AnandToday
AnandToday
Thursday, 21 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 22 માર્ચ : 22 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના ટેબલ ટેનિસ ખેલાડી નયના જયસ્વાલનો આજે જન્મદિવસ

ભારતના ટેબલ ટેનિસ ખેલાડી નયના જયસ્વાલનો હૈદરાબાદ ખાતે જન્મ (2000)
તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે પીએચ.ડી. માટે જોડાયા અને દાવો થયો કે તે પીએચ.ડી. કરતી દેશની સૌથી નાની વયની એ વિદ્યાર્થિની છે
નયનાની સિદ્ધિ જોઈ દેશ-વિદેશના લોકો એને મોટિવેશનનાં લેક્ચર માટે આમંત્રણ આપે છે

* સૌથી યુવા ગાયિકા કે જેના યુ ટ્યુબ ઉપર ૧ બિલિયન વ્યુ સૌથી ઓછા સમયમાં આવ્યાનો રેકોર્ડ ધરાવતા ગાયિકા ધ્વનિ ભાનુશાળીનો મુંબઈ ખાતે જન્મ (1998)

* તામિલ ફિલ્મોના મહાન અભિનેતા જેમિનિ ગણેશનનું ચેન્નઈ ખાતે અવસાન (2005)

* કેન્દ્રીય મંત્રી અને ઓરિસ્સાના સુંદરગઢથી લોકસભાના સાંસદ જુલ ઓરમનો જન્મ (1961)

* ગીતા પ્રેસના ટ્રસ્ટી રહેલા લેખક અને સંપાદક હનુમાન પ્રસાદ પોદારનું અવસાન (1971)

* આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંગનો ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે જન્મ (1972)

* મુંબઈ ખાતે જન્મ અને ભારત તથા પાકિસ્તાનની ફિલ્મોના ખૂબ લોકપ્રિય અને સફળ સંગીતકાર નિસાર બઝમીનું પાકિસ્તાન ખાતે અવસાન (2007)
એક સમયે લક્ષ્મીકાંત - પ્યારેલાલ તેમના ગૃપમાં ઈન્સટ્રૂરૂમેન્ટ વગાડતા હતા

* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય આર્કિયોલૉજિસ્ટ ગુલામ યઝદાનીનો દિલ્હી ખાતે જન્મ (1885)

* ભારતના ક્રાંતિકારી સૂર્ય સેનનો બાંગ્લાદેશમાં જન્મ (1894)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા આદિત્ય સીલનો મુંબઈ ખાતે જન્મ (1988)

* કોરોના સામેની લડાઈમાં ભારતમાં "જનતા કર્ફ્યુ" (સ્વયંભૂ લોકડાઉન) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સૌ નાગરિકોએ સ્વીકાર્યું (2020)

* વિશ્ચ જળ દિવસ *

>>>> 'મન પરોવું' એવો શબ્દ પ્રયોગનો અર્થ થાય છે, કોઈ વસ્તુમાં ઓતપ્રોત થવું. ખાસ કરીને, જ્યારે અણગમતા વિચારો અને લાગણીઓ સાથે પનારો પાડવાનો આવે ત્યારે તેમાંથી છૂટવા માટે બીજે ક્યાંક મન પરોવી દેવાની સલાહ અપાય છે. કોઈ પરિસ્થિતિ પર આપણો કાબૂ ન હોય ત્યારે આપણે નિષ્ક્રિયતાનો અહેસાસ તો કરીએ છીએ, પરંતુ એ નિષ્ક્રિયતામાં આપણું મન વધુ સક્રિય થઈ જાય છે, અને આપણી બેબસી હોય તેના કરતાં વિકરાળ કરીને આપણી સામે મૂકી દે છે. આપણે આપણી પરિસ્થિતિ કરતાં આપણા વિચારોથી વધુ દુઃખી થઈએ છીએ તેનું કારણ મનની વધુ પડતી સક્રિયતા છે. એવા સંજોગોમાં મનને ક્યાંક પરોવી દઈએ તો બેબસીનો અહેસાસ ઓછો પજવે છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)