AnandToday
AnandToday
Sunday, 17 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 18 માર્ચ : 18 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના લોકપ્રિય ગુજરાતી પોપ સિંગર અને હિન્દી ફિલ્મોના ગાયિકા આલિશા ચિનોઇ નો આજે જન્મદિવસ

ભારતના લોકપ્રિય પોપ સિંગર અને હિન્દી ફિલ્મોના ગાયિકા આલિશા ચિનોઇ નો અમદાવાદ ખાતે જન્મ (1965)
તેમનું મેઈડ ઈન ઈન્ડિયા... ગીત ખૂબ લોકપ્રિય રહ્યું 
તેમને કજરા રે... ગીત માટે શ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે 

* પદ્મ ભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત હિન્દી અને અંગ્રેજી ફિલ્મોના અભિનેતા અને નિર્માતા શશી કપૂર (બલબીર રાજ કપૂર)નો કોલકાતા ખાતે જન્મ (1938)
તેમનું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માન થયેલ છે 
તેમના પિતા પૃથ્વીરાજ કપૂર પણ ફિલ્મ અભિનેતા અને નિર્માતા હતા
તેમના લગ્ન અંગ્રેજી અભિનેત્રી જેનિફર સાથે થયા હતા 
તેમની યાદગાર ફિલ્મોમાં ન્યૂ દિલ્હી ટાઈમ્સ, જબ જબ ફુલ ખીલે, દિવાર, સત્યમ શિવમ સુંદરમ્, નમક હલાલ, શાન, ત્રિશુલ, હસીના માન જાયેગી, ફકીરા, સિંદુર, ઉત્સવ વગેરે છે.

* ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે જન્મેલ અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (19 ટેસ્ટ અને 6 વન ડે રમનાર) બોબ વુલ્મરનું અવસાન (2007)
તેમનો જન્મ ભારતમાં થયો, ઉછેર ઈંગ્લેન્ડમાં થયો અને ત્યાની ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમના ખેલાડી બન્યા, અંતિમ વસવાટ માટે દક્ષિણ આફ્રિકા પસંદ કર્યું અને મૃત્યુ જમૈકા ખાતે થયું
તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ હતા
વર્ષ 2007ના ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમ આયર્લેન્ડ સામે હારી ગઈ અને પછી એ જ હોટલની રૂમમાં બોબ વુલ્મરનો મૃતદેહ બહાર આવ્યો હતો 

* ભારતીય બેકસ્ટ્રોક સ્વીમર (તરણવીર) માના પટેલનો અમદાવાદ ખાતે જન્મ (2000)
ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય મહિલા તરવૈયા બન્યા
તેઓ ૨૦૧૫ માં ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ માટે પસંદગી પામ્યા હતા

* હિન્દી ફિલ્મ, ટીવી અને થિયેટરના અભિનેત્રી રત્ના પાઠકનો મુંબઈ ખાતે જન્મ (1957)
તેઓ અભિનેત્રી દિના પાઠકના પુત્રી છે અને રત્ના પાઠક એ લગ્ન અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે કર્યા છે 

* ફ્રાન્સના પેરિસ ખાતે જન્મેલ અને ડીઝલ એન્જિનના શોધક રુડોલ્ફ ડીઝલનું અવસાન (1858)

* ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા ચેરપર્સન અરુધતી ભટ્ટાચાર્યનો કોલકાતા ખાતે જન્મ (1956)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીસીસીઆઇના ચેરમેન રહેલા (1982-85) એન. કે. પી. સાલ્વે (નરેન્દ્ર કુમાર પ્રસાદરાવ સાલ્વે)નો મધ્ય પ્રદેશમાં જન્મ (1921)

* ભારતના મહિલા ફોટોગ્રાફર દયાનિતા સિંગનો દિલ્હી ખાતે જન્મ (1961)
તેમણે શરુઆતનો અભ્યાસ અમદાવાદ ખાતે કરી ન્યૂયોર્ક ખાતે પણ ટ્રેનિંગ મેળવી છે 
લંડનની હાવર્ડ ગેલેરી ખાતે સ્વતંત્ર પ્રદર્શન રાખનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા છે 

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા નવિન નિશ્ચલનો પાકિસ્તાનના લાહોરમાં જન્મ (1946)
તેમની યાદગાર ફિલ્મોમાં સાવન ભાદો, આ અબ લૌટ ચલે, ખોસલા કા ઘોસલા, એક બાર કહો વગેરે છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી (27 ટેસ્ટ અને 7 વન ડે રમનાર) એકનાથ સોલકર નો મુંબઈ ખાતે જન્મ (1948)

* 'હેરી પોટર' ફિલ્મ માટે ડબિંગ કરનાર વોઈસ આર્ટિસ્ટ રાજેશ કાવાનો ગુજરાતમાં જન્મ (1979)

* હિન્દી ટીવી અભિનેતા અને આર્કિટેક્ટ સુમિત સચદેવનો દિલ્હી ખાતે જન્મ (1976)

* ભારતના ક્રિકેટ ખેલાડી (27 ટેસ્ટ અને 7 વન ડે રમનાર) મધુસુદન રેગેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1924)

* સચિન તેંડુલકર પોતાની વન ડે કારકિર્દીની અંતિમ મેચ રમ્યા (2012)
પાકિસ્તાન સામેની આ વન ડે મેચમાં સચિન તેંડુલકર એ 52 અને વિરાટ કોહલીએ 183 રન કર્યા હતા 
આ પછી તેમણે ૯ મહિના બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી 

>>>> અંગ્રેજીમાં એક કથન છે; એકની એક ભૂલ વારંવાર કરો, તો તે ભૂલ ન કહેવાય, પણ નિર્ણય કહેવાય. ભૂલ અને ખોટા નિર્ણય વચ્ચે ફરક ઈરાદાનો છે. ભૂલમાં ઈરાદો ન હોય. ખોટો નિર્ણય ઇરાદાપૂર્વક હોય. આપણે પરીક્ષાની આગલી રાતે ભણવા બેસીએ છીએ. આપણે નાપાસ થયા. આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભણવાની આ રીત ભૂલભરેલી છે. એટલે, બીજી વાર પરીક્ષાની આગલી રાતે આપણે ભણવા બેસીએ, તો તે આપણી ચોઇસ ગણાય. આપણે 'ભૂલથી' નહીં, પણ ખોટા નિર્ણયથી નાપાસ થઈએ છીએ. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)