AnandToday
AnandToday
Saturday, 16 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 17 માર્ચ : 17 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના મહિલા બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલનો આજે જન્મદિવસ 

પદ્મશ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત ભારતના મહિલા બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલનો હરિયાણાના હિસાર શહેરમાં જન્મ (1990)
વર્લ્ડ નંબર વન નું સ્થાન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે, આ અગાઉ પ્રથમ ભારતીય પ્રકાશ પદુકોણ વર્લ્ડ નંબર વન બન્યા છે 
સાયના ઑલમ્પિક રમતોત્સવમાં એકલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે
વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે
સાયનાનું નામ વિશ્વ ઇતિહાસમાં ૨૧ જૂન, ૨૦૦૯ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું, જ્યારે સાયનાએ સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી

* ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો હરિયાણાના કરનાલ ખાતે જન્મ (1961)
તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી હતી 
કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક કલ્પના ચાવલા હતા

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલા (201-14) પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ (1946)

* ગુજરાતી કવિ, વાર્તાકાર અને વિવેચક નલીન રાવળનો અમદાવાદ ખાતે જન્મ (1933)
તેઓ કવિશ્વર દલપતરામ પુરસ્કાર (૨૦૧૦), નરસિંહ મહેતા પુરસ્કાર (૨૦૧૩) અને રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૧૩) થી સન્માનિત થયા છે 

* અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના દિકરી શ્ચેતા બચ્ચન નંદાનો મુંબઈ ખાતે જન્મ (1974)
તેઓ લેખક, કોલમિસ્ટ છે અને ફેશન મોડલિંગ સાથે જોડાયેલા છે
તેમની નોવેલ 'પેરેડાઈઝ ટાવર' ખૂબ લોકપ્રિય થઇ છે 

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (1973-75) રહેલા હેમવતી નંદન બહુગુણાનું અમેરિકા ખાતે અવસાન (1989)

* બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબ- ઉર - રહેમાનનો જન્મ (1920)
તેમણે પછી વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી 
તેમને બંગબંધુની ઉપાધીથી નવાજવામાં આવ્યા છે 

* હિન્દી ફિલ્મોના સંગીતકાર ગુલામ મોહમ્મદનું મુંબઇ ખાતે અવસાન (1968)
'મિરઝા ગાલિબ' ફિલ્મના સંગીત માટે તેમનું રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું 

* ભારતના ક્રિકેટ ખેલાડી (31 ટેસ્ટ રમનાર) દત્તુ પાઢકર (દત્તાત્રેય ગજાનન પાઢકર)નું અવસાન (1985)

* બંગાળી અને હિન્દી ફિલ્મોના અભિનેતા અનિલ ચેટરજીનું કોલકાતા ખાતે અવસાન (1996)

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) શાહીદ મોહમ્મદનો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે જન્મ (1939)

* સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી (1987)
તેઓ અંતિમ ટેસ્ટ પાકિસ્તાન સામે રમ્યા હતા

* ગોલ્ડા મેયર ઈઝરાયેલના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા (1969)
તેઓ ઈઝરાયેલના ચોથા વડાપ્રધાન (1969-74) હતા 

* કન્નડ ફિલ્મોના અભિનેતા, ગાયક, નિર્માતા પુનિથ રાજકુમારનો ચેનૈઈ ખાતે જન્મ (1975)
તે અપ્પુ નામથી પણ ઓળખાય છે

* શ્રીલંકાએ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો (1996)
ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં શ્રીલંકાના અરવિંદ ડી સિલ્વાએ સદી નોંધાવા સાથે 107 રન કર્યા અને 3 વિકેટ લેવા સાથે 2 કેચ પકડી મેન ઓફ ધ મેચ સન્માન મેળવ્યું 
મેન ઓફ ધ સિરીઝ નું સન્માન પણ અરવિંદ ડી સિલ્વાને મળ્યું હતું

* સુનિલ દત્ત, નૂતન, જમુના, પ્રાણ, દેવેન વર્મા, શ્યામા, લીલા મિશ્રા, મુકરી અને ડેવિડ અભિનિત ફિલ્મ 'મિલન' રિલીઝ થઈ (1967)
ડિરેક્શન : એ. સુબ્બારાવ
સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ
બે પ્રેમીઓના પુનર્જન્મની થીમ ઉપર આધારિત 'મિલન' ડિરેક્ટર એ. સુબ્બારાવની પોતાની ની હિટ તેલુગુ ફિલ્મ 'મૂગા માનુસુલું' (1963)ની રિમેક હતી.
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ-1967માં 'સાવન કા મહિના...' (લતા મંગેશકર-મુકેશ) ગીત વર્ષનું સૌથી લોકપ્રિય નંબર 1 સરતાજ ગીત હતું. જયારે 'હમ તુમ યુગ યુગ સે...' (લતા મંગેશકર-મુકેશ) ગીત 6ઠ્ઠા નંબર ઉપર અને 'મૈં તો દિવાના દિવાના...' (મુકેશ) ગીત 17A નંબર ઉપર રહ્યું હતું.
ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં 'મિલન'ને 'બેસ્ટ એક્ટ્રેસ' (નૂતન), 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ' (જમુના) અને 'બેસ્ટ મ્યુઝિક' (લક્ષ્મીકાંત પ્યારેલાલ) - એમ કુલ 3 એવોર્ડ્સ મળ્યા હતાં. 'મિલન'ને કુલ 9 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતાં.

>>>> આપણે યુદ્ધ કરીએ તો તે સારા માટે હોય, બીજા કરે તો તે ખરાબ. આપણા ગેરવ્યવહારને આપણે ઉચિત, અને બીજાના એવા જ વ્યવહારને અનુચિત માનીએ છીએ. આપણે આપણી જાતને બીજા કરતાં વધુ નૈતિક, વધુ સિદ્ધાંતવાદી અને વધુ શાંતિપ્રિય ગણતા હોઈએ છે. કારણ કે આપણે એવું માનીએ છીએ કે આપણે સારા માણસો છીએ. પોતાની 'અચ્છાઈ' સાબિત કરવી એ મોરલ સુપિરિયારીટી સિવાય બીજું કશું નથી. મઝાની વાત એ છે કે બંને પક્ષ એકબીજા વિશે આવું માનતા હોય છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)