પદ્મશ્રીથી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના અભિનેતા ડેની ડેન્જોપા (ત્શેરિંગ ફિત્સોં ડેન્ઝોગ્પા)નો સિક્કિમ રાજ્યમાં જન્મ (1984)
તેમની યાદગાર ફિલ્મોમાં ફકીરા, દેવતા, કાલીચરણ, કાલા સોના, ધ બર્નિંગ ટ્રેન, પ્યાર ઝુકતા નહીં, આંધી તુફાન, ભગવાન દાદા, અગ્નિપથ, ખુદા ગવાહ, ચાઈના ગેટ, હમ, ક્રાંતિવીર વગેરે છે
* સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક પૂ. રવિશંકર મહારાજ (રવિશંકર વ્યાસ)નો ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં જન્મ (1884)
મૂક સેવક ઉપનામથી તેમને નવાજવામાં આવ્યા છે
૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો
સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા
બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી હતી
ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા
રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણી એ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી
પન્નાલાલ પટેલે તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી
* ભારતના ક્રિકેટ ખેલાડી - વિકેટકીપર (48 ટેસ્ટ અને 5 વન ડે રમનાર) ફારુખ એન્જિનીયરનો મુંબઈ ખાતે જન્મ (1938)
તેઓ ક્રિકેટ રમનાર અંતિમ પારસી છે
* અકબરના દરબારના નવ રત્નોમાંના એક 'ચતુર' બિરબલનું અવસાન (1586)
* ઓસ્ટ્રેલિયામાં જન્મેલ અને ક્રિકેટના મહાન ખેલાડી (52 ટેસ્ટ રમનાર) ડૉન બ્રેડમેનનું અવસાન (2001)
1928-48 દરમિયાન તેમણે 29 સદી સાથે કુલ 6996 રન બનાવ્યા હતા, જેમાં 12 ડબલ સેંચુરી સાથે એવરેજ 99.94 હતી
* પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલ અને ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી (3 ટેસ્ટ રમનાર) જેની ઈરાનીનું અવસાન (1982)
* આધ્યાત્મિક ગુરૂ મેહેર બાબાનો જન્મ (1894)
તેમના અનુયાયીઓ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખાતે પણ તેમના અનુયાયીઓ ફેલાયેલ છે
* ગુજરાતમાં કલેક્ટર તરીકે સેવા આપનાર અને પોસ્ટની ટિકિટ, કવર તથા સિક્કાના સંગ્રાહક પ્રફુલ ઠક્કરનો મુંબઈ ખાતે જન્મ (1940)
* તેલુગુ ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક અને ચેન્નાઈ ખાતે એશિયાનો સૌથી મોટો સ્ટુડિયોના સ્થાપક બી. નાગી રેડ્ડીનું ચેન્નઈ ખાતે અવસાન (2004)
* બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરનો દિલ્હી ખાતે જન્મ (1981)
તેમની યાદગાર ફિલ્મોમાં ઈશ્ક વિશ્ક, વિવાહ, જબ વી મૅટ, કમિને, ઉડતા પંજાબ, પદમાવત, કબીર સિંગ વગેરે છે
તેમના પિતા પંકજ કપૂર ફિલ્મ અને ટીવીના ખૂબ લોકપ્રિય અભિનેતા છે
* હિન્દી અને તેલુગુ ફિલ્મોના અભિનેત્રી દિવ્યા ભારતીનો જન્મ (1974)
તેમની યાદગાર હિન્દી ફિલ્મોમાં દિવાના, વિશ્ચાત્મા, દિલ કા ક્યા કુસુર વગેરે છે
