આણંદ, ગુરૂવાર
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ ૦૩ માર્ચને રવિવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઈ તથા રૂપિયા ૧૦૨ કરોડના વિવિધ ૧૫ જેટલા વિકાસ કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરનાર હોઈ મુખ્યમંત્રીશ્રીની આણંદ જિલ્લાની આ મુલાકાત દરમિયાનની આનુષંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીના પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા સંબંધી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નિવાસી અધિક કલેકટર શ્રી આર. એસ. દેસાઈએ સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરીને આનુસંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ, પ્રાંત અધિકારી બોરસદ શ્રી અમિત પટેલ, શ્રી વિમલ બારોટ, શ્રી પ્રગ્નેશ જાની સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****