AnandToday
AnandToday
Sunday, 10 Mar 2024 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 10 માર્ચ : 10 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી અને ફેશન મોડલ શેરોન સ્ટોનનો આજે જન્મદિવસ 

ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ દ્વારા સન્માનિત હોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી અને ફેશન મોડલ શેરોન સ્ટોનનો અમેરિકામાં જન્મ (1958)

* ભારતની ક્રિકેટ ટીમ એ બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી (1985) 
ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો 
ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો ખિતાબ રવિ શાસ્ત્રીને મળ્યો હતો 
જાવેદ મિયાંદાદના 48 અને ઈમરાન ખાનના 33 રન સાથે પાકિસ્તાને 176 રન બનાવ્યા હત, તેના જવાબમાં ભારતના રવિ શાસ્ત્રી ના 63 અને કે શ્રીકાંતના 67 સાથે ભારતે ૮ વિકેટેથી જીત મેળવી હતી 

* પદ્મ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત ભારતીય અર્થશાસ્ત્રી અને બેંકર હસમુખભાઈ પારેખનો સુરત ખાતે જન્મ (1911)
તેમણે આજની આઈસીઆઈસી બેન્કના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું 
તેમણે હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થપના કરી હતી

* વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની પ્રથમ ઐતિહાસિક ટેસ્ટ જીત થઈ (1971)
દિલીપ સરદેસાઈની સદી (113) સાથે ભારતની 7 વિકેટથી જીત થઈ હતી
આ સુનિલ ગાવસ્કરની પ્રથમ ટેસ્ટ મેચ છે 

* પદ્મશ્રી અને વજુ કોટક સુવર્ણચંદ્રકથી સમ્માનિત સમીક્ષક-કટાર લેખક, પ્રખર વિદ્વાન, ઇતિહાસનાં અધ્યાપક અને પોતાની કલમથી દાયકાઓ સુધી ગુજરાતી વાચકોનો પ્રેમ અને આદર મેળવનાર નગીનદાસ સંઘવીનો જન્મ (1920)

* સુનિલ ગાવસ્કરે ભારતની ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો (1971) 
વેસ્ટ ઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમતા બે ઈંનિગમાં 65 અને 67 રન બનાવ્યા, તે ટેસ્ટ મેચમાં ભારતની જીત વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ઐતિહાસિક જીત છે 

* પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત અંતરીક્ષ વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન (1984-94) રહેલા યુ આર રાવનો ચેનૈઈ ખાતે જન્મ (1932)

* ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનું પુના ખાતે અવસાન (1897)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્વાલિયરના અંતિમ મહારાજાના પુત્ર માધવરાવ સિંધિયાનો મુંબઈ ખાતે જન્મ (1945)

* ઈંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ બીજા અને પ્રિન્સ ફિલિપના પુત્ર પ્રિન્સ એડવર્ડનનો જન્મ (1964)

* જમ્મુ અને કાશ્મીરના સૌથી યુવા મુખ્યમંત્રી (2009-2015) બનેલ અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાનો જન્મ (1970)

* પદ્મ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત મરાઠી કવિ મંગેશ પડગાંવકરનો મહારાષ્ટ્રમાં જન્મ (1929)

* નૈરોબીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે કેન્યાની વન ડે માટે અમ્પાયરીંગ કરનાર નરેન્દ્ર એન. દવેનો ગુજરાતમાં ઉમરેઠ ખાતે જન્મ (1950)

* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (3 વન ડે અને 2 ટી-20 રમનાર) ફવાદ અહેમદ ખાનનો પાકિસ્તાનમાં જન્મ (1979)

* ભારતના સમાજ સુધારક લલ્લનપ્રસાદ વ્યાસનો જન્મ (1934)

* હિન્દી અને ભોજપુરી ફિલ્મોના ડાન્સર અને અભિનેત્રી પદમા ખન્નાનો વારાણસી ખાતે જન્મ (1949)
ટીવી સિરિયલ રામાયણમાં કૈકૈઈનું યાદગાર પાત્ર ભજવ્યું હતું 

* પાકિસ્તાનમાં જન્મેલ અને હિન્દી ફિલ્મોના લોકપ્રિય હાસ્ય અભિનેતા આ ઈ એસ જોહરનું મુંબઈ ખાતે અવસાન (1984)
તેમણે ફિલ્મો માટે લખવાનું કામ કરવા ઉપરાંત નિર્માણ અને દિગ્દર્શક તરીકે પણ કામગીરી કરી હતી 

* ભારતના થિયેટરો આર્ટિસ્ટ ડોલી ઠાકોરનો જન્મ (1943)

* ઐતિહાસિક ટીવી સિરિયલોના લોકપ્રિય અભિનેતા શાહબાઝ ખાનનો મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે જન્મ (1966)

* ભારતના લોકપ્રિય ચિત્રકાર વાજીદ ખાનનો જન્મ (1981)

* ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે સુહાર્તો સતત સાતમી વખત ચુંટાયા (1998)

* ભારતની રાજ્ય સભામાં મહિલા આરક્ષણ બિલ પસાર થયું (2010)

* કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ની સ્થાપના થઈ (1969)

* વિશ્ચ કિડની દિવસ *

>>>> કલ્પના અને ભ્રમ એકબીજાના પર્યાય નજર આવે છે, પરંતુ બે વચ્ચે એક પાયાનો તફાવત એ છે કે કલ્પના એટલે આપણે જે ક્રિએટ કર્યું હોય તે, અને ભ્રમ એટલે બીજા કોઈએ ક્રિએટ કર્યું હોય તે. કલ્પના એટલે જે નથી તેની વિચારવાની તાકાત, જ્યારે ભ્રમ એટલે જે નથી તેને સાચું માની લેવાની વૃતિ. એકમાં તમે સક્રીય બનીને ક્રિએટ કરો છો, બીજામાં તમે નિષ્ક્રિય બનીને અનુસરો છો.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)