હિન્દી ફિલ્મોના લોકપ્રિય હાસ્ય અભિનેતા જગદીપ (સઈદ ઈસ્તયાક એહમદ જાફરી)નો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1939)
તેમણે ભજવેલ "સુરમા ભોપાલી"નું પાત્ર ખુબ લોકપ્રિય થયું તે સાથે લગભગ 400 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે
તેમના પુત્ર સઈદ જાફરી પણ લોકપ્રિય અભિનેતા છે
* ભારતીય મૂળના ઇંગ્લેન્ડના રાજકીય આગેવાન પ્રીતિ પટેલનો લંડન ખાતે જન્મ (1972)
*
* ઈંગ્લેન્ડના વડાપ્રધાન (1990-97 દરમિયાન) રહેલ જ્હોન મેજરનો જન્મ (1943)
*
* હિન્દી અને બંગાળી ફિલ્મો અને નાટકોના અભિનેતા, લેખક અને નિર્દેશક ઉત્પલ દત્તનો બાંગ્લાદેશમાં જન્મ (1929)
તેમની યાદગાર હિન્દી ફિલ્મોમાં ગોલમાલ, ભુવન સોમ, નરમ ગરમ, શૌકીન વગેરે છે
* અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલ (1841-45) જ્હોન ટેલરનો જન્મ (1790)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (14 ટેસ્ટ રમનાર) હનુમન્ત સિંગનો રાજસ્થાનમાં જન્મ (1939)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ રમનાર) જી. સુન્દરમનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1930)
*
* બંગાળી ફિલ્મોના લોકપ્રિય ગાયક, ગીતકાર, સંગીતકાર અને ગિટાર પ્લેયર અનુપમ રોયનો કોલકત્તા ખાતે જન્મ (1982)
*
* તામિલ ફિલ્મોના મહિલા નિર્દેશક સુધા કોંગરા પ્રસાદનો આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે જન્મ (1989)
*
* હોલીવુડ ફિલ્મોના અભિનેતા લારવતી લોપ્સનો મુંબઈ ખાતે જન્મ (1992)
*
>>>> પુસ્તક વાંચવું અને ફિલ્મ જોવી એ સમાન નથી. પુસ્તક આપણને સક્રિય બનાવે છે, ફિલ્મ આળસુ બનાવે છે. પુસ્તક આપણી કલ્પનાને છુટ્ટો દોર આપે છે, ફિલ્મ કલ્પનાને સીમિત કરે છે. ફિલ્મ આપણને સતહ પર રાખે છે, પુસ્તક આપણને ગહેરાઇમાં લઇ જાય છે. પુસ્તકમાં આપણને બધું જ કહેવામાં આવે છે, પણ કશું જ બતાવવામાં નથી આવતું, એટલે આપણું મગજ જાતે જ વિઝ્યુઅલ્સ સર્જે છે. ફિલ્મમાં જેટલું કહેવાનું હોય છે એટલું જ બતાવવામાં આવે છે, એટલે મગજે કશું વિઝ્યુલાઈઝ કરવાનું રહેતું નથી. પુસ્તકમાં આપણી આંખો શબ્દો વાંચે છે, અને મગજ ફિલ્મ બનાવે છે. પુસ્તકમાં કલ્પના પર આપણું સંપૂર્ણ નિયંત્રણ હોય છે, જ્યારે ફિલ્મમાં કલ્પનાનું નિયંત્રણ બીજાના હાથમાં હોય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)