AnandToday
AnandToday
Tuesday, 26 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 27 માર્ચ : 27 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ).

તેલુગુ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રામ ચરણનો આજે જન્મદિવસ

તેલુગુ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રામ ચરણનો ચેન્નાઇ ખાતે જન્મ (1985)
તેમના પિતા ચિરંજીવી ખુબ સફળ અભિનેતા છે 
તેમની નોંધપાત્ર હિન્દી (ડબ) ફિલ્મોમાં મગધીરા સાથે આરઆરઆર છે

* અખિલ ભારતીય જન સંઘ પાર્ટીના આગેવાન અને રાજ્ય સભાના સભ્ય (1998-2000) પ્રફુલ ગોરાડિયાનો વડોદરા ખાતે જન્મ (1937) 

* અર્જુન એવોર્ડ દ્વારા સન્માનિત અને અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતનાર બોક્સર અખિલ કુમારનો ઉત્તર પ્રદેશના ફૈઝબાદ ખાતે જન્મ (1981)

* સ્વતંત્રતા સેનાની, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સભ્ય (1952-66) રહેલા લક્ષ્મી એન. મેનનનો જન્મ (1897)

* ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે જન્મેલ અને હિન્દી ફિલ્મોના સ્ક્રીન પ્લે તથા સંવાદ લેખક અને ઉર્દૂ શાયર આગજની કશ્મીરી (સઈદ વાજીદ હુસેન રિઝવી)નું કેનેડા ખાતે અવસાન (1998)
તેમની યાદગાર ફિલ્મોમાં કિસ્મત, મુઝે જીને દો, નયા ઝમાના, લવ ઈન ટોકીયો, જંગલી, અમર, તુમસે અચ્છા કોન હે વગેરે છે 

* માનવવિજ્ઞાની અને નારીવાદી વિદ્વાન લીલા દુબેનો જન્મ (1923)

* બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી રેણુકા સહાણે નો જન્મ (1965)
તેઓ દુરદર્શનના ટીવી શૉ સુરભી સાથે ખુબ લોકપ્રિય થયા હતા
તેમની સૌથી સફળ ફિલ્મ હમ આપકે કૌન હે છે
તેમણે અભિનેતા આસુતોષ રાણા સાથે લગ્ન કર્યા છે 

* બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી પ્રિયા રાજવંશ (વેરા સુંદર સિંગ)નું મુંબઈ ખાતે અવસાન (2000)
તેની યાદગાર ફિલ્મોમાં હીર રાંઝા, હસ્તે ઝખ્મ, હકીકત, કુદરત વગેરે છે

* બૉલીવુડ ફિલ્મોના ગાયિકા અને સરેગામા ટીવી શૉના વિજેતા અર્પિતા મુખર્જીનો દિલ્હી ખાતે જન્મ (1992)

* રશિયામાં જન્મેલ અને વિશ્ચના પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારિનનું અવસાન (1934)

* ટીવી અભિનેત્રી કાંચી સિંગ નો મુંબઈ ખાતે જન્મ (1996)

* અમેરિકએ નપુષકતાના ઈલાજ માટે વાઈગરા દવાને મંજૂરી આપી (1998)

* વિશ્વ રંગભૂમિ દિવસ *


* ધર્મેન્દ્ર, શમ્મી કપૂર, રતિ અગ્નિહોત્રી, સ્વપના, સદાશિવ અમરાપુરકર, પ્રેમ ચોપરા, પિંચુ કપૂર, રાજેન્દ્રનાથ, બીના, પરિક્ષિત સહાની, જુગલ હંસરાજ અભિનિત 'હુકુમત' રિલીઝ થઈ (1987)
ડિરેક્શન : અનિલ શર્મા
સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ
ધર્મેન્દ્રએ 1987ના વર્ષમાં 8 સફળ ફિલ્મો આપી હતી અને એ રીતે 1987નું વર્ષ ધર્મેન્દ્રની કારકિર્દીના શ્રેષ્ઠ વર્ષોમાંથી એક પુરવાર થયું હતું. અને 'હુકુમત' ધર્મેન્દ્ર માટે કમબેક ફિલ્મ સાબિત થઈ હતી
'હુકુમત' વર્ષ 1987ની સૌથી વધુ કમાણી કરનાર અને સૌથી મોટી હિટ ફિલ્મ હતી
રતિ અગ્નિહોત્રીએ ફિલ્મો છોડીને લગ્ન કરવાના નિર્ણયને કારણે ફિલ્મ માટે ડબિંગ કર્યું ન હતું. જેથી, 'હુકુમત' ફિલ્મમાં રતિ અગ્નિહોત્રીનો અવાજ અન્ય કોઈએ ડબ કર્યો હતો. 'હુકુમત' બનવામાં વિલંબ થયો હતો અને 1984માં શરૂ થયેલી ફિલ્મ છેક 1987માં પૂર્ણ થઈ હતી. ત્યાં સુધીમાં ફિલ્મની હિરોઈન રતિ અગ્નિહોત્રીએ લગ્ન પણ કરી લીધાં હતાં
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1987માં 'રામ રામ બોલ...' (અલકા યાજ્ઞિક -કવિતા ક્રિષ્નમૂર્તિ -શબ્બીરકુમાર) ગીત 24A નંબર ઉપર રહ્યું હતું
'હુકુમત' ફિલ્મથી સદાશિવ અમરાપુરકરને મોટો સ્કોપ મળ્યો હતો. સદાશિવ અમરાપુરકરનું પાત્ર દિનબંધુ દીનાનાથ (DBDN) ખૂબ લોકપ્રિય થયું હતું. 'અર્ધસત્ય' (1983) પછી જ્યારે તેણે આ ફિલ્મ સાઈન કરી ત્યારે તે નવોદિત હતો
'માસૂમ' (1983) બાદ 'હુકુમત' (1987) જુગલ હંસરાજની બીજી ફિલ્મ હતી
ડિરેક્ટર અનિલ શર્માની 'શ્રદ્ધાંજલિ' (1981) અને 'બંધન કચ્ચે ધાગો કા' (1983) જેવી સામાજિક ફિલ્મો બાદ પહેલી એક્શન તેમજ પહેલી સુપરહિટ ફિલ્મ 'હુકુમત' છે
'હુકુમત'ની પ્રચંડ સફળતા પછી દિગ્દર્શક અનિલ શર્માએ તેમની મોટાભાગની ફિલ્મોમાં ધર્મેન્દ્રનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખ્યું હતું. 'હુકુમત' બાદ બંનેએ 'એલાન એ જંગ' (1989), 'ફરિશ્તે' (1991), 'તહેલકા' (1992) અને 'અપને' (2007) જેવી સફળ ફિલ્મો કરી હતી 

>>>> એક જમાનામાં, પરિવારો એકબીજાના સામાજિક બેકગ્રાઉન્ડના આધારે જીવનસાથીની યોગ્યતા નક્કી કરતાં હતાં, પરંતુ આધુનિક સમયમાં સામાજિક કે પારિવારિક પરિબળો ઉપરાંતનાં પણ બીજા અનેક પરિબળો, જેમ કે માનસિકતા, શારિરીક-ભાવનાત્મક તંદુરસ્તી, કારકિર્દી, બૌદ્ધિક ક્ષમતા, કૌશલ્ય, અભ્યાસ વગેરે પણ મહત્વનાં બની ગયાં છે, એટલે જીવનસાથીની પસંદગી એટલી સરળ બનતી નથી. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)