આણંદ ટુડે | આણંદ
દેશ અને દુનિયા જયારે વિકાસની નવી ઊંચાઈઓ આંબી રહી છે, ત્યારે સ્વસ્થ વિકાસ માટે પકૃતિ અને પ્રગતિનું સંતુલન રાખવું ખુબ જરૂરી છે, ભવિષ્યની આવનારી પેઢીને આર્થીક સમૃદ્ધિની સાથોસાથ સમૃદ્ધ કુદરતી વારસો આપવો, તે આપણી નૈતિક જવાબદારી બની રહે છે, ત્યારે આત્મીય ફિલ્ડકોન પ્રા.લી. દ્વારા સમગ્ર ચરોતર પંથકમાં સૌ પ્રથમ ગ્રીન બિલ્ડીંગ સર્ટિફાઈડ પ્રોજેકેટ તથા સૌ પ્રથમ EC એનવાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફાઈડ પ્રોજેક્ટની વિશેષતાઓ સાથો સાથ જીલ્લામાં સૌપ્રથમ વખત કરમસદ ખાતેના ડોમેસ્ટિક કન્સ્ટ્રકશન પ્રોજેક્ટમાં વૃક્ષોનું જતન અને પર્યાવરણીય જન જાગૃતિ માટે વન વિભાગ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 150 થી વધુ વૃક્ષ પ્રત્યારોપણ હાથ ધરી વિકાસની સાથે સાથે જીવનમાં વૃક્ષના મહત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
.આ પ્રસંગે ઉપસ્થિત પર્યાવરણ પ્રેમી મહાનુભાવમાં આત્મીય બિલ્ડરના ચેરમેન ભાવેશ સુતરીયાની સાથે શ્રીમતી નમ્રતાબેન ઇટાલિયન - નાયબ વન સંરક્ષક - ગુજરાત,શ્રી હરેશભાઈ શાણી - RSS,શ્રી રાજેશભાઈ પટેલ, જીલ્લા અધ્યક્ષ - ભાજપા,શ્રી મીતેશભાઇ પટેલ - સાંસદ શ્રી,શ્રી યોગેશભાઈ પટેલ - ધારાસભ્ય શ્રી મેહુલભાઈ પટેલ - સંકેત ઇન્ડિયા
શ્રી નિલેશભાઈ પટેલ - કરમસદ નગર પાલિકા પૂર્વ પ્રમુખ
શ્રી જીંગનેશભાઈ પટેલ- આનંદ નગર પાલિકા પ્રમુખ, વન વિભાગના N.M પટેલ સાહેબ, રાઠોડ સાહેબ તથા અન્ય અધિકારી અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓની હાજરી રહી હતી .