
ભારતીય પત્રકાર સંઘ (AIJ) ના રાષ્ટ્રીય સંગઠન સચીવ વિનોદભાઈ સોલંકી, રાષ્ટ્રીય મંત્રી હિતેશભાઈ ભટ્ટ અને આણંદ જિલ્લા પ્રમુખ જગદીશભાઈ ભોઈ ઉર્ફે જીટોડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં આણંદ જિલ્લામાં પત્રકાર સંઘની કારોબારીની રચના અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી .અને ટૂંક સમયમાં જ જિલ્લા અને તાલુકા કક્ષાએ પત્રકાર સંઘની રચના કરીને પ્રમુખ મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂંક કરવાનું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું
આ બેઠકમાં આગામી દિવસોમાં આણંદ જિલ્લા પત્રકાર સંઘના સ્નેહ મિલન સભારંભના આયોજન ને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી .અને આગામી દિવસમાં પત્રકાર સંઘનું સ્નેહ મિલન યોજવાનું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું
આણંદ ખાતે મળેલી પત્રકાર સંઘની આ બેઠકમાં અમિત કુમાર શર્મા (તંત્રી દિવ્ય સંસ્કાર દૈનિક ), દલસુખભાઈ પ્રજાપતિ (તંત્રી ચરોતર બંધુ ), ધવલભાઇ ઉપાધ્યાય ( વિશેષ પ્રતિનિધિ આણંદ ટુડે ),જયંતીભાઈ પટેલ ( સહ તંત્રી ગુજરાતનો ધબકાર )અને ટીકુભાઈ મહેતા સહિતનાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા .
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય પત્રકાર સંઘ (AIJ) રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ ભાઈ સોનવણે અને રાષ્ટ્રીય સંગઠન સચીવ વિનોદભાઈ સોલંકીની સુચના તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ ભરૂચી અને રાષ્ટ્રીય મંત્રી હિતેશભાઈ ભટ્ટ સહિતની ટીમ દ્વારા પત્રકારોના હિત માટે પત્રકાર સંઘની રચના કરવામાં આવી છે.અને અગામી દિવસમાં પત્રકારોનું આ સંગઠન વધુ ને વધુ મજબૂત બને તેવા પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે .