AnandToday
AnandToday
Monday, 11 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

વલ્લભ વિદ્યાનગર ખાતે "નારી રત્ન સન્માન " સમારોહ -૨૦૨૪ યોજાયો

વિવિધ ક્ષેત્રની મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવા સમારોહનું આયોજન કરાયું

વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને નારીરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી 

આણંદ ટુડે
આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નમસ્કાર ગુજરાત દૈનિક સીને મીડિયા ફાઉન્ડેશન, અમદાવાદ અને ધ બ્યુટી ટાઉન,વડોદરાના સંયુક્ત ઉપક્રમેઆંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે  આણંદ શહેર પાસેના વલ્લભ વિદ્યાનગર સ્થિત એમ પી પટેલ ઓડિટોરિયમ ખાતે નારી રત્ન સન્માન સમારોહ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું .
આ સમારોહમાં સાહિત્યકાર,લોકસાહિત્યકાર,ફિલ્મી,શૈક્ષણિક, મીડિયા, લોકનેતા ,બીઝનેસવુમન,રમતવીર અને સામાજિક ક્ષેત્ર સહિત ની  11 જેટલી કેટેગીરી ક્ષેત્રે સરહાનિય કામગીરી કરનાર મહિલાઓને નારીરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી .આ સમારોહમાં ગુજરાત ,રાજસ્થાન અને મહારાષ્ટ્ર થી મોટી સંખ્યામાં સન્નારીઓ આવી હતી . જેઓને ટ્રોફી અને  પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં
આ સમારંભમાં સંસ્થાના અગ્રણીઓ, ડૉ કલ્પેશ પટેલ પ્રમુખશ્રી સીને મીડિયા ફાઉન્ડેશન (તંત્રી- ન્યુઝ ઓનલાઈન ગ્રુપ), ,પાયલ શાહ ધ બ્યુટી ટાઉન, વડોદરા અને વિવેક વ્યાસ માર્કેટીંગ મેનેજર (તનિષ્ક-તનેરીયા), મહેમાન શ્રીઓ રમણલાલ સોલંકી (નાયબ મુખ્ય દંડક),આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ ,પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, નીપાબેન પટેલ (મંત્રી,ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચો), ભારતીબેન પટેલ (સમાજ કલ્યાણ પ્રમુખ), કામિનીબેન ભટ્ટ (આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી),  નિશા ગોસ્વામી (મોડલ), મીનું બારોટ (જુનિયર દયા), શૈલેષ શાહ (પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ) સહયોગી મેહુલ મોદી અનામિકા ફેશનવેર સ્ટુડિયો ઉપસ્થિતિ રહ્યા હતા .
આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષા જાની,વાઇબ્રન્ટ મલ્ટી મીડિયા સીઈઓ રમેશ ઠાકોર,નીક ફિલ્મના નીતીશ પંચાલ,કમળાબેન પટેલ  પ્રમુખ વિશ્વ સગપણ કેન્દ્ર આણંદ),વૌશાલી હિંગુ (આર્ટિસ્ટ),સુનિલ રાજપૂત , સપોર્ટબાય અનામિકા ફેશનવેર એન્ડ સ્ટુડિયા ના માલિક મેહુલ મોદી ,ધ બ્યુટી ટાઉન વડોદરા , તનિષ્ક & તનેરા વડોદરા  અને  ડો કલ્પેશ પટેલ સિને મીડિયા ફાઉન્ડેશન પરિવારનાઓએ સંચાલન કર્યું હતું .