AnandToday
AnandToday
Sunday, 25 Feb 2024 00:00 am
AnandToday

AnandToday

આણંદ ખાતે રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજકોટથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું

આણંદ ખાતે સંસદસભ્યશ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને કલેકટરશ્રીએ  સ્થળ પૂજા અર્ચના કરી

આણંદ ટુડે | આણંદ
 રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ  કરવામાં આવ્યું. જેમાં આણંદમાં રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી  જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓ વાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 

આણંદ ખાતે સંસદસભ્યશ્રી મિતેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને કલેકટરશ્રીએ  નિમૉણ પામનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની જગ્યા ખાતે પૂજા અર્ચના કરી હતી. 
સંસદસભ્ય શ્રી મિતેષભાઇ પટેલ અને સવૅ ધારાસભ્યશ્રીઓએ આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ બનવાથી આણંદ જિલ્લાની જનતાને ફાયદો થશે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. 

આણંદ ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ૨૯૭૬૧ સ્ક્વેર મીટર વિસ્તારમાં ૨૩૯ વોડૅ બેડ, ૪૫ આઈ.સી.યુ. બેડ અને ૦૪ ઓપરેશન થિયેટર ધરાવતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ત્રણ મજલાની જિલ્લા કક્ષાની  સિવિલ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ઈમરજન્સી, રેડીયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓ.પી.ડી. જેવી કે ઓર્થોપેડીક, પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટીશીયન, ફીઝીયોથેરાપી, સ્કીન, એન.આર.સી., ૪ ઓટી કોમ્પેક્ષ, એડવાન્સ લેબોરેટરી સર્વિસ, ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ બનશે.
મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશીયલ રૂમ, એન.આઈ.સી.યુ., પી.આઈ.સી.યુ., બર્ન, આઈ.સી.સી.યુ. અને એસ.આઈ.સી.યુ., પ્રીઝનર વોર્ડ તેમજ બ્લડ બેન્ક, કીચન અને ડાઇનીંગ, એડમીન ઓફીસ, ઇલેક્ટ્રીકલ અને પાવર બેક અપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડીકલ ગેસ પાઇપ લાઇન, ફાયર ફાઇટીંગ સીસ્ટમ, વોટર સપ્લાય, સુએજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવાશે. 

આ ઉપરાંત, ૫૦ બેડ ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ફિઝીયોથેરાપી, યોગા હોલ હોમિયોપેથી, ઓ.પી.ડી, મેલ અને ફીમેલ વોર્ડ, મેલ અને ફિમેલ પંચકર્મ, કોન્ફરન્સ હોલ, વહીવટી કચેરી, ૨ સ્પેશીઅલ રૂમ, ઓટી, એડમિન ઓફીસનું નિર્માણ કરાશે.
આણંદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રીઓ યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, કાંતિભાઈ સોઢા પરમાર, જશુભા, પૂવૅ સંસદ સભ્ય શ્રી દિલીપભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા, મહિલા અગ્રણી શ્રીમતી નીપાબેન પટેલ, સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારી, કર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
****