AnandToday
AnandToday
Tuesday, 05 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 6 માર્ચ : 6 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતીય મૂળના અમેરિકી રાજનેતા સ્વાતિ દાંડેકરનો આજે જન્મદિવસ 

ભારતીય મૂળના અમેરિકી રાજનેતા સ્વાતિ દાંડેકરનો મહારાષ્ટ્રના નાગપુર ખાતે જન્મ (1951)
તેઓ ભારતીય મૂળના પ્રથમ અમેરિકી નાગરિક છે જેમણે અમેરિકાના રાજ્ય પ્રતિનિધિ માટે જીત મેળવી હતી 
તે એશિયન ડેવલપમેન્ટ બેન્કના અમેરિકી એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર હતા

* અંગ્રેજી ફિલ્મ, એનિમેશન અને ગેમ્સ માટેની ડિજીટલ કંપનીના સ્થાપક અને સંચાલક શરદ દેવરાજનનો અમેરિકામાં જન્મ (1975)

* કચ્છ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ (2014) વિનોદભાઈ ચાવડાનો જન્મ (1979)

* ભારતના ક્રિકેટ ખેલાડી અશોક પટેલ (8 વન ડે મેચ રમનાર)નો ભાવનગર ખાતે જન્મ (1957)

* વડાપ્રધાન ચંદ્ર શેખરની સરકારને આપેલ ટેકો કોંગ્રેસે પાછો ખેંચી લેતા સરકાર લઘુમતીમાં આવી અને તેમણે રાજીનામું આપ્યું (1991)
પણ વૈકલ્પિક વ્યવસ્થા સુધી તા. 21-6-1991 સુધી પદ ઉપર ચાલુ રાખવામાં આવ્યા હતા

* મુગલ સામ્રાજ્યના બીજા રાજા હુમાયુનો અફઘાનિસ્તાનના કાબુલ ખાતે જન્મ (1508)

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક રાજ એન સિપ્પીનો મુંબઈ ખાતે જન્મ (1948)
તેમની યાદગાર ફિલ્મોમાં સત્તે પે સત્તા, બોક્સર, મહાદેવ, સત્યમેવ જયતે, સૌગંધ, થાનેદાર વગેરે છે 
તેમના પિતા એન. સી. સિપ્પી બોલિવૂડ ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક હતા

* બોલિવૂડના સંગીતકાર અને ગાયક અંકિત તિવારીનો ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે જન્મ (1986)

* હિન્દી અને ભોજપુરી ફિલ્મોના જાણીતા ગાયક, અભિનેતા અને સંગીતકાર તથા મિડિયા પર્સનાલિટી પવન સિંગનો બિહાર રાજ્યમાં જન્મ (1986)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી જ્હાન્વિ કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1997)
તેમના માતા અભિનેત્રી શ્રીદેવી અને પિતા નિર્માતા બોની કપૂર છે 

* તેલુગુ અને તમિલ ફિલ્મોના અભિનેતા સ્વરાનંદ નો આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે જન્મ (1984)

* હિન્દી અને દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેતા મકરંદ દેશપાંડેનો મુંબઈ ખાતે જન્મ (1966)

* વિખ્યાત ફૂટબોલ ક્લબ "મેંન્ડરિડ ક્લબ"ની સ્પેનમાં સ્થાપના થઈ (1902)

* ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાન મિગ-21 એ અંતિમ ઉડાન ભરી (2009)

* 'ધ ઈકોનોમિક ટાઈમ્સ' અખબાર મુંબઈથી શરૂ થયું (1961)

>>>> એક જાપાની કહેવત છે; બીજાની દુર્દશા મધ જેવી હોય. પુતિન યુક્રેનની છાલ પર લપસે તો લોકો મનમાં મલકાય તો ખરા જ! કોઈ કારણ વગર રશિયા પીટાય તે લોકોને ગમે છે! કોઈ શક્તિશાળી હોય, તો તે નીચો પડે તેવું લોકો કેમ ઈચ્છતા હોય છે?" સાયકોલોજીમાં એક જર્મન શબ્દ પ્રચલિત છે; શાડુનફ્રોયડાહ ! અર્થ થાય છે, દુઃખનું સુખ ! કોઈની તકલીફ જોઈને આનંદ થવો તે. આપણી ખુદની નિષ્ફળતા અથવા હીન ભાવનાનો સામનો કરવા માટે આપણને આપણાથી વધુ સફળ અથવા તાકાતવર લોકોનું પતન જોવાનું ગમે છે. શાડુનફ્રોયડાહ પર ઘણા વૈજ્ઞાનિક અભ્યાસ કહે છે કે આપણી આસપાસ લોકોનું દુર્ભાગ્ય અને દુર્દશા જોઈને આપણને આપણી સ્થિતિ બહેતર લાગે, અને આપણી આસપાસ લોકો ખુશકિસ્મત હોય, તો આપણને આપણામાં અધૂરપ લાગે. ઈર્ષ્યા સહજ માનવીય ગુણ છે, પરંતુ ઇર્ષ્યાની વિશેષતા એ છે કે આપણા કરતાં સફળ અને સક્ષમ વ્યકિત માટે જ હોય. ક્રિકેટની મેચમાં આ સ્પષ્ટ જોવા મળે. આયર્લેન્ડ સામે ભારત જીતે એમાં એટલી મજા ન આવે, જેટલી મજા વર્લ્ડ ચેમ્પિયન દેશને પછાડવામાં આવે. સોશ્યલ મીડિયા પર જાણીતા લોકોનું ટ્રોલિંગ વધારે થાય છે, કારણ કે તેમને કોડીના કરવાની મજા આવે છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)