હિન્દી અને અંગ્રેજી ફિલ્મો તથા હિન્દી નાટકોના મહાન અને ખૂબ લોકપ્રિય તથા સફળ અભિનેતા અનુપમ ખેરનો શિમલા ખાતે જન્મ (1955)
પદ્મ ભૂષણ, પદ્મશ્રી, બે નેશનલ ફિલ્મ એવોર્ડ અને ૮ ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક તબક્કે તેમનું સમ્માન થયું છે
તેમણે 500થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે
તેઓ એક્ટિંગની સ્કૂલ પણ ચલાવે છે
તેઓ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેટ (સીબીએફસી), નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સિટટયૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ) ના ચેરમેન પણ હતા
તેમની યાદગાર ફિલ્મોમાં સારાંશ, લમ્હે, રામ લખન, ડર, તેજાબ, ડેડી, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે વગેરે છે
તેમની અંગ્રેજી ફિલ્મોમાં બેંડ ઈટ લાઈક બેકહમ, ગોલ્ડન લાયન, કૉશન, હોટલ મુંબઈ વગેરે છે
* ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 10 હજાર રન બનાવનાર ભારતના સુનીલ ગાવસ્કર વિશ્ચના પ્રથમ ખેલાડી બન્યા, જે રેકોર્ડ અમદાવાદના ક્રિકેટ ગ્રાઉન્ડ પર (પાકિસ્તાન સામે રમતા) રચાયો (1987)
* હિન્દી ઉપરાંત ભારતની અનેક પ્રાદેશિક ભાષાની ફિલ્મોના ગાયિકા સાધના સરગમનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1974)
* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી (121 ટેસ્ટ અને 187 વન ડે રમનાર) અને કપ્તાન વિવિયન રિચાર્ડસ (સર ઈસાક વિવિયન એલેકઝાન્ડર રિચર્ડસ)નો જન્મ (1952)
તેમના નેતૃત્વમાં ટીમ કદીય ટેસ્ટ સિરીઝ હારી નથી
તેઓ એન્ટિગુઆ અને બરમુડા માટે ફૂટબોલની આંતરાષ્ટ્રીય મેચ રમતા હતા
તેમનો ટેસ્ટ પ્રવેશ ભારત સામે બેંગલોર ખાતે થયો હતો અને બંને ઈનિંગમાં તેમને ભાગવત ચંદ્ર શેખર એ માત્ર 4 અને 3 રનના સ્કોર ઉપર આઉટ કર્યા હતા
1975, 1979નો ક્રિકેટ વર્લ્ડકપ તેમના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝ જીત્યુ હતું
ફસ્ટ કલાસ ક્રિકેટમાં 100 સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ પણ તેમણે બનાવ્યો છે
તેમના ભારતીય અભિનેત્રી નીના ગુપ્તા સાથેના અંગત સંબંધોથી દિકરી ફેશન ડિઝાઇનર મસાબા છે.
* હિન્દી સાહિત્યકાર સચ્ચિદાનંદા હિરાનંદા વાત્સાયન ઉર્ફે અજ્ઞેયનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1911)
* ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી (31 ટેસ્ટ રમનાર) અને કપ્તાન રહેલા નારિ કોન્ટ્રાક્ટર (નરીમન જમશેદજી કોન્ટ્રાક્ટર)નો ગુજરાતના ગોધરા ખાતે જન્મ (1934)
તેમના માતા દાહોદથી મુંબઈ આવી રહ્યા હતા તે દરમિયાન દુખાવો ઉપડતા ટ્રેન ગોધરા ખાતે રોકવામાં આવી અને ત્યાં નારિનો જન્મ થયો, એ ટ્રેનના ડ્રાઈવર તેમના કાકા હતા
પોતાની પ્રથમ ફસ્ટ કલાસ મેચમાં બંને ઈનિંગમાં સદી ફટકારવાનો રેકોર્ડ નરિના નામ ઉપર છે, અને આ રેકોર્ડ બનાવનાર તે આર્થર મોરિસ બાદ બીજા ખેલાડી છે
વેસ્ટ ઇન્ડિઝના બોલર ચાર્લી ગ્રિફિથનો બોલ માથામાં સાઈડમાં વાગતા કાન અને નાકમાંથી લોહી નિકળવા લાગ્યું અને ખોપરી ફાટી હતી, જેની સારવાર બાદ નિવૃત્તિ લેવાને બદલે ક્રિકેટ ખેલાડી તરીકે સક્રિય રહ્યા હતા
* ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી (1950-54) ગોવિંદ વલ્લભ પંતનું નવી દિલ્હી ખાતે અવસાન (1961)
* હિન્દી ફિલ્મ સંગીતકાર રવિ (રવિ શંકર શર્મા)નું મુંબઈ ખાતે અવસાન (2012)
તેમનું નેશનલ અને ફિલ્મફેર એવોર્ડથી અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે
તેમની યાદગાર ફિલ્મોમાં નિકાહ, હમરાઝ, ચૌદવી કા ચાંદ, દો બદન, ખાનદાન, ઘરાના, નિલકમલ, ગુમરાહ, વક્ત વગેરે છે
તેમણે 'બોમ્બે રવિ' નામની મલયાલમ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે
* રાજ્ય સભામાં વિપક્ષના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી (2005-08) ગુલામનબી આઝાદ નો જન્મ (1949)
* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક અનિલ શર્માનો ઉત્તર પ્રદેશના મથુરામાં જન્મ (1958)
તેમની યાદગાર ફિલ્મોમાં બંધન કચ્ચે ધાગો કા, હુકુમત, તહેલકા, પુલીસવાલા ગુંડા, અપને, વીર, ગદર વગેરે છે
* ગુજરાતી સાહિત્યકાર શિરિષ પંચાલ નો વડોદરા ખાતે જન્મ (1943)
'વાત આપણા વિવેચનની ' માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૦૯માં મળ્યો હતો, જેનો તેમણે અસ્વિકાર કર્યો હતો
* ટીવી પત્રકાર (ટાઈમ્સ નાવ અને રિપબ્લિક ભારતના) ચીફ એડિટર અને એન્કર અર્નબ ગોસ્વામીનો જન્મ (1973)
* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) ઉમેશ કુલકર્ણીનો મહારાષ્ટ્રના અલીબાગ ખાતે જન્મ (1942)
તેમને 28 વર્ષની વયે ઈજા થતા નિવૃત્તિ લેવી પડી
તેમની ઉંચાઇ પણ ક્રિકેટની રમત માટે પ્રમાણમાં ઓછી હોવાની વાત હતી
* ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન (2006-11) ઓ. પી. ભટ્ટનો દહેરાદુન ખાતે જન્મ (1951)
* ટીવી એન્કર અને અભિનેતા શાન્તનુ મહેશ્ચરીનો કોલકાતા ખાતે જન્મ (1991)
* નાસાએ દુનિયાનું સૌથી શક્તિશાળી દૂરબીન કેપલર લોન્ચ કર્યું, જે સૂર્ય ની પરિક્રમા કરે છે (2009)
>>>> હ્રદયને ઠેસ પહોંચાડતી નાનકડી ઘટનાનો આઘાત ઘણીવાર જિંદગીભર અસર કરી જાય છે. આની પાછળનું મહત્વનું કારણ છે માણસની લાગણી માટેની ભુખ. દેહ ટકાવવા માટે કોઇપણ પ્રાણીને હવા પાણી કે ખોરાકની જરૂર પડતી હોય છે. આ ચીજો વધતા ઓછા પ્રમાણમાં મળે તો પણ એ ચલાવી લેવાય પણ લાગણી માટેની તલાશ તમામને એકસરખી હોય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)