AnandToday
AnandToday
Wednesday, 27 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 28 માર્ચ : 28 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

અમેરિકન ગાયિકા, ગીતકાર અને અભિનેત્રી લેડી ગાગા નો આજે જન્મદિવસ

ઓસ્કાર એવાર્ડ અને 12 ગ્રેમી સન્માન સાથે 352 જેટલાં એવોર્ડથી સન્માનિત અંગ્રેજી પૉપ ગાયિકા અને અભિનેત્રી લેડી ગાગાનો અમેરિકામાં જન્મ (1986)

* હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બંસીલાલનું નવી દિલ્હી ખાતે અવસાન (2006)

* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (96 ટેસ્ટ અને 88 વન ડે રમનાર) નાસિર હુસેનનો ભારતના ચેન્નાઇ ખાતે જન્મ (1968)

* ભારતીય ક્રિકેટના પારસી ખેલાડી (59 ટેસ્ટ રમનાર) પોલી ઉમરીગર (પેહલાનજી રતનજી ઉમરીગર)નો મહારાષ્ટ્રના સોલાપુર ખાતે જન્મ (1926)

* હિન્દી અને બંગાળી સહિત અનેક પ્રાદેશીક ભાષાઓની ફિલ્મો અને ટીવી શૉ ના અભિનેત્રી મૂનમૂન સેનનો કોલકાતા ખાતે જન્મ (1954)

* પીરામલ ઉદ્યોગ સમૂહના વાઇસ ચેરમેન સ્વાતિ પીરામલનો જન્મ (1956)

* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બૉલીવુડ ફિલ્મોના અભિનેતા અક્ષય ખન્નાનો મુંબઈ ખાતે જન્મ (1975)
તેમની લોકપ્રિય ફિલ્મોમાં દિલ ચાહતા હૈ, હંગામા, હલચલ, તાલ, ઇતે્ફાક, આ અબ લોટ ચલે વગેરે છે
તેમના પિતા વિનોદ ખન્ના ખુબ સફળ અને લોકપ્રિય અભિનેતા હતા

* દક્ષિણ ભારતની પ્રાદેશિક ફિલ્મોના અભિનેત્રી અનુ ઇમેન્યુઅલ નો અમેરિકામાં જન્મ (1996)

* હિન્દી ફિલ્મોના સંગીતકાર અને સરોદ વાદક તિમિર બરનનું કોલકાતા ખાતે અવસાન (1987)

>>>> ઉત્તમ સંબંધ એ છે, જે એકબીજાને વૈચારિક રીતે, ભાવનાત્મક રીતે અને વ્યવહારની રીતે બહેતર ઇન્સાન બનાવે. લગ્ન કરતી વખતે કોઈપણ તંદુરસ્ત અને ટકાઉ સંબંધ માટે આ વાતો અનિવાર્ય છે, પરાનુભૂતિ : બીજી વ્યક્તિની દ્રષ્ટિએ ચીજોને જાણવા, સમજવા, અનુભવવાની ક્ષમતા. એક સંબંધમાં બે વ્યક્તિ નહીં, બે દ્રષ્ટિકોણ ભેગા થાય છે. હાસ્યવૃતિ : દરેક સંબંધોમાં ખેંચતાણ આવે જ છે. હાસ્યવૃતિ હોય તો નાની-મોટી ઘણી વાતોનું વતેસર થતું અટકે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ: સંબંધો એટલે લાગણીઓનો શભુંમેળો. એ મેળામાંથી રસ્તો કાઢતા રહેવા માટે લાગણીઓને કેટલી, ક્યારે, ક્યાં અને કેવી રીતે હાવી થવા દેવી તે આવડવું જોઈએ. ધીરજ : જીવનમાં માત્ર દુઃખ જ જલ્દી આવે છે. સુખ સામાન્ય રીતે સમય અને કોશિશ માંગી લે છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)