AnandToday
AnandToday
Monday, 18 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 19 માર્ચ : 19 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાનો આજે જન્મદિવસ

હિન્દી ફિલ્મોની મશહુર અભિનેત્રી અને મોડલ તનુશ્રી દત્તાનો આજે જન્મદિવસ છે .જે વર્ષ ર૦૦૪ માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ હતી. તેણીના ઘણાં ઈન્ટરવ્યૂ સોશ્યલ મીડિયામાં પણ ધૂમ મચાવતા હોય છે. તનુશ્રીનો જન્મ ૧૯ મી માર્ચ ૧૯૮૪ ના દિવસે  ઝારખંડના જમશેદપુરમાં થયો હતો છે .તેણીની ફિલ્મો આશિક બનાયા આપને, ચોકલેટ, ગહેરે અંંધેરે રહસ્ય, ભાગંભાગ, ગુડબોય-બેડબોય, ઢોલ, રકીબ, સાસ, બહુ ઔર સસ્પેન્સ, રામ-મુક્તિદાતા વગેરે પ્રચલિત થઈ હતી. તેણી મી ટુ આંદોલન અથવા મી ટુ આંદોલનના માધ્યમથી પણ ચર્ચામાં આવી હતી.

* ભારતની સ્વતંત્રતા સમયે (1947) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહેલા આચાર્ય ક્રિપલાની (જે. બી. ક્રિપલાની)નું અમદાવાદ ખાતે અવસાન (1982)

* કેરાલાના પ્રથમ મુખ્યમંત્રી ઈ. એમ. એસ. નમ્બુદ્રીપાલનું અવસાન (1998)

* ભારતના ક્રિકેટ ખેલાડી (10 ટેસ્ટ રમનાર) અબ્બાસ અલી બેગનો હૈદરાબાદ ખાતે જન્મ (1939)

* નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક અને લેખિકા સાંઈ પરાંજપયેનો મુંબઈ ખાતે જન્મ (1938)

* બોલિવૂડ ફિલ્મોના ગીતકાર યોગેશનો લખનઉ ખાતે જન્મ (1943)

* અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહેલા (2007-11) દોરજી ખાંડુનો જન્મ (1955)

* ઉર્દૂ શાયર શામીમ કારહાનીનું દિલ્હી ખાતે અવસાન (1975)

* પાકિસ્તાનના લાહોરમાં જન્મેલ બોલિવૂડ ફિલ્મોના અભિનેતા નવિન નિશ્ચલનુંં મુંબઈ ખાતે આકસ્મિક અવસાન (2011)
તેમની યાદગાર ફિલ્મોમાં સાવન ભાદો, આ અબ લૌટ ચલે, ખોસલા કા ઘોસલા, એક બાર કહો વગેરે છે 

* તેલુગુ ફિલ્મોના અભિનેતા અને નિર્માતા મોહન બાબુનો જન્મ (1952)

* ક્રિકેટ ટેસ્ટ મેચનો સત્તાવાર આરંભ, વિશ્ચની પ્રથમ ટેસ્ટ મેચ મેલબર્નમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ, જેમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ (1877)

>>>> પ્રેમનું બીજું નામ એટેન્શન છે. એટેન્શન કોઇપણ સંબંધની બુનિયાદ છે. આપણે એટેન્શન આપીએ છીએ અને આપણે એટેન્શન ઝંખીએ છીએ. પ્રેમ નિરાકાર છે, એક કલ્પના છે, ખયાલ છે. એટેન્શન એક્શન છે, નક્કર છે, મૂર્ત છે. કોઈ વ્યક્તિને લગાતાર, અવિભાજીત અને ફોકસ્ડ એટેન્શન આપ્યા વગર પ્રેમનો દાવો ન થઈ શકે. તેના માટે પોતાનામાંથી 'નિકળવું' પડે. કોઈની સાથે હોવું એટલે શરીરથી સાથે હોવું નહીં, તે વ્યક્તિ જે વાત કરે છે, જે અહેસાસ કરે છે, જે વિચાર કરે, તેની સાથે જે ઘટે છે, તેની જે વૃતિ છે, તેની જે પ્રવૃત્તિ છે, તેની સાથે હોવું તે. સંબંધોમાં અને સંવાદોમાં, પોતાની વાત કરવા માટે ઓબ્સેસિવ ના હોય તેવી વ્યક્તિ મળવી, તે નસીબ કહેવાય. એટલા માટે, સાંભળવું એ પ્રેમનું ઉચ્ચતમ સ્વરૂપ કહેવાય છે. જે પોતાનામાંથી છૂટી શકે, તે જ બીજામાં રહી શકે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)