આજથી 22 વર્ષ પહેલા આજના દિવસે જ ગોધરાકાંડ થયો હતો.હિંદુ તીર્થયાત્રીઓ સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યાથી પરત આવી રહ્યા હતા. ત્યારે આજના દિવસે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ તેમની ટ્રેન ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા સ્ટેશન પહોંચી હતી. ટ્રેન જેવી રવાના થવા લાગી કે કોઈકે ચેઈન ખેંચીને ગાડીને રોકી લીધી હતી અને પછી પથ્થરમારા બાદ ટ્રેનના એક ડબ્બાને આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. S-6 કોચમાં અગ્નિકાંડની ઘટનામાં 59 કારસેવકોના મોત થયા હતા અને ત્યાર બાદ આખા ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
* હોલિવૂડની ફિલ્મોમાં એક સમયમાં ખૂબ લોકપ્રિય અભિનેત્રી એલિઝાબેથ ટેલરનો ઈંગ્લેન્ડમાં જન્મ (1932)
તેમણે બાળપણમાં જ અભિનય કરવાનું શરૂ કર્યું હતું
ત્રણ વખત ઓસ્કાર એવોર્ડ સાથે 8 મહત્વના સન્માન મેળવનાર ટેલર એ હોલિવૂડની ક્લાસિક ફિલ્મોના સૌથી મહાન અને સફળ અભિનેત્રી તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે
તેમણે સાત વખત લગ્ન કર્યા હતા
* ભારતની હોકી ટીમના કેપ્ટન રહેલા, હરિયાણા સરકારમાં મંત્રી અને ડીએસપી રેન્કના પોલીસ અધિકારી સંદિપ સિંગનો હરિયાણા રાજ્યમાં જન્મ (1987)
* હિન્દી ફિલ્મોના ગીતકાર, કવિ અને લેખક મનોજ મુન્તશીરનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1976)
તેમણે કૌન બનેગા કરોડપતિ માટે પણ સ્ક્રીપ્ટ લખી છે
* ભારતની લોકસભાના પ્રથમ સ્પિકર જી. વી. (ગણેશ વાસુદેવ) માવલંકરનું અમદાવાદ ખાતે અવસાન (1956)
દાદાસાહેબ તરીકે પણ ઓળખાતા માવલંકરનો જન્મ વડોદરા ખાતે થયો હતો
* મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત પદ્મ વિભૂષણ સમાજ સુધારક નાનાજી (ચંડિકાદાસ અમૃતરાવ) દેશમુખનું મધ્ય પ્રદેશમાં અવસાન (2010)
* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી ગ્રેમ પૉલોક નો જન્મ (1944)
ડૉન બ્રેડમેન દ્વારા તેમને વિશ્ચના શ્રેષ્ઠ ડાબોડી બેટ્સમેન તરીકે ઓળખાવવામાં આવ્યા છે
તેમની રન કરવાની એવરેજ 60.97 વિશ્ચમાં બીજા ક્રમે ડૉન બ્રેડમેન બાદની છે
તેમણે ત્રીજી વિકેટની ભાગીદારીમાં કરેલ 347 રનનો રેકોર્ડ 47 વર્ષ અમર રહ્યો હતો
તે વિકેટ ઉપર દોડી રન લેવાને બદલે બાઉન્ડ્રી મારીને વધુ રન લેવાની ટેકનિક અને પરફેક્ટ ટાઈમિંગ માટે પણ જાણીતા હતા
રંગભેદના ખોટા કારણોસર તેમની કારકિર્દી 23 ટેસ્ટ મેચમાં સમેટાઇ ગઇ હતી
* ચાર વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહેલા બી. એસ. યેદિયુરપ્પાનો જન્મ (1943)
* ભારતના મહાન ક્રાન્તિકારી અને સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદનું અવસાન (1931)
* હિન્દી ફિલ્મોના ગીતકાર ઈન્દીવર (શ્યામલાલ બાબુ રાય)નું અવસાન (1997)
* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક પ્રકાશ ઝા નો બિહાર રાજ્યમાં જન્મ (1952)
તેમની યાદગાર ફિલ્મોમાં મૃત્યુદંડ, ગંગાજલ, અપહરણ, રાજનીતિ વગેરે છે
અભિનેત્રી દીપ્તિ નવલ સાથે તેમના લગ્ન 1985-2002 દરમિયાન રહ્યા હતા
* ચેક રિપબ્લિક ક્રિકેટ ટીમના ખેલાડી અરુણ અશોકન નો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1993)
* ભારત સહિત વિશ્વભરમાં વિવાદમાં રહેલા ઉદ્યોગપતિ નિરવ મોદીનો ગુજરાતના પાલનપુર ખાતે જન્મ (1971)
તેમની સામે ભારત સરકાર અને ઈન્ટરપૉલ દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
* વિશ્ચ એનજીઓ દિવસ *
* મરાઠી દિન * (મહારાષ્ટ્ર અને ગોવા)
* ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ સાથે ટ્રેન અગ્નિકાંડ સર્જાયો (2002)
>>>> પ્રેમ માટેનો તલસાટ માણસ માટે ઘણીવાર એકમાત્ર જરૂરિયાત બની જાય છે. એકલતા કે ગુમનામીમાં જીવતા અનેક લોકો આનું જાગતું ઉદાહરણ છે. ખાસ કરીને ગ્લેમર વર્લ્ડ કે જાહેરજીવનમાં દબદબો ભોગવનાર કે અઢળક સંપત્તિ પ્રાપ્ત કરનારી અનેક પ્રતિભાઓ એમના અંતિમ દિવસોમાં લાગણીના એકાદ નાનકડા સહચાર માટે તરફડતા હોય છે. માણસની મુળભુત જરૂરિયાત ભલે રોટી કપડા અને આવાસ હશે પરંતુ સહવાસ એ પણ એટલી જ પાયાની બાબત છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)