AnandToday
AnandToday
Saturday, 24 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં ૬૬૨ વ્યાજબી ભાવની દુકાનો અને ૧૨૩ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત

આણંદ જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી  વાર્ષિક ₹50,000 થી વધુની આવક મેળવી રહ્યા છે

જિલ્લામાં મહત્તમ વ્યાજબી ભાવની દુકાન ખાતે કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવશે

નગરજનોને સરકારની વિવિઘ યોજનાઓનો લાભ પોતાના વિસ્તારમાં જ મળશે 

આણંદ ટુડે | આણંદ,
 રાજ્ય સરકાર ઘ્વારા રાજયમાં આવેલી વાજબી ભાવના દુકાનદારોને પોષણ ક્ષમતામાં વઘારો થાય અને નાગરિકોને પોતાના જ વિસ્તારમાં સરકારશ્રીની વિવિઘ યોજનાઓ જેવી કે, બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, એડમિટ કાર્ડ, એપ્લિકેશન ફોર્મ, પેન્શન અપ્લાય, ITR ફાઈલિંગ, વીજળી બીલની ચૂકવણી, ટ્રેન/એરલાઈન્સ ટિકિટ અને સરકારશ્રીની વિવિઘ યોજનાઓનું કામ વગેરે જેવી સેવાઓનો તેઓના ગામમાં જ લાભ મળે તે હેતુથી વાજબી ભાવની દુકાનો ખાતે કોમન સર્વિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. 

જે અન્વયે આણંદ જિલ્લામાં વખતોવખત વ્યાજબી ભાવની દુકાનો ખાતે કોમન સર્વિસ સેન્ટરની સેવાની શરૂઆત થાય તે હેતુથી એક દિવસીય વકશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આણંદ જિલ્લામાં હાલમાં કાર્યરત ૧૨૩ કોમન સર્વિસ સેન્ટર પર એપ્રિલ-૨૩ થી નવેમ્બર-૨૩ દરમ્યાન પરમાર દિપકકુમાર હરમાનભાઇ, બોચાસણ તા. બોરસદ,  હિતેશભાઇ પટેલ, ખડોલ તા. આંકલાવ અને સોલંકી ઘનશ્યામભાઇ, જંત્રાલ તા. બોરસદ ખાતે આવેલ વાજબી ભાવના દુકાનદારો દ્વારા વાર્ષિક ૫૦,૦૦૦ થી વઘુની આવક કોમન સર્વિસ સેન્ટર દ્વારા મેળવી રહયા છે. 

જે બાબતે વ્યાજબી ભાવના દુકાનદાર દિપકભાઇ, હિતેશભાઇ તથા ઘનશ્યામભાઇનો સંપર્ક કરતા પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ઇન્ડીયા પ્રોગ્રામ અન્વયે પોતાની વ્યાજબી ભાવની દુકાને કોમન સર્વિસ સેન્ટર શરૂ કરાવી વઘારાની આવક મળવાની તક પુરી પાડવા બદલ સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો છે. 

આમ, વ્યાજબી ભાવના દુકાનદારોની પોષણ ક્ષમતામાં વઘારો કરવા તથા લોકોને પોતાના ગામમાં જ સરકારશ્રીની વિવિઘ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર વાજબી ભાવની દુકાન ખાતે કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવાની યોજના બાબતે આણંદ જિલ્લાના કાર્યરત દુકાનદારો દ્વારા ‌સરાહનીય કામગીરી કરી બાકી રહેલ ગામોમાં પણ કોમન સર્વિસ સેન્ટરની સુવિઘા શરૂ કરવા અંગે  અન્ય દુકાનદારોને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહે જણાવ્યું છે

આણંદ જિલ્લામાં સૌથી વધુ આણંદ તાલુકામાં ૨૨ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત

આણંદ જિલ્લામાં આવેલ ૬૬૨ વ્યાજબી ભાવની દુકાનો પૈકી આણંદ- ૨૨, ઉમરેઠ-૧૨, આંકલાવ-૧૧, બોરસદ-૩૬, પેટલાદ-૧૨, સોજીત્રા-૧૫, તારાપુર-૧૩ અને ખંભાત-૦૨ એમ કુલ ૧૨૩ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.