AnandToday
AnandToday
Monday, 11 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 12 માર્ચ : 12 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી યશવંત રાવ ચૌહાણનો આજે જન્મદિવસ

બોમ્બે સ્ટેટ રાજ્યના છેલ્લા મુખ્યમંત્રી (1956-60) અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1960-62) યશવંત રાવ ચૌહાણનો જન્મ (1913)
તેઓ ભારતના પાંચમા નાયબ વડાપ્રધાન (1979-80) હતા 
વર્ષ 1962થી વિવિધ વિભાગોમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી 

* મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ કરવા અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો આરંભ કર્યો (1930)
    *
* વિખ્યાત ચિત્રકાર કનુ દેસાઇનો ભરૂચ ખાતે જન્મ (1907)
ગુજરાતી સંસ્કૃતિનો સર્વોચ્ચ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક (1938) અને ગુજરાત રાજ્ય લલિત કલા એકાદમીનો 'ગુજરાત ગૌરવ પુરસ્કાર' (1965) મેળવ્યો હતો
હિન્દી ફિલ્મ "જનક જનક પાયલ બાજે" માટે શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટેના ફિલ્મફેર એવોર્ડ (1957) દ્વારા તેમનુ સન્માન થયું હતું 

* પદ્મશ્રી અને રણજીતરામ સુવર્ણચંદ્રક થી સન્માનિત ગુજરતી લેખક ગુણવંત શાહનો સુરત ખાતે જન્મ (1937)

* જામનગર ખાતે જન્મેલ ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) કેએસ ઈંદ્રજીતસિંહ (શ્રી માધવસિંહજી જાડેજા ઈંદ્રજીતસિંહ)નું અવસાન (2011)

* નેશનલ ફિલ્મ એવોર્ડ અને 17 વખત ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત ગાયિકા શ્રેયા ઘોસાલનો પશ્ચિમ બંગાળમાં જન્મ (1984)

* વિશ્ચ વિખ્યાત શિલ્પકાર અનિસ કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1949)

* ગરબા ક્વીન તરીકે લોકપ્રિય ગાયિકા અને કંપોઝર ફાલ્ગુની પાઠકનો મુંબઈ ખાતે જન્મ (1964)

* ભારત અને પાકિસ્તાનની ફિલ્મોના લોકપ્રિય અને સફળ ગાયક અતિફ અસલમનો પાકિસ્તાનમાં જન્મ (1983)

* ભારતના ક્રિકેટ ખેલાડી (8 ટેસ્ટ રમનાર) વિજય મહેરાનો અમૃતસર ખાતે જન્મ (1938)
તેમણે ટેસ્ટ પ્રવેશ કર્યો ત્યારે તે સૌથી યુવા વયે (17 વર્ષ અને 265 દિવસ) પ્રવેશ લીધો હોવાનું બહુમાન મળ્યું હતું 

* કાર્ટૂનિસ્ટ માયા કામથનો મુંબઈ ખાતે જન્મ (1951)

* પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી રહેલા બાબુ બોખીરીયાનો જન્મ (1953)

* હિન્દી ફિલ્મોના ગાયિકા ઉત્પલા સેનનો બાંગ્લાદેશના ઢાકા ખાતે જન્મ (1924)

* મુંબઈમાં શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટમાં સેંકડો (317) લોકો માર્યા ગયા (1993)

* હિન્દી ફિલ્મ 'તિરંગા' મુંંબઈના પ્લાઝા સિનેમામાં હાઉસફુલ ચાલી રહી હતી ત્યારે બપોરે 03:15 વાગ્યે થિયેટર પરિસરમાં એક બ્લાસ્ટ થયો, જેમાં 10 લોકો માર્યા ગયા અને 37 લોકો ઘાયલ થયા (1993) 
અસગર મુકાદમનું પાત્ર ભજવતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુંબઈ બોમ્બ બ્લાસ્ટની આ ઘટના ફિલ્મ 'બ્લેક ફ્રાઈડે' (2004)માં નોંધવામાં આવી છે

* સાહિત્ય અકાદમીની સ્થાપના કરવામાં આવી (1954)

* દક્ષિણ આફ્રિકા એ 438 રન બનાવી સૌથી વધુ રન ચેઝ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો (2006)
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના હર્ષેલ ગિબ્સના 175 સાથે ગ્રેહમ સ્મિથના 90 રન મહત્વના સાબિત થયા

* ઓસ્ટ્રેલિયા એ 50 ઓવરની વન ડે મેચમાં ઐતિહાસિક 434 રન બનાવવાનો કિર્તિમાન સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગ ખાતે બનાવ્યા (2006)
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ ના 164 સાથે માઈકલ હસીના 81 રન મહત્વના સાબિત થયા

* રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, સુમિતા સાન્યાલ, રમેશ દેવ, સીમા દેવ, લલિતા પવાર, દુર્ગા ખોટે, જ્હોની વોકર, આસિત સેન અને દારાસિંઘ અભિનિત ફિલ્મ 'આનંદ' રિલીઝ થઈ (1971)
ડિરેક્શન : ૠષિકેશ મુખરજી
સંગીત સલીલ ચૌધરી
'આનંદ' અકીરા કુરોસાવાની ફિલ્મ 'ઇકીરુ' (1952)થી પ્રેરિત હતી.
ૠષિકેશ મુખરજી ફિલ્મના સાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા કે 'આનંદ' કેવી રીતે જીવનને સંપૂર્ણ રીતે જીવવા માંગે છે અને તેની પાસે બચેલા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવા માંગે છે. ૠષિકેશ મુખરજીએ 'આનંદ' ફિલ્મને એવી રીતે ફ્રેમમાં રાખવા માટે તેમના લેખક ગુલઝારને કહ્યું હતું કે દર્શકોને પહેલા સીનમાં જ ખબર પડે કે આનંદ (રાજેશ ખન્ના) મૃત્યુ પામ્યો છે. ૠષિકેશ ઈચ્છતા ન હતા કે દર્શકો અંત સુધી સસ્પેન્સની સ્થિતિમાં રહે અને 'આનંદ' બચશે કે નહીં તે અનુમાન લગાવતા રહે. 
જ્યારે 2012માં રાજેશ ખન્નાનું મૃત્યુ થયું હતું ત્યારે 'આનંદ'નો ક્લાઈમેક્સ ન્યૂઝ ચેનલો પર વારંવાર દેખાડવામાં આવતો હતો.
રાજ કપૂર ઘણીવાર હૃષિકેશ મુખરજીને પ્રેમથી આ શબ્દથી સંબોધતા હતા, જેમ 'આનંદ' ફિલ્મમાં રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનને સંબોધતો હોય છે. 'બાબુ મોશાય શબ્દનો અર્થ 'મહાન સજ્જન' થાય છે. 
ઋષિકેશ મુખરજીએ પોતે સંપાદક તરીકે જેમની સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી તે રાજ કપૂરને 'આનંદ' ફિલ્મ સમર્પિત કરી હતી.
'આનંદ' અમિતાભ બચ્ચનની પહેલી હિટ ફિલ્મ હતી.
'આનંદ' માત્ર 28 દિવસમાં જ બનીને તૈયાર થઈ ગઈ હતી.
રિયલ લાઈફ કપલ રમેશ દેવ અને સીમા દેવ 'આનંદ' માં પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી.
'આરાધના'ની સફળતા બાદ કિશોર કુમાર રાજેશ ખન્નાનો અવાજ બની ગયો હતો. 'આનંદ' (1971) ફિલ્મમાં સંગીત નિર્દેશક સલિલ ચૌધરીએ આગ્રહ કર્યો હતો કે મુકેશનો અવાજ 'આનંદ'ના પાત્રને જરૂરી કરુણતા આપશે. રાજેશ ખન્ના સૂચન માટે સહેલાઈથી સંમત થઈ ગયો હતો. 
'જિંદગી કૈસી હૈ પહેલી...' ગીત મૂળ 'આનંદ' ફિલ્મના શીર્ષક માટે પૃષ્ઠભૂમિ ગીત તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. ગીત સાંભળ્યા પછી રાજેશ ખન્નાએ વિચાર્યું કે આટલું સરસ ગીત ટાઇટલ માટે બેકગ્રાઉન્ડ સોંગ તરીકે વાપરવું એ વ્યર્થ હશે. તેણે નિર્દેશક ૠષિકેશ મુખરજીને આ ગીત માટે પરિસ્થિતિ બનાવવાનું સૂચન કર્યું હતું. તે દિવસોમાં શીર્ષક માટે બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતો રેડિયો પર ઓછા વગાડવામાં આવતા હતા. પણ 'આનંદ' ફિલ્મના 'ઝિંદગી કૈસી હૈ પહેલી...' ગીતના શુુુુટીંગ માટે રાજેશ ખન્ના પાસે કોઈ તારીખ ન હતી. આથી દિગ્દર્શક હૃષિકેશ મુખરજીએ નક્કી કર્યું કે ગીત બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવશે .જ્યારે રાજેશ ખન્ના જુહુ બીચની ગલીઓમાં ચાલશે.
બિનાકા ગીતમાલાની વર્ષના સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ-1971માં 'આનંદ' ફિલ્મને 'ઝિંદગી કૈસી હૈ પહેલી હાય...' (મન્ના ડે) 7માં નંબર ઉપર અને 'મૈને તેરે લિયે હી...' (મુકેશ) 15માં નંબર ઉપર રહ્યા હતાં.
સાત કેટેગરીમાં નામાંકન બાદ 'આનંદ' ને 'બેસ્ટ ફિલ્મ', 'બેસ્ટ એક્ટર' (રાજેશ ખન્ના), 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' (અમિતાભ બચ્ચન), 'બેસ્ટ સ્ટોરી' (ૠષિકેશ મુખરજી), 'બેસ્ટ ડાયલોગ્સ' (ગુલઝાર) અને 'બેસ્ટ એડીટિંગ' (ૠષિકેશ મુખરજી) એમ કુલ 6 કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતાં. જે તે વર્ષે સૌથી વધુ એવોર્ડ મેળવનાર ફિલ્મ હતી. 
રાજેશ ખન્નાની સળંગ 17 હિટ ફિલ્મોમાં 'આનંદ' ફિલ્મનીીગણતરી પણ 1969 થી 1971 દરમિયાનની સફળ ફિલ્મોમા થાય છે.

>>>> આ જગતમાં હોનારતો થાય છે. આપત્તીઓ આવે છે, ઉથલપાથલો તહલકો મચાવી જાય છે. માણસ ઘડીભર હેબતાઈ જાય, હલબલી જાય, સ્વસ્થ થાય અને પાછો બેઠો થઈ જાય..! એ જ માણસ જયારે કોઇ મનગમતો સંબંધ ધરાશયી થાય છે ત્યારે કાયમી વેદનાગ્રસ્ત થઈ જતો હોય છે.. આપણને શારીરિક કે બાહય રીતે થતું નુકશાન અસહય હોય છે. પરંતું દિલને પહોંચતી ઠેસ હંમેશાં કારમી હોય છે. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)