AnandToday
AnandToday
Monday, 25 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 26 માર્ચ : 26 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોલીવુડ ફિલ્મોના અભિનેતા રાજકીય આગેવાન પ્રકાશ રાજનો આજે જન્મદિવસ

બૉલીવુડ તથા દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેતા અને રાજકીય આગેવાન પ્રકાશ રાજનો બેંગલુરું ખાતે જન્મ (1965)

* જ્ઞાનપીઠ પુરસ્કાર અને પદ્મ ભૂષણ તથા પદ્મ વિભૂષણથી સન્માનિત હિન્દી કવિયત્રી અને સ્વાતંત્ર્ય સેનાની મહાદેવી વર્માનો ઉત્તર પ્રદેશના ફરુંખાબાદ ખાતે જન્મ (1907)

* આધ્યાત્મક ગુરુ અને શિવયોગ સંસ્થાના સ્થાપક અવધૂત શિવાનંદ જીનો જન્મ (1955)

* પદ્મશ્રી થી સન્માનિત ચિત્રકાર, ગાંધીવાદી, સાંસ્કૃતિક માનવશાસ્ત્રી અને લોક અને આદિજાતિ કલા અને સંસ્કૃતિના લેખક હકુ વજુભાઈ શાહનો વાલોડ ખાતે જન્મ (1934)
તેમની કળા શૈલી બરોડા જૂથની હતી અને તેમની કૃતિઓને લોક અથવા આદિવાસી કળાના વિષયોને ભારતીય કળામાં લાવનારી મનાય છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (73 વનડે અને 9 ટી -20 રમનાર) કેદાર જાદવનો પુના ખાતે જન્મ (1985)

* હિન્દી ફિલ્મ અને ટીવીના અભિનેત્રી અને હોસ્ટ અર્ચના પૂરન સિંગનો દેહરાદૂન ખાતે જન્મ (1968)
તેમની લોકપ્રિયતા ધ કપિલ શર્મા શૉ સાથે ખુબ વધી છે
તેમની લોકપ્રિય ફિલ્મોમાં જલવા, કુછ કુછ હોતા હે વગેરે છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (6 ટેસ્ટ અને 7 વનડે રમનાર) વિક્રમ રાઠોરનો જલનધર ખાતે જન્મ (1969)

* ગુગલના સ્થાપક પૈકીના એક કોમ્પ્યુટર ઈજનેર લૈરી પેજનો જન્મ (1973)

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (16 ટેસ્ટ રમનાર) મકસુદ એહમદનો ભારતમાં અમૃતસર ખાતે જન્મ (1925)

* અમેરિકા - કેનેડામાં ખ્રિસ્તી ઉપદેશ ભણાવતા રવિ ઝેચરિયસનો ભારતના ચેન્નાઇ ખાતે જન્મ (1946)

* બૉલીવુડ ફિલ્મોના સંગીતકાર અજિત વર્મનનો કોલકાતા ખાતે જન્મ (1947)
તેમની યાદગાર ફિલ્મોમાં આક્રોશ, સારાંશ, વિજેતા, કર્મ યોદ્ધા, અર્ધ સત્ય વગેરે છે .

* બૉલીવુડ ફિલ્મોના અભિનેત્રી મધુનો ચેન્નાઇ ખાતે જન્મ (1976)

* ભારતની અનેક ભાષાની 2500 જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી સુકુમારી અમ્માનું ચેન્નાઇ ખાતે અવસાન (2013)

* કરાંચીમાં જન્મેલ પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ હિન્દુ ખેલાડી (વિકેટકીપર) અનિલ દલપત સોનાવારીયા પોતાની વન ડે કારકિર્દીની પ્રથમ મેચ (ઈંગ્લેન્ડ સામે) રમ્યા (1984) 

* અંગ્રેજ શાસનમાં રાજધાની કોલકાતા થી બદલી દિલ્હી કરવામાં આવી (1931)

* Earth Hour * બિન ઉપયોગી લાઈટ બંધ રાખી આપણા ગ્રહો માટે પ્રતિબદ્ધતા માટેની પ્રેરણા આપતો દિવસ, કે જે દિવસે રાત્રે 8.30 થી 9.30 લાઈટ બંધ રાખવી

>>>> સોશ્યલ મીડિયા ગૃપ થિંકિંગની પ્રવૃત્તિ છે. તેમાં અલગ-અલગ ટોળાં પોત-પોતાની ઇકો ચેમ્બરમાં 'મનગમતા' લોકો વચ્ચે વાતચીત. ગૃપ થિંકિંગ વ્યક્તિગત રીતે વિચાર કરવાની ક્ષમતાને નષ્ટ કરે છે. ગૃપ થિંકિંગમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓનું સમર્થન લેવા માટે એમના જેવા વિચારો કરવા લાગી છે. ગ્રુપમાં રહેવાની આ વૃતિને કારણે વ્યક્તિ તટસ્થ રીતે, નીરક્ષીર વિવેક સાથે વિચાર કરવાની તાકાત ગુમાવી દે છે. તેના પરિણામે વાસ્તવિકતાને જેવી છે તેવી જોવા, સમજવા, સ્વીકારવાની ક્ષમતાનું અને નૈતિક વિવેકનું પતન થાય છે. એટલા માટે જ સોશ્યલ મીડિયા પર ઉદ્ધતાઈ, અસભ્યતા, અહંકાર, આક્રોશ, અંગત કટાક્ષ વધુ હોય છે.
 
સંકલન : વિજય ઠક્કર (આણંદ)