* વિશ્ચ પ્રસિદ્ધ ગિટાર પ્લેયર અને ગાયક જ્યોર્જ હેરિસનનો અમેરિકામાં જન્મ (1943)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી ઉર્વશી રાઉતેલાનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1994)
* 'દંગલ' ફિલ્મ સાથે પોતાની ફિલ્મ કેરિયર શરુ કરનાર અભિનેત્રી સાનિયા મલ્હોત્રાનો દિલ્હી ખાતે જન્મ (1992)
* હિન્દી ફિલ્મોના ગીતકાર એસ. એચ. (સમસુલ હુડા) બિહારીનું અવસાન (1987)
* તામિલ અને હિન્દી ફિલ્મોના દિગ્દર્શક, લેખક અને અભિનેતા ગૌથમ મેનનનો કેરાલામાં જન્મ (1973)
* જીતેન્દ્ર, શ્રીદેવી, વહીદા રહેમાન, કાદર ખાન, શક્તિ કપૂર, અમઝદ ખાન, અસરાની, અરુણ ગોવિલ, શોમા આનંદ અને સ્વરૂપ સંપટ અભિનિત ફિલ્મ 'હિમ્મતવાલા' રિલીઝ થઈ (1983)
દિગ્દર્શક : કે. રાઘવેન્દ્ર રાવ, સંગીત ભપ્પી લાહિરી
શ્રીદેવીની પ્રથમ સફળ ફિલ્મ 'હિમ્મતવાલા' (1983) ના 4 વર્ષ પહેલાં 'સોલવા સાવન' (1979)થી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું, પણ 'સોલવા સાવન' નિષ્ફળ જતાં શ્રીદેવી ફરી સાઉથની ફિલ્મો તરફ વળી ગઈ હતી
શ્રીદેવીને હિન્દી આવડતું ન હોવાથી તેનો અવાજ બેબી નાઝે ડબ કરાયો
બિનાકા ગીતમાલાની સૌથી લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી- 1983માં 'હિમ્મતવાલા'ના 'નૈનો મેં સપના, સપનો મેં સજના...' (લતા મંગેશકર-કિશોર કુમાર) 5માં નંબર ઉપર અને 'તાકી, ઓ તાકી, ઓ તાકી તાકી તાકી રે...' (આશા ભોંસલે-કિશોર કુમાર) 15માં નંબર ઉપર રહ્યા હતા
* શાહરૂખ ખાન, સુચિત્રા ક્રિષ્નમૂર્તિ, દિપક તિજોરી, નસીરુદ્દીન શાહ, આશુતોષ ગોવારીકર, સતીશ શાહ, રીટા ભાદુરી અને ટીકુ તલસાનિયા અભિનિત ફિલ્મ 'કભી હાં, કભી ના' રિલીઝ થઈ (1994)
દિગ્દર્શક : કુંદન શાહ, સંગીત જતીન લલિત
શાહરૂખ ખાને જ્યાં 'કભી હાં, કભી ના' (1994) ફિલ્મ રિલીઝ થવાની હતી તે મુંબઈની ગેઈટી સિનેમા ખાતે એડવાન્સ બુકિંગ વિન્ડો પર એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો, જે મુજબ દર્શકો દ્વારા ખરીદવામાં આવતી ટિકિટો પર શાહરુખ બુકીંગ વિન્ડો ઉપર જાતે બેસીને ઓટોગ્રાફ કરી આપતો
દિગ્દર્શક કુંદન શાહ દ્વારા કોમર્શિયલ ફિલ્મ ડિરેક્ટ કરવા પર ડિસ્ટ્રિબ્યુટર્સને વિશ્વાસ ન હોવાથી 'કભી હાં, કભી ના' (1994) ફિલ્મને દોઢ વર્ષ સુધી કોઈ ખરીદવા તૈયાર થયા, અંતે શાહરૂખ ખાનની 'બાઝીગર' અને 'ડર' હિટ થઈ પછી વિતરકોએ 'કભી હાં, કભી ના' ખરીદી
>>>> એક અરબી કહેવત છે કે "અપ્રિય વાતોને રેતીમાં લખવી જોઈએ, જેથી તેને સરળતાથી ભૂંસી શકાય." ધારો તો અતીત બહાનું બને, અને ધારો તો બળતણ બને. અનેક લોકો અતીતની નિરાશાઓને ઇંધણ બનાવીને સુખી અને સંતોષી ભવિષ્યનું નિર્માણ કરે છે. આપણે અતીતના કેદી નહીં, ભવિષ્યના આર્કિટેક્ટ બનવાનું હોય. સારો હોય કે ખરાબ, અતીત એક બોધકથાથી વિશેષ કહું નથી. એમાંથી શીખવાનું હોય, તેને મમળવાનો ન હોય.
આપણે જ્યારે અતીતને જીવવા લાગી જઈએ, ત્યારે વર્તમાન બાજુમાંથી સરકી જાય છે. અતીત એ માત્ર રેફરન્સ પોઇન્ટ છે, જેના લોન્ચ પેડ પરથી આપણે આપણું ઓથેન્ટિક ભવિષ્ય ઘડી શકીએ છીએ.
સંકલન : વિજય એમ. ઠક્કર