જમશેદજી ટાટાનો જન્મ 3 માર્ચ 1839ના રોજ થયો હતો. તેઓ એક અગ્રણી ઉદ્યોગપતિ હતા જેમણે ટાટા ગ્રૂપની સ્થાપના કરી હતી, જે ભારતની સૌથી મોટી સમૂહ કંપની હતી. જમશેદપુર શહેરની સ્થાપના પણ કરી, જે ટાટાનગર તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના નવસારીશહેરમાં નુસરવાનજી અને જીવન બાઈ ટાટાને ત્યાં થયો હતો.
* હિન્દી ફિલ્મ સંગીતકાર રવિ (રવિ શંકર શર્મા)નો દિલ્હી ખાતે જન્મ (1923)
તેમનું નેશનલ અને ફિલ્મફેર એવોર્ડથી અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે
તેમની યાદગાર ફિલ્મોમાં નિકાહ, હમરાઝ, ચૌદવી કા ચાંદ, દો બદન, ખાનદાન, ઘરાના, નિલકમલ, ગુમરાહ, વક્ત વગેરે છે
તેમણે 'બોમ્બે રવિ' નામની મલયાલમ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે
* પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 100મી ટેસ્ટ રમતા 100મી વિકેટ લેવાનો ઐતિહાસિક રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન સાથે નોંધાયો (2006)
* શ્રીલંકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથેની બસ ઉપર પાકિસ્તાનમાં ગોળીબાર થયો, જે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે થયો (2009)
* જ્ઞાનપીઠ એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ અને પદ્મ ભૂષણથી સન્માનિત ઉર્દૂ શાયર ફિરાક ગોરખપુરી (રઘુપતિ સહાય)નું નવી દિલ્હી ખાતે અવસાન (1982)
* ભારતના ક્રિકેટ ખેલાડી (39 ટેસ્ટ રમનાર) એમ. એલ. જયસિંહાનો આંધ્ર પ્રદેશના સિકંદરાબાદ ખાતે જન્મ (1939)
* ટેલીફોનની શોધ કરનાર એલેકઝાન્ડર ગ્રેહામ બેલનો યુકેમાં જન્મ (1847)
* પદ્મશ્રી અને નેશનલ ફિલ્મ એવોર્ડ દ્વારા સન્માનિત બોલિવૂડના લોકપ્રિય ગાયક અને સંગીતકાર શંકર મહાદેવનનો જન્મ (1967)
તે બોલિવૂડ ફિલ્મોમાં શંકર એહસાન લોય નામથી બનાવેલ ત્રણ સંગીતકારોની જોડી પૈકીના એક છે
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી શ્રધ્ધા કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1987)
તેમની લોકપ્રિય ફિલ્મોમાં છીછોરે, આશિકી ૨, બાગી, એબીસીડી ૨, શાહો, સ્ત્રી વગેરે છે
તેના પિતા શક્તિ કપૂર અને માસી પદ્મીની કોલ્હાપુરી લોકપ્રિય એક્ટર છે
* લોકસભાના અધ્યક્ષ (1998-2002) રહેલ વકીલ જીએમસી બાલયોગીનું અવસાન (2002)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી ક્રિષ્ના તીરથનો દિલ્હી ખાતે જન્મ (1955)
* પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત ક્લાસિકલ સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1931)
* ટીવીના કોમેડિયન અભિનેતા જસપાલ ભટ્ટીનો અમૃતસર ખાતે જન્મ (1955)
* કર્ણાટક રાજ્યમાં જન્મેલ અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી અમીરબાઈ કર્ણાટકીનું અવસાન (1965)
બોલિવૂડ ફિલ્મો પૈકી પ્રથમ સૌથી સફળ ફિલ્મ 'કિસ્મત' (1943) માટે તેમણે ગાયેલ ગીતો સાથે તેમને પ્રથમ સફળતા મળી હતી
તેઓ કન્નડ ઉપરાંત ગુજરાતી ભાષાના પણ જાણકાર હતા
તેમનું ગાયેલ ભજન વૈષ્ણવ જન તો... ગાંધીજીને ખૂબ પસંદ હતું
તેમણે ગાયેલ કવ્વાલી પણ ખૂબ લોકપ્રિય થઈ હતી
* લગભગ 49 વર્ષ શાસન કરનાર મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન (1618)
* બોલિવૂડ ફિલ્મોના ગાયક અને સંગીતકાર પ્રતિક કુહડનો જયપુર ખાતે જન્મ (1990)
* દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેત્રી અરુંધતીનો બેંગલુરુ ખાતે જન્મ (1994)
* ડેનમાર્ક ની ક્રિકેટ ટીમના ખેલાડી તરનજીત ભારજનો દિલ્હી ખાતે જન્મ (1993)
*
* વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે
* વિશ્ચ બહેરાશ દિવસ (હિયરીંગ ડે)
* નેશનલ ડિફેન્સ ડે
* વલ્લભ વિદ્યાનગર (જી. આણંદ)નો સ્થાપના દિવસ
* પ્રથમ વખત પ્રસિદ્ધ અંગ્રેજી
'ટાઈમ' મેગેઝીન પબ્લીશ થયુ (1923)
*
>>>> વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય. પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે, પણ વિશ્વનો કબજો હંમેશાં ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશાં પ્રતિભાશાળીઓને હેરાન કરવા, હટાવવા, પછાડવા પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે, પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના પાત્ર અંગદના પગ જેવા છે-અચળ અને સ્થિર. તેને સામાન્યો કદી ખેસવી ન શકે. બાહ્ય રીતે તેઓ કદાચ સફળ થાય તો પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી લેશમાત્ર ફરક પડતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં-આધારિત છે, સ્વ-સંચાલિત છે. તે પરાવલંબી નથી. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે, પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)