AnandToday
AnandToday
Monday, 04 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 5 માર્ચ : 5 March 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોલિવૂડ ફિલ્મોના ગીતકાર સંતોષ આનંદનો આજે જન્મદિવસ

"જીંદકી કી ના તૂટી લડી, પ્યાર કરલે ઘડી દો ઘડી " જેવા હિટ ગીતોના ગીતકાર સંતોષ આનંદનો જન્મ પ માર્ચ 1939 માં થયો હતો. તેમણે 1970 થી 1982 સુધી વિવિધ ફિલ્મોના ગીતો લખ્યા હતા. તેમણે 1974માં અને 1982માં બેવાર ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. એે ફિલ્મો પ્રેમરોગ અને રોટી કપડાં ઔર મકાન હતી. છેલ્લે તેમણે જુનુન (1992) તથા તહલકા (1992) માં ગીતો લખ્યા હતા. તેમના ગીતો લત્તાજી, મુકેશ અને મહેન્દ્ર કપુર જેવા ખ્યાતનામ ગાયકો એ ગાયા છે. 2016માં તેમને યશભારતીનો એવોર્ડ મળ્યો હતો.

* બીજી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનેલ શિવરાજ સિંહ ચૌહાણનો જન્મ (1959)
તેમણે પ્રથમ વખત વર્ષ 2005થી 2018 દરમિયાન અને હવે 2020થી મુખ્યમંત્રી છે 

* બે વખત ઓરિસ્સાના મુખ્યમંત્રી રહેલા (1961-63 અને 1990-95 બીજુ પટનાયકનો કટક ખાતે જન્મ (1913)
બીજી વખત મુખ્યમંત્રી બન્યા તે દિવસ તેમનો જન્મ દિવસ હતો 

* રાજ્ય સભાના પૂર્વ સાંસદ રહેલા (1993-99) ઉર્મિલાબેન ચીમનભાઈ પટેલનો જન્મ (1932)

* પંજાબ સરકારમાં મંત્રી અને ભારતની હોકી ટીમના સફળ ખેલાડી રહેલા પરગટસિંગનો જલંધર ખાતે જન્મ (1965)
તેમણે પંજાબ પોલીસ અને ભારતીય રેલવેમાં પણ ફરજ બજાવી છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી (8 ટેસ્ટ રમનાર) વિજય મહેરાનો અમૃતસર ખાતે જન્મ (1938)
માત્ર 17 વર્ષ અને 265 દિવસની વયે ટેસ્ટ પ્રવેશ મેળવતા તે સમયે ભારતના સૌથી યુવા ક્રિકેટરતતે ભારતની ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના (1975-82) સભ્ય હતા 
તે પોતાની સેન્સ ઓફ હ્યુમર માટે પણ ખૂબ લોકપ્રિય રહ્યા 

* ઈન્ડિયન એરફોર્સના પ્રથમ કમાન્ડર ઈન ચીફ એર માર્શલ સુબ્રતો મુખરજીનો કોલકાતા ખાતે જન્મ (1911)

* ભારતના ક્લાસિકલ ગાયિકા ગંગુબાઈ હંગલનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1913)

* ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય એકેડેમી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નવલકથા દ્વારા પોતાનું પ્રદાન આપનાર અર્વાચીન ગુજરાતી નવલકથાના પ્રતિનિધિ, શિક્ષક, કેળવણીકાર અને મનોપચારક પ્રફુલ્લ દવેનો જન્મ (1931)
અમેરિકામાં તેઓ પ્રોફેસર અને મનોપચારક રહ્યા અને એનસીઇઆરટી નવી દિલ્હીમાં રીડર તરીકે નિવૃત્ત થયા હતા
પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લઈ મેટ્રિક થયા. બીએ, એમએ બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બીએડ થયા, એમએડ અને પીએચડી વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી કર્યું હતું

* પૂર્વ કેન્દ્રીય મંત્રી વસંત સાઠેનો નાસિક ખાતે જન્મ (1925)

* પદ્મશ્રી થી સન્માનિત પેઈન્ટર શ્રીલાલ જોશીનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1931)

* સૂફી ગાઈકી વિદેશમાં લોકપ્રિય બનાવનાર ગાયક, સંગીતકાર અને કવિ ઈનાયત ખાનનું વડોદરા ખાતે અવસાન (1927)

* થિયેટર અને ફિલ્મ સાથે જોડાયેલા અલિક પદમશીનો મુંબઈ ખાતે જન્મ (1928)

* બોલિવૂડના જાણીતા અભિનેતા સૌરભ શુક્લાનો ગોરખપુર ખાતે જન્મ (1963)

* હિન્દી ફિલ્મોના અભિનેતા અને ગાયક જલાલ આગાનું અવસાન (1995)
તેમના પિતા આગા અભિનેતા હતા

* હિન્દી ફિલ્મોના અભિનેતા અને ગાયક માસ્ટર નિસારનો જન્મ (1902)

* અંગ્રેજી એક્ટર અને કોમેડિયન આસિફ માંડવીનો મુંબઈ ખાતે જન્મ (1966)

* દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેતા, નિર્માતા દિગ્દર્શક અને ગાયક નાસરનો જન્મ (1958)

* ટીવી અભિનેતા હિતેન તેજવાનીનો જન્મ (1974)

* બોલિવૂડ ફિલ્મોના ફેશન ડિઝાઇનર નિતા લૂલાનો મુંબઈ ખાતે જન્મ (1965)

* લાહોર ખાતે જન્મેલ અને હિન્દી ફિલ્મ અભિનેતા સુંદરનું મુંબઈ ખાતે અવસાન (1992)

* દુનિયાના 45 દેશ દ્વારા સમર્થન સાથે અને 24-11-1969એ જેના પર હસ્તાક્ષર થયા હતા તે પરમાણુ અપ્રસાર સંધી લાગુ કરવામાં આવી (1970)

* ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાઉન્ડિંગ રૉકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું (2010)

>>>> માનસશાસ્ત્રીય રીતે જ્યારે કોઈને સહેલાઈથી માત કરવા ઇચ્છતા હો તો એક નિયમ મુજબ એની પ્રશંસા શરૂ કરો. આ પ્રશંસા સાંભળ્યા પછી સામો માણસ પોતાની બુદ્ધિ પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે. માનવી જે એની પાસે નથી તે મેળવવાની તૃષ્ણામાં આંધળો બનીને છે તે પણ ગુમાવતો હોય છે. વિદ્યા ક્યારેય મેલી નથી હોતી, ખરાબ ઉપયોગ કરવાથી વિદ્યા મેલી બને છે. સારો ઉપયોગ કરો.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)