AnandToday
AnandToday
Friday, 01 Mar 2024 00:00 am
AnandToday

AnandToday

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પ્રેમવતી ઉપાહાર ગૃહનો પ્રારંભ

સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના સાનિધ્યમાં ડાકોરના વરિષ્ઠ સંતો મહંતોના પાવન સાનિધ્યમાં સંત સંમેલન - સંત મહાભોજથી આ સોપાનથી શરૂઆત થઈ

આણંદ ટુડે | ડાકોર
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બી.એ.પી.એસ.- આણંદ દ્વારા સંચાલિત નૂતન પ્રમુખ સ્વામી મહોલમાં પ્રેમવતી ઉપાહાર ગૃહનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ડાકોર ખાતે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે ખોડા ઢોર પાંજળાપોળમાં પશુપાલનની પ્રવૃતિ દ્વારા મોટી સંખ્યામાં ગીર ગાયોની ઉત્તમ ઓલાદના સંવર્ધન અને તેને આનુષંગિક પ્રાકૃતિક ખેતી દ્વારા અનેક ખેડૂતો, પશુપાલકોને પ્રેરણાદાયક પ્રવૃતિ હાલ કાર્યરત છે જેમાં યાત્રાધામ ડાકોરમાં આવતા હજારો યાત્રિકો માટે શુદ્ધ શાકાહારી ભોજનની સુવિધા માટે "પ્રેમવતી ઉપાહાર ગૃહ" એક પુષ્પ ઉમેરવામાં આવ્યું છે. સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના સાનિધ્યમાં ડાકોરના વરિષ્ઠ સંતો મહંતોના પાવન સાનિધ્યમાં સંત સંમેલન - સંત મહાભોજથી આ સોપાનથી શરૂઆત થઈ છે. 
યાત્રિકો માટે આગામી દિવસોમાં પ્રેમવતીમાં શુદ્ધ શાકાહારી ભોજન / નાસ્તા વગેરે ઉપલબ્ધ થશે.
ડાકોર શહેરની મધ્યમાં શ્રી રણછોરાયજીના મંદિર થી ખુબ નજીક, ભરત ભુવનની સામે આ અત્યાધુનિક સંકુલ રચાયું છે. જેમાં શુદ્ધ અને સાત્વિક ભોજન માટે પ્રેમવતી ઉપાહાર ગૃહ, શુભ પ્રસંગો માટે બેંકવેટ હોલ તથા યાત્રિક આવાસની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવશે. સવારે વૈદિક મહાપૂજા યોજાઇ, ત્યારબાદ હોમાત્મક યજ્ઞ યોજાયો અને વિધિવત પ્રવેશ વિધિ થઈ હતી.

વિવિધ મંદિરોના કોઠારી સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે પૂ. ભગવતચરણ સ્વામી પૂ. અક્ષરવત્સલ સ્વામી, પૂ. વેદજ્ઞ સ્વામી તથા વિવિધ મંદિરોના કોઠારી સંતો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.પૂ. દ્વારકા દાસજી મહારાજ, પૂ. દેવકીનંદન મહારાજ, પૂ. ભાવિન લાલજી મહારાજ તથા ડાકોરના વિવિધ મંદિરો ના પૂજ્ય મહંતો, સંતો અને બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા.