AnandToday
AnandToday
Thursday, 28 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા - જીટોડીયા ખાતે ગુડ ફ્રાઇડેની ઉજવણી

આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ છે તે ઉચકવાની જરૂર છે - ફાધર ફ્રાંસીસ પરમાર, એસ. જે.

ચાવડાપુરા ચર્ચ ખાતે ૧૪ સ્થાનો ઉપર ક્રૃસના માર્ગની ભક્તિ કરવામાં આવી

પ્રેમ અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોય તે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવાડે છે - ફાધર જગદીશ મેકવાન 

આણંદ ટુડે | આણંદ,
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા -જીટોડીયા ખાતે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રૃસ ઉપરનું મૃત્યુ એટલે કે શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી હતી. 

ગામડી ચર્ચના ફાધર  ફ્રાન્સિસ પરમાર એસ.જે.એ આજના દિવસે ધર્મ બોધ આપતા જણાવ્યું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે તેને સમજવાની જરૂર છે અને પ્રભુ ઈસુની માફક ક્રોસને ઊંચકવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રભુ ઈસુનું વધસ્થંભ માટે પોતે છે ઉપરનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વહોરેલું મૃત્યુ છે. 

ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત  ફાધર જગદીશ મેકવાને ગુડ ફ્રાઇડે નિમિત્તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમગ્ર માનવજાતને પાપ માંથી મુક્તિ આપવા માટે પોતાનું બલિદાન ક્રોસ ઉપર પોતાનો પ્રાણ છોડીને આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવ જાતને પ્રેમ અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોય તે પોતાના ક્રોસ ઉપરના મૃત્યુથી શીખવાડ્યું છે. 

પ્રભુ ઈસુના છેલ્લા શબ્દો હતા કે હે પરમ પિતા તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી. પ્રભુ તમે તેમને માફ કરજો. પ્રભુ ઈસુને વધસ્થંભ પણ જડવામાં આવ્યા તે પહેલા પ્રભુ ઈસુ પર અસહ્ય કોરડા નો માર મારવામાં આવ્યો હતો તેવી વેદના પણ પ્રભુ ઈસુએ સહન કરી હતી. ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુનો મૃત્યુ દિન... શુભ શુક્રવારના દિને પ્રભુ ઈસુની વેદના દરમિયાનના ૧૪ સ્થાનો ઉપર ક્રૂસ ના માર્ગની ભક્તિ કરવામાં આવી હતી. આજના દિવસે સમગ્ર ખ્રિસ્તી સમાજ ઉપવાસ રાખે છે અને ચર્ચમાં પ્રાર્થનાઓ કરે છે. આ પ્રસંગે ફાધર દોમેનિક, ફાધર પ્રદીપ,  ફાધર વિજય, સીસ્ટરો સહિત ધર્મજનો ક્રૃસના માર્ગની ભક્તિમાં અને ધર્મબોધમાં જોડાયા હતા. 

****