AnandToday
AnandToday
Sunday, 25 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 26 ફેબ્રુઆરી : 26 February  
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર આનંદી ગોપાલ જોશી ની આજે પુણ્યતિથિ

ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર આનંદી ગોપાલ જોશીનું અવસાન (1887)
તેમનો જન્મ મહારાષ્ટ્રનાં કલ્યાણ ખાતે થયો હતો અને અમેરિકા મેડિકલ અભ્યાસ માટે જનાર આ પંથકના પ્રથમ હતા

* બોલિવૂડ ફિલ્મોના ખૂબ સફળ નિર્માતા - દિગ્દર્શક મનમોહન દેસાઈનો મુંબઈ ખાતે જન્મ (1937)
તેમની યાદગાર ફિલ્મોમાં તૂફાન, ગંગા જમના સરસ્વતી, મર્દ, કુલી, દેશ પ્રેમી, નસીબ, સુહાગ, અમર અકબર એન્થની, ધરમ વીર, પરવરીશ, સચ્ચા જુઠા, બ્લફ માસ્ટર વગેરે છે 
ગુજરાતી પિતા કિકુભાઈ દેસાઈ ફિલ્મ નિર્માતા અને ફિલ્માલયા (તે સમયનું નામ પેરેમાઉન્ટ) સ્ટુડિયોના (1931-1941) માલીક હતા.

* ગુજરાતી નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક અને કવિ નર્મદ (નર્મદાશંકર દવે)નું મુંબઈ ખાતે અવસાન (1886)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (1975-77 અને 1986-88 દરમિયાન) રહેલા શંકરરાવ ચૌહાણનું મુંબઈ ખાતે અવસાન  (2004)
તેઓ કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રી અને ગૃહમંત્રી પણ હતા

* ભારતના સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક, ઈતિહાસકાર વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર)નું મુંબઈ ખાતે અવસાન (1966) 

* 'પદ્મશ્રી'થી સન્માનિત ભારતના વિખ્યાત કાર્ટૂનિસ્ટ શ્રીધર તૈલંગનો બિકાનેર ખાતે જન્મ (1960)

* વિશ્ચ વિખ્યાત સાહિત્યકાર વિક્ટર હુગો નો ફ્રાન્સ ખાતે જન્મ (1802)

* ભારતીય રિઝર્વ બેંકના 25મા ગવર્નર શક્તિકાંત દાસનો ભુવનેશ્વર ખાતે જન્મ (1957) 

* અંગ્રેજો સામે ભારતમાં પ્રથમ વિદ્રોહ શરૂ થયો (1857)
નવી મોંઢાથી તોડવાની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી હોવાની સામે બહેરામપુરના સૈનિકોએ વિરોધ કર્યો અને તે જનવિદ્રોહમાં બદલાઈ ગયો 

* ભારતના લોકપ્રિય બાળ સાહિત્યકાર લીલા મજમુદારનો કોલકાતા ખાતે જન્મ (1908)

* ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય મુક્કેબાજ બજરંગ પુનિયાનો હરિયાણા રાજ્યમાં જન્મ (1994)

* હિન્દી ફિલ્મ અભિનેતા મનમોહન ક્રિષ્નાનો લાહોર ખાતે જન્મ (1922)
તેઓ શરૂઆતમાં ફિઝિક્સના પ્રોફેસર હતા

* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ખેલાડી (48 ટેસ્ટ રમનાર) એવર્ટન વિકીસનો જન્મ (1925)
તેમણે 1948-49ના ભારત પ્રવાસ દરમિયાન સતત પાંચ ટેસ્ટ સદી ફટકારી હતી 

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા પ્રબલ પંજાબીનો નોઈડા ખાતે જન્મ (1990)

* ભારતના ફેશન ડિઝાઇનર અને પેઈન્ટર પ્રતિક્ષા અપૂર્વનો મધ્ય પ્રદેશમાં જન્મ (1964)
તેઓ ઓશો રજનીશ પરિવારના સભ્ય છે

* અફઘાનિસ્તાન એ ક્રિકેટ વર્લ્ડકપમાં પોતાની ઐતિહાસિક જીત મેળવી (2015) 
તેમની આ મેચ સ્કોટલેન્ડ સામે હતી

* રાષ્ટ્રીય પિસ્તા દિવસ * (અમેરિકામાં)

>>>> વિશ્વાસ છે તો વિશ્વ છે. શ્રધ્ધાના ઊતુંગ મિનારા અને ભરોસાના કિનારા હંમેશાં આપણી જિજીવિષાને જીવંત રાખે છે. વિશ્વાસ કેવળ બટકણી ચીજ નથી. જગતમાં પોલાદ જેવા સંબંધો પણ ધબકે છે. જયાં સુધી શ્રધ્ધાના શઢમાં વફાદારીનું વહન થતું રહેશે ત્યાં સુધી બેવફાઈના કોઇ વંટોળ એને ડગમગાવી શકશે નહી. માણસે હંમેશાં પરસ્પરના વિશ્વાસનું જતન કરવાની કોશિશ કરવી જોઇએ, ભલે કોઇ વાયદો ના કરી શકીએ..! કેમકે કોશિશો હંમેશાં કામયાબ થઈ જતી હોય છે, વાયદા કાયમ તૂટી જતા હોય છે..!

સંકલન : વિજય એમ. ઠક્કર