નેશનલ મેરીટાઇમ ડે એટલે કે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની વર્ષ 1964માં પહેલીવાર ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસ 5 એપ્રિલ, 1919ના રોજ મુંબઈથી લંડન સુધીની પ્રથમ ભારતીય વેપારી જહાજ ‘એસ એસ લૉયલ્ટી’ની પ્રથમ સફરના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય દરિયાઈ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય ભારતીય અર્થતંત્રના વિકાસમાં દરિયાઈ વેપારના યોગદાન અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતના વ્યૂહાત્મક સ્થાનના મહત્વની પ્રશંસા કરવાનો છે.
* જોડિયા ભાઈઓ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે રમવા આવ્યાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ અને માર્ક વો એ બનાવ્યો (1991)
આ અગાઉ 1984માં બે બહેનો એલિઝાબેથ અને રોઝમેરી સિગ્નલએ મહિલા ટેસ્ટમાં સાથે રમ્યા હતા
* ભારતીય શાસ્ત્રીય નૃત્ય ઘાતાક, સંશોધન નિરીક્ષક અને સાંસ્કૃતિક દુભાષિયા ડૉ. મેથિલ દેવિકાનો કેરાલા રાજ્યમાં જન્મ (1972)
તેમને મોહિનીઅટ્ટમમાં ટ્રેઇલ-બ્લેઝર તરીકે ઓળખવામાં આવે છે જે ઘણીવાર સુસ્ત નૃત્ય સ્વરૂપને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે આભારી છે
* ગુજરાતી લેખક અને ભાષાશાસ્ત્રી ઉર્મિ ઘનશ્યામભાઈ દેસાઈનો મુંબઈ ખાતે જન્મ (1938)
તેમના વિવેચનાત્મક કાર્ય 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' માટે તેણીને 2017માં સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો
* ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ડેબ્યુ કરનાર સૌથી વયોવૃદ્ધ ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) રૂસ્તમજી જમશેદજીનું અવસાન (1976)
*
* સંખ્યા સિદ્ધાંતમાં વિશેષતા ધરાવતા ભારતીય ગણિતશાસ્ત્રી સુબ્બય શિવશંકરનારાયણ પિલ્લઈનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1901)
કે.એસ. ચંદ્રશેખરન દ્વારા 1950માં વારિંગની સમસ્યામાં પિલ્લઈના યોગદાનને "લગભગ ચોક્કસપણે તેમનું શ્રેષ્ઠ કાર્ય અને રામાનુજન પછી ભારતીય ગણિતમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધિઓમાંની એક" તરીકે વર્ણવવામાં આવ્યું છે
* ભારતીય સમાજ સુધારક અને સંસ્કૃત વિદ્વાન અને સરસ્વતી તરીકે પંડિતાની ઉપાધિઓ પ્રાપ્ત કરનાર તે પ્રથમ મહિલા પંડિતા રમાબાઈ સરસ્વતીનું મુંબઈ ખાતે અવસાન (1922)
*
* રાજકીય આગેવાન (બાબુ) જગજીવન રામનો બિહાર રાજ્યમાં જન્મ (1908)
*
* ગુજરાતી કવિ, વાર્તાકાર અને વિવેચક નલીનરરાવનનું અવસાન (2021)
તેઓ કવિશ્વર દલપતરામ પુરસ્કાર (૨૦૧૦), નરસિંહ મહેતા પુરસ્કાર (૨૦૧૩) અને રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૧૩)થી સન્માનિત થયા છે
* બંગાળી લેખિકા લીલા મજમુદારનું કોલકત્તા ખાતે અવસાન (2007)
*
* એક સમયે સૌથી વધુ રકમ લેનાર અભિનેત્રી બનેલ દિવ્યા ભારતીનું મુંબઈ ખાતે અવસાન (1993)
તેમણે ખુબ નાની વયે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ખુબ સન્માન પ્રાપ્ત કર્યું હતું
તેમના મૃત્યુના એક વર્ષ અગાઉ નિર્માતા સાજીદ નડિયાળવાલા સાથે દિવ્યાના લગ્ન થયા હતા
* હિન્દી પૉપ અને ફિલ્મ ગીતોના ગાયિકા સુનિતા રાવનો જર્મનીમાં જન્મ (1967)
તેમનું ગાયેલ પરી હું મૈ... ગીત ખુબ લોકપ્રિય છે
* હિન્દી ફિલ્મોના અભિનેતા તેજ સ્પ્રુનો મુંબઈ ખાતે જન્મ (1955)
તેમના માતા - પિતા પણ હિન્દી ફિલ્મોના એક્ટર હતા
* હિન્દી ટીવી અભિનેત્રી આરતી સિંઘ (આરતી શર્મા) નો મુંબઈ ખાતે જન્મ (1985)
*
>>>> મનની ગુલામી શરીરની ગુલામી કરતાં બદતર હોય છે, કારણ કે શરીરની ઝંજીરો તો જોઈ શકાય છે, પણ મનની સાંકળો તો આપણે જ બાંધેલી હોય છે, એટલે આપણને એ ગુલામીનો અહેસાસ સુદ્ધાં નથી હોતો. સાદી ભાષામાં કહીએ તો, માનસિક ગુલામી એટલે આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ, આપણા તરંગો જ્યારે ડહાપણ, વિવેકબુદ્ધિ, નૈતિકતા અને મૂલ્યો પર હાવી થઈ જાય અને આપણે બેબસ થઈ જઈએ... આપણું મન જ્યારે આપણી સીમા બની જાય અને આપણે એ સીમાને તાબે થઈને જીવવા લાગીએ ત્યારે આપણે માનસિક ગુલામીમાં જીવીએ છીએ તેમ કહેવાય. માનસિક ગુલામી એટલે જેણે બીજા માણસ કે સમુદાયની માન્યતાઓ અને ઈચ્છાઓને પોતાની કરી લીધી છે તે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)