* શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમનું આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા.તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન (૧૯૯૧) તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે
* આ વર્ષે ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસનો છે એટલે આજે લીપ ડે છે.
૨૯ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૦મો અને માત્ર લિપ વર્ષ દરમ્યાન જ આવતો દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૬ દિવસ બાકી રહે છે.
* ગુજરાતી હાસ્યલેખક અને કટારલેખક અશોક દવે નો જન્મ (૧૯પર)
* ઇટાલિયન સંગીતકાર અલેસ્સાંદ્રો સ્ટ્રિજિયોનું અવસાન (૧૫૯૨ )
* ઇંગ્લિશ લેખક એડવર્ડ ફ્રેડરિક બેન્સન નું અવસાન (૧૯૪૦)
* ફિનલેન્ડ રાષ્ટ્ર અધ્યક્ષ પેહ્ર એવિંડ સ્વિન્હુફ્વુડ નું અવસાન (૧૯૪૪)
* ફિલિપાઈન્સ રાષ્ટ્ર અધ્યક્ષ એલ્પિડિયો ક્વિરિનો નું અવસાન (૧૯૫૬)
* બંગાળી ક્રાંતિકારી હરિદાસ દત્ત નું અવસાન (૧૯૭૬)
* ભારતીય થિયોસોફિસ્ટ, નૃત્યાંગના અને ભરતનાટ્યમના ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપના કોરિયોગ્રાફર રુક્મિણી દેવી અરુંદેલ નો જન્મ (1904 )