ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલિવૂડ ફિલ્મોના અભિનેતા વિલિયમ હર્ટનું અમેરિકામાં અવસાન (2022)
ત્રણ વખત બેસ્ટ એકટરનો ઓસ્કર એવોર્ડ મેળવનાર હોલીવૂડ એકટર વિલિયમ હર્ટનું ૧૩ માર્ચ ૨૦૨૨ના રોજ નિધન થયું હતું . ૭૨મા જન્મદિવસના એક અઠવાડિયા પહેલા જ તેઓ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા
* ભારતીય ક્રાન્તિકારી ઉધમસિંગ દ્વારા લંડનમાં માઈકલ ઓ'ડાયરની હત્યા કરવામાં આવી (1940)
પંજાબના તે સમયના લેફ્ટનન્ટ ગવર્નર 'જનરલ ડાયર' એ જલિયાંવાલા બાગ ખાતે (13-4-1919એ) ફાયરિંગ માટેનો ઓર્ડર આપ્યો હતો
* મરાઠા શાસન દરમિયાન પોતાની ચતુરાઈ અને બુદ્ધિમત્તા માટે વિખ્યાત નાના ફડનવીસ (બાલાજી જનાર્દન ભાનુ) નું અવસાન (1800)
*
* હિન્દી ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક અને લેખક નાસિર હુસેન (મોહમ્મદ નાસિર હુસેન ખાન) નું મુંબઈ ખાતે અવસાન (2002)
તેમની યાદગાર ફિલ્મોમાં યાદો કી બારાત, જો જીતા વોહી સિકંદર, કાંરવા, હમ કીસી કે કમ નહી, જમાને કો દિખાના હૈ, કયામત સે કયામત તક વગેરે છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (12 ટેસ્ટ, 4 વન ડે અને 5 ટી-20 રમનાર ) મોહમ્મદ સિરાજનો હૈદરાબાદ ખાતે જન્મ (1994)
*
* બાંગ્લાદેશમાં જન્મેલ અને ભારતના લોકપ્રિય સિતાર વાદક ઉસ્તાદ વિલાયત ખાંનું મુંબઈ ખાતે અવસાન (2004)
*
* સુરત ખાતે જન્મેલ ભારતના ક્રિકેટ ખેલાડી (12 ટેસ્ટ રમનાર) ગુલામ ગુર્દનું અવસાન (1978)
*
* ઉત્તર પ્રદેશના પિલીભીતથી સાંસદ વરુણ ગાંધીનો નવી દિલ્હી ખાતે જન્મ (1980)
તેઓ વર્ષ 2009થી લોકસભાના સભ્ય છે
તેમના માતા મેનકા ગાંધી પણ લોકસભામાં સાંસદ છે
*
* મરાઠી અને હિન્દી ફિલ્મોના ગાયિકા સુલોચના ચૌહાણ (સુલોચના કદમ)નો મુંબઈ ખાતે જન્મ (1933)
*
* લોટસ પ્રાઈઝ અને લેનિન પીસ પ્રાઈઝથી સન્માનિત ફિલિસ્તીની કવિ મહમૂદ દરવેશ નો જન્મ (1941)
*
* હિન્દી ફિલ્મો અને ટીવીના અભિનેતા શફી ઇનામદારનું અવસાન (1996)
*
* હિન્દી ફિલ્મ અને અમેરિકન ટીવીના અભિનેત્રી નિમરત કૌરનો રાજસ્થાનમાં જન્મ (1982)
*
* ક્રિકેટર હરભજનસિંહના પત્ની (2015) અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી ગીતા બસરાનો ઈંગ્લેન્ડમાં જન્મ (1984)
*
* ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં કોલકાતા ખાતે શ્રીલંકા સામે રમત ભારતનો પરાજય થયો (1996)
*
* મિશનરી ઓફ ચેરિટી માટેનું નેતૃત્વ કરવાની જવાબદારી સિસ્ટર નિર્મલાને મધર ટેરેસા ની હયાતીમાં સોંપવામાં આવી (1997)
*
* પનામા દેશના ક્રિકેટ ખેલાડી અસલમ દોરિયાનો ગુજરાતના પાનોલી ખાતે જન્મ (1983)
*
>>>> વિશ્વાસના શ્વાસોશ્વાસથી દુનિયા ચાલે છે. માણસ જીવે છે, કોઇકના નિર્વ્યાજ સધિયારે આપણી નાવ ચાલતી રહે છે. માણસ મંઝિલ પામે છે ફકત શ્રધ્ધાના સહારે..! અને એ માટે જરૂરી છે પરસ્પરનો પ્રેમ. એકબીજા માટેનો મકકમ આત્મવિશ્વાસ જ એનો આધાર છે. કોઇપણ બે વ્યકિત વચ્ચેનો ભરોસો તૂટે છે ત્યારે લાગે છે કે ઇશ્વરની વ્યવસ્થામાં કશુંક ખૂટે છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)