AnandToday
AnandToday
Friday, 29 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 30 માર્ચ : 30 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય ગાયક પ્રફુલ દવેનો આજે જન્મદિવસ 

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય ગાયક પ્રફુલ દવેનો અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે જન્મ (1951)
તેમના લગ્ન બેજોડ ગુજરાતી ગાયિકા ભરતીબેન કુચાલા સાથે થયા છે 

* પાકિસ્તાનમાં જન્મેલ અને બૉલીવુડ ફિલ્મોના ગીતકાર આનંદ બક્ષીનું મુંબઈ ખાતે અવસાન (2002)
તેઓ શ્રેષ્ઠ ગીતકાર તરીકે 40 વખત નોમિનીટ થયા અને તે પૈકી ચાર વખત તેમનું ફિલ્મફેર એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું છે
તેમણે 1958માં પ્રથમ ભલા આદમી ફિલ્મ માટે ગીતો લખ્યા અને પહેલી સફળતા 1962ની મહેંદી લગી મેરે હાથ સાથે મળી
1965માં હિમાલય કી ગોદમેં ફિલ્મથી મળેલી સફળતા બાદ તેઓ આજ સુધી લોકપ્રિય રહ્યા છે
તેમની યાદગાર ફિલ્મોમાં જબ જબ ફૂલ ખીલે, મિલન, મોમ કી ગુડિયા, શોલે, ચરસ, હરે રામા હરે ક્રિષ્ન, બોબી, આરાધના, નાગિન, મોહબત્તે, ગદર, મોહરા, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે વગેરે છે

* ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગનો નેધરલેન્ડ (હોલેંડ) ખાતે જન્મ (૧૮૫૩)
પાછલા ૧૦ વર્ષમાં વિન્સેન્ટે ૨૧૦૦ ચિત્રો કર્યાં હતાં- એમાંથી ૮૬૦ તૈલચિત્રો હતાં
વાન ગોગની વિશેષતા હતી કે તેમણે જોયેલું ન ચીતર્યું, પણ અનુભવેલું ચીતર્યું અને મૃત્યુ પછી તેના એક એક ચિત્રના ૧૦ કરોડ ડોલર પણ ઊપજ્યા
તેમનું જીવન આલેખતી નવલકથા ‘લસ્ટ ફોર લાઇફ’ (૧૯૩૪) અરવિન્ગ સ્ટોને લખી છે, જેના પરથી બનેલી ફિલ્મને ૧૯૫૬નો ઓસ્કાર એવોર્ડ મળ્યો
તેમની ‘લસ્ટ ફોર લાઇફ’ નવલકથાનો ગુજરાતી અનુવાદ વિનોદ મેઘાણીએ 'સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી કર્યો છે

* ભારતના મહાન ક્રાંતિકારી અને સમાજસેવક શ્યામજી કૃષ્ણ વર્માનું સ્વિઝરલેન્ડ ખાતે અવસાન (1930) 

* ભારતમાં તેમના સમયના સૌથી લોકપ્રિય અને વધુ ઇચ્છિત ચિત્રકારોમાંના એક રહેલ ચિત્રકાર એસ. એન. પંડિતનું અવસાન (1993)
તેમના ચિત્રો ખાસ કરીને સમકાલીન નેટ-પરંપરાગત બંગાળ પુનરજીવન અને અન્ય ભારતીય આધુનિક કલા ચળવળોથી વિપરીત વાસ્તવિકતાની શાળામાં શ્રેષ્ઠ રહ્યા.

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના આગેવાન રાજીવ પ્રતાપ રૂડીનો બિહારના પટના ખાતે જન્મ (1962)

* પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોના પ્રથમ અભિનેત્રી તરીકેની ઓળખ અને બહુમાન મેળવનાર દેવિકા રાનીનો આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે જન્મ (1902)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીસીસીઆઇના ચેરમેન રહેલા (1982-85) એન. કે. પી. સાલ્વે (નરેન્દ્ર કુમાર પ્રસાદરાવ સાલ્વે)નું દિલ્હી ખાતે અવસાન (2012)

* હિન્દી લેખક, પત્રકાર અને સ્ક્રિપ્ટ રાઈટર મનોહર શ્યામ જોશીનું અવસાન (2006)
જેઓ ભારતીય ટેલિવિઝન સોપ ઓપેરા માટેના લેખન માટે જાણીતા છે, જેમાંના કેટલાકમાં 'હમ લોગ', 'બુનિયાદ', 'કાકાજી કહીં'નો સમાવેશ થાય છે

* ભારતીય ફિલ્મકાર સત્યજીત રેનુ ઓસ્કાર લાઈફ લાઈફ ટાઈમ ઇચીવમેન્ટ એવૉર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું (1992)
લગભગ 37 જેટલી ફિલ્મો બનાવનાર સત્યજીત રે ને 1992માં ભારત રત્ન સન્માન અને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
તેમનો જન્મ 2-5-1921એ થયો અને અવસાન 29-4-92એ થયું

* ભારતીય લેખક અને કાર્ટૂનિસ્ટ ઓટ્ટુપુલાકલ વેલુકુટી વિજયનનું અવસાન (2005) 
તેઓ મલયાલમ ભાષાના મહત્ત્વના સાહિત્યકાર હતા

* બૉલીવુડ ફિલ્મોના ગાયિકા પલક મુચ્છલનો મધ્ય પ્રદેશના રતલામ ખાતે જન્મ (1992)

* બૉલીવુડ ફિલ્મોના નિર્દેશક, નિર્માતા નાગેશ કૂકનુર નો હૈદરાબાદ ખાતે જન્મ (1967)

* અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન પર ગોળીબાર કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા (1981)

* વડાપ્રધાન દેવેગૌડાની સરકારને કોંગ્રેસએ આપેલ ટેકો પાછો ખેંચવાનું જાહેર કર્યું (1997)

* રાજસ્થાન રાજ્યની સ્થાપના *

>>>> આપણી તકલીફ શિસ્તની ગેરહાજરીની હોય છે. દુનિયામાં એકપણ વ્યક્તિ એવી નથી, જેનામાં કોઇ સંભાવના કે કોઈ ક્ષમતા ન હોય, પરંતુ તેમાંથી અમુક જ લોકો એવા હોય છે જે તેનો પૂરતો ઉપયોગ કરીને સફળ થાય છે, કારણ કે તેમનામાં સાતત્ય હોય છે. આવડત ન હોય તો શીખી શકાય છે, પણ આવડતને કારગત કરવા માટેનું અનુશાસન અંદરથી આવે. ઘણીવાર, આવડતનો અહેસાસ માણસને શિસ્ત પ્રત્યે ઉદાસીન કરી નાખે છે અને આવડત ન હોય તેવો માણસ અસુરક્ષિત બનીને વધુ મહેનત કરે છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)