બૉલીવુડ ફિલ્મોના અભિનેતા ફારૂક શેખનો વડોદરા ખાતે જન્મ (1948)
તેમની યાદગાર ફિલ્મોમાં ચસ્મે બદુર, લાહોર, માયા મેમસાબ, બાઝાર, સાથ સાથ, ઉમરાવજાન, નુરી વગેરે છે
* પદ્મ વિભૂષણથી સન્માનિત ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા ઉષા મહેતાનો સુરત ખાતે જન્મ (1922)
ઈ.સ ૧૯૪૨ ના ભારત છોડો આંદોલન સમયે તેમણે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના છૂપા - ભૂમિગત રેડિયો ચલાવવામાં યોગદાન આપ્યું હતું
* નોબેલ પુરસ્કારથી સન્માનિત કૃષિ વૈજ્ઞાનિક નાર્મન બોર્લોગનો અમેરિકામાં જન્મ (1914)
*
* ફિલ્મફર એવોર્ડથી સન્માનિત હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેત્રી નંદાનું અવસાન (2014)
તેમની યાદગાર ફિલ્મોમાં જબ જબ ફૂલ ખીલે, ઇતેફાક, પ્રેમ રોગ, ધૂલ કા ફૂલ, ભાભી, કાલા બઝાર, હમ દોનો, ગુમનામ વગેરે છે
* પ્રારંભિક ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક અને રંગમંચ અભિનેતા બાપુલાલ નાયકનો મહેસાણા ખાતે જન્મ (1879)
તેમના પરિવારના વારસદાર ઘનશ્યામ નાયક ભવાઈ કલાકાર રંગલા તરીકે અને ટીવીમાં નટુકાકાનાં પાત્રમાં ખુબ લોકપ્રિય થયા હતા
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ અને 6 વન ડે રમનાર) યોગરાજ સિંગનો ચંડીગઢ ખાતે જન્મ (1958)
તેમના પુત્ર યુવરાજ સિંગ ભારતના મહાન ક્રિકેટ ખેલાડી રહ્યા છે
* બૉલીવુડ ફિલ્મોના નિર્દેશક શિબુ મિત્રાનો કોલકાતા ખાતે જન્મ (1948)
તેમની યાદગાર ફિલ્મોમાં ઇલ્ઝામ, આગ હી આગ, પાપ કી દુનિયા, આખરી ગોલી, પાચ કેદી વગેરે છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ અને 17 વન ડે રમનાર) આશિષ કપૂરનો ચેન્નાઇ ખાતે જન્મ (1971)
*
* ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર અને અર્જુન એવાર્ડથી સન્માનિત ચેસ ખેલાડી શુભ્રમન વિજયલક્ષ્મીનો ચેન્નાઇ ખાતે જન્મ (1979)
*
* ભારતના ક્રિકેટ ખેલાડી (13 વન ડે અને 9 ટી -20 રમનાર) અશોક ડિન્ડાનો પશ્ચિમ બંગાળમાં ખાતે જન્મ (1971)
તે આઈપીએલની 4 ટીમ સાથે રમી ચુક્યા છે
* હિન્દી સમાચારપત્ર પ્રતાપના સંસ્થાપક તંત્રી ગણેશ શંકર વિદ્યાર્થીનું અવસાન ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે અવસાન (1931)
*
* બૉલીવુડ ફિલ્મ નિર્માત્રી મોના સૌરી કપૂરનું મુંબઈ ખાતે અવસાન (2012)
તેમનાં લગ્ન નિર્માતા બોની કપૂર સાથે થયા હતા
* ટીવી હોસ્ટ, રેડીઓ જોકી અને અભિનેત્રી નાયલા ઉષાનો જન્મ (1984)
*
* રાજેન્દ્ર કુમાર, વૈજયંતી માલા, મુમતાઝ, અજીત, જ્હોની વોકર, લલિતા પવાર, ગજાનન જાગીરદાર, ડેવિડ, આગા, મુકરી અને નીતુ સિંઘ (બાળ કલાકાર) અભિનિત મ્યુઝિકલ એક્શન ડ્રામા ફિલ્મ 'સુરજ' રિલીઝ થઈ (1966)
ડિરેક્શન : ટી. પ્રકાશરાવ
સંગીત શંકર જયકીશન
'સુરજ' ખલનાયક તરીકે અજીતની પહેલી ફિલ્મ હતી અને 'સુરજ' માટે ગાયિકા શારદાએ તેનું પહેલું ગીત 'તિતલી ઉડી...' ગાયું હતું, જે તે સમયે ખૂબજ ચાર્ટબસ્ટર હતું.
એ ગીત કે જેના વગર આજે પણ કોઈપણ વરઘોડો અધૂરો ગણાય છે તે 'બહારો ફૂલ બરસાવો...' (મો. રફી) ગીત બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1966માં સૌથી લોકપ્રિય નંબર -1 "સરતાજ ગીત" હતું અને 'તિતલી ઉડી, ઉડ જો ચલી...' (શારદા) ગીત 21માં નંબર ઉપર રહ્યું હતું.
ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'સુરજ'ને 'બેસ્ટ મ્યુઝિક' (શંકર જયકીશન), 'બેસ્ટ લેરિકસ' (હસરત જયપુરી-બહારો ફૂલ બરસાવો) અને 'બેસ્ટ મેલ પ્લેબેક સિંગર' (મો. રફી-બહારો ફૂલ બરસાવો) - આ 3 કેટેગરીમાં એવોર્ડ્સ મળ્યા હતાં.
* પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું (1992)
ઇમરાન ખાનની કપ્તાની હેઠળ પાકિસ્તાનનો ઈગ્લેન્ડ સામે 22 રનથી વિજય થયો અને 3 વિકેટ લેનાર વસીમ અકરમ મેન ઓફ ધ મેચ જાહેર થયા
મેન ઓફ ધ સિરીઝ માર્ટિન ક્રોવ બન્યા
* ગ્રીકનો સ્વતંત્રતા દિવસ *
*
>>>> વિધ્વંસ માટે બુદ્ધિની જરૂર નથી પડતી. વસ્તુતઃ પ્રત્યેક ચીજને તાબડતોબ તબાહ કરી શકાય છે, પણ તેના સર્જનમાં સમય લાગે છે. તેનું કારણ એ છે કે ભૌતિકશાસ્ત્રના નિયમ અનુસાર, સૃષ્ટિમાં પ્રત્યેક ચીજ ઉત્તરોત્તર વિસંગઠિત અવસ્થા તરફ જાય છે. એટલે, કોઈ ચીજને નષ્ટ કરવા માટે મહેનત કરવી નથી પડતી. તેનાથી વિપરીત, કોઈ ચીજનું સર્જન કરવું હોય, તો તેમાં અત્યન્ત કુનેહ, ધીરજ અને વિવેકબુદ્ધિની જરૂર પડે છે. તમે જ્યારે કશું નિર્માણ કરો, ત્યારે તેના દરેક હિસ્સા સાવધાનીપૂર્વક ગોઠવવા પડે. એમાં સમય લાગે. તેને તોડતી વખતે તમારે એ ચિંતા કરવાની ન હોય કે એ હિસ્સાઓ ક્યાં જાય છે. વિધ્વંસ વિચાર વગરનો હોય. સર્જન વિચારપૂર્વક હોય. એટલા માટે, જે તોડે છે, જે વિધ્વંસ કરે છે, જે યુદ્ધ કરે છે, જે વિનાશ વેરે છે તે નહીં, પણ જે જોડે છે, જે નિર્માણ કરે છે, જે સર્જન કરે છે, જે સાજા કરે છે તે આપણા હીરો હોવા જોઈએ.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